Wednesday, April 19, 2023

ડૉ. ધવલ દોશી : હૃદયને હેમખેમ કેમ રાખશો? | Dr. Dhaval Doshi : How to keep your heart healthy?


ડૉ. ધવલ દોશી | Dr. Dhaval Doshi




ડૉ. ધવલ દોશી | Dr. Dhaval Doshi

તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
Photographs : Dr. Ashwinkumar


વક્તા : ડૉ. ધવલ દોશી | Dhaval Doshi 
વિષય : હૃદયને હેમખેમ કેમ રાખશો? | How to keep your heart healthy?  

તારીખ : ૧૯-૦૪-૨૦૨૩, બુધવાર
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯




Tuesday, April 11, 2023

Shailesh Raval Memorial Awards 2023 | Photography Competition

 


Photography Competition Registration Form

https://forms.gle/LxKrVR3fBETm5xAJ6

માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા


માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા બાહ્ય પરીક્ષક દ્વારા લેવાશે.

વિદ્યાર્થીએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ના અહેવાલની એક નકલ વિભાગમાં જમા કરાવેલી હોવી અનિવાર્ય છે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ પોતાના માધ્યમ-પ્રશિક્ષણ અહેવાલની વધુ એક નકલ મૌખિક પરીક્ષામાં લઈને જ આવવું.

વિદ્યાર્થીએ વિભાગમાં જમા કરાવેલી અહેવાલની નકલ બાહ્ય પરીક્ષકને આપવામાં આવશે.

બાહ્ય પરીક્ષક, અહેવાલનો જે પૃષ્ઠ-ક્રમાંક કહે તે પૃષ્ઠ-ક્રમાંક ખોલીને, વિદ્યાર્થીએ જે તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવાના રહેશે.

બાહ્ય પરીક્ષક વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) સંબંધિત કોઈપણ સવાલ પૂછી શકે છે.

વિદ્યાર્થીઓએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની કામગીરી જેટલી ગંભીરતાપૂર્વક કરી હશે એટલી જવાબ આપવામાં હળવાશ રહેશે.

વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની બાહ્ય મૌખિક પરીક્ષાની શુભેચ્છાઓ.

Campus Connect 2023 @ TV9


Campus Connect 2023

Hi Sir,

Greetings from TV9 Network..!

We are hiring Editorial Trainees for our TV9 Gujarati

Desired Profile: Bachelor / Masters in Journalism & Mass Communication (Recent pass out or appearing in final semester)

Must be excellent in communication- Gujarati / Hindi / English

Below is schedule

Date : 14 th April'23 ( Friday)

Time : 10 am (Sharp)

Venue : Associated Broadcasting CO. Pvt. Ltd.(TV9 Gujarati) Aangan Banquet Hall, Satellite, Ahmedabad

Students need to bring their updated resume along with one passport size photo

Process flow will be :

Written Test

Group Discussion

Interested students can share their CV to karishma.bhatt@tv9.com latest by 12th April 2023

(Information-Courtesy :  
Karishma Bhatt @ TV9)

Job @ News18 Gujarati Digital

 


રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું આયોજન

 

રાષ્ટ્રીય સેવા યોજના
શિબિરાર્થીઓ માટેનું આયોજન
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
 મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
 ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

ક્રમ
સમય
પ્રવૃત્તિ
૫:30  
ઉત્થાન  
૫:૪૫થી ૬:૩૦
પ્રભાતફેરી અને પ્રાર્થના
૬:૩૦થી ૭
હળવી કસરત
૭ થી ૭:૩૦
ચા
૭:૩૦ થી ૯:૩૦
શ્રમકાર્ય અને સફાઈકાર્ય
૯:૩૦ થી ૧૦
સ્નાન
૧૦ થી ૧૧
રસોઈ અને ભોજન
૧૧ થી ૧
બૌદ્ધિક સત્ર
૧ થી ૨:૩૦
વિશ્રાંતિ અને વાંચન
૧૦
૨:૩૦ થી  
હળવો નાસ્તો
૧૧
૩ થી ૪
સર્જનાત્મક પ્રવૃત્તિ
૧૨
૪ થી ૫
રમત-ગમત
૧૩
૫ થી ૭
લોકસંપર્ક  અને ગ્રામચેતના
૧૪
૭ થી ૮
રસોઈ અને  ભોજન
૧૫
૮ થી ૯:૩૦
ચર્ચાસત્ર અને શિબિર-સમીક્ષા
૧૬
૯:૩૦ થી ૧૦:૩૦
અહેવાલ અને રોજનીશી-લેખન
૧૭
૧૦:૩૦
શયન


શિબિર-તારીખ : ૨૦-૦૪-૨૦૨૩, ગુરુવારથી ૨૬-૦૪-૨૦૨૩, બુધવાર
શિબિર-સ્થળ : પ્રાથમિક શાળા પરિસર,
ગામ : બડોદરા, 
તા : દસક્રોઈ, જિલ્લો : અમદાવાદ

Monday, April 10, 2023

રાષ્ટ્રીય સેવા યોજના શિબિર : કેટલીક સૂચનાઓ

ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.

ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં. 

જરૂરી વસ્તુઓ સાથે લઈને  આવવું. 

સહેલાઈથી  ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.

જરૂરી દવાઓ સાથે રાખવી.    

ગ્રામીણ જીવન અને શિબિરના નિયમો ધ્યાનમાં રાખવાં.

સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.

શિબિરનું સમયપત્રક જાળવવું.

શિબિરનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.

ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.

પાણીની બાટલી લાવવી. 

સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!


Sunday, April 9, 2023

Job @ Vama Communications


Vama Communications is a leading creative production house with specialised focus in curating and developing high tech Museums, Interpretation Centres and Permanent Shows. We work Pan-India and work on multiple projects across diverse subjects.

We are looking at enlarging our team and would like to recruit talented go-getters with minimum 3 years of experience.

All the following posts are on full-time in house basis:

1) Research & Scripting (with good skills in Hindi & Gujarati)

2) Graphic Designers

3) Architects

4) 3D modellers/Animators

Those who are interested are requested to send in their application with their sample works on vamacomm@gmail.com.


Office Address:

Vama Communications
5th Floor, Shilp Corporate House
Opp. Rajpath Club
S G Road
Ahmedabad

ભાષાની મજા, મજાની ભાષા - 1420


"પૈસા પાણીમાં તાપ કરે."

પરિસર-રક્ષક મહિપતસિંહના મોઢે સાંભળેલો રૂઢિપ્રયોગ.


ભાષાની મજા, મજાની ભાષા - 1419


રાતદિવસ ખુલ્લી રહેતી દવાની દુકાન

સાત દિવસ ખુલ્લી રહેતી દવાની દુકાન


ભાષાની મજા, મજાની ભાષા - 1418


આપણાં અખબારોની ભાષામાં, વાતનું જે થાય છે તે વતેસર હોય છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1417


પંજાબ એટલે પનીરનો પ્રદેશ.

પંજાબ એટલે પ નીરનો પ્રદેશ.

ભાષાની મજા, મજાની ભાષા - 1416


સાચું શું? 

બાળકે આઇસક્રીમ ખાધી.

બાળકે આઇસક્રીમ ખાધું.

બાળકે આઇસક્રીમ ખાધો.

પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' કેવી રીતે બની હતી? | તેજસ વૈદ્ય | બીબીસી ગુજરાતી


https://www.bbc.com/gujarati/articles/cv29vd4lyn8o

જાણસેવા એ જ પ્રભુસેવા

 


ગામડાંમાં રેડિયો અને રેડિયોમાં ગામડાં!

અશ્વિનકુમાર
..........................................................................

Photo-courtesy : google image


માહિતીના યુગમાં સમૂહ માધ્યમોનું મહત્ત્વ રાજાની કુંવરીના કદની જેમ સતત વધતું જાય છે. સમૂહ માધ્યમોનો વ્યાપ અને વિસ્તાર જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેની સામે વધુ ને વધુ આંગળીઓ ચીંધાતી જાય છે. સમૂહ માધ્યમો સ્વતંત્રતા માણે પણ જવાબદારી ન જાણે ત્યારે લોકશાહીના ચોથા પાયાના ચારે ખૂણાને લૂણો લાગે છે. જોકે, બધાં સમૂહ માધ્યમોમાં રેડિયોને 'નિરુપદ્રવી માધ્યમ' ગણાવી શકાય. રેડિયો અશ્લીલ કાર્યક્રમો કે કંટાળાજનક જાહેરખબરોથી મુક્ત છે! ટેલિવિઝનને 'ઇડિયટ બૉક્સ' કહેવામાં આવે છે, પરંતુ રેડિયોને કોઈએ 'ઇડિયટ બૉક્સ' કહ્યું હોય એવું જાણ્યું નથી. વળી, રેડિયોના માધ્યમે વિકાસ પ્રત્યાયનનું માધ્યમ બનીને અનોખી ભૂમિકા અદા કરી છે.

સાચું ભારત ગામડાંમાં વસે છે અને રેડિયોમાં વહે છે. આજે પણ ભારતના ગ્રામીણ પ્રદેશોમાં રેડિયો એ હાથવગું અને કાનવગું માધ્યમ છે! આથી જો ભારત ખેતીપ્રધાન દેશ કહેવાતો હોય તો તેને રેડિયોપ્રધાન દેશ પણ કહેવો પડે. આ જ રીતે ગુજરાતના અંતરિયાળ ગ્રામવિસ્તારોની રૂબરૂ મુલાકાત વેળા અન્ય સમૂહ માધ્યમોનો અભાવ અને રેડિયોનો પ્રભાવ બરાબર જોયો-જાણ્યો છે.

ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છના ખાવડા વિસ્તારના સિંધી સમા મુસ્લિમોને, ગુજરાતની પૂર્વ પટ્ટીના પંચમહાલ જિલ્લાના આદિવાસીઓને, ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના દલિતોને અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને કાન દઈને રેડિયો સાંભળતા જોયા છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગભરૂભાઈ નામના માલધારી યુવાનના હાથ પર 'રેડિયો'નું છૂંદણું જોયું ત્યારે આશ્ચર્ય સિવાય કશું જ થયું નહોતું! ગભરૂભાઈને મળ્યા પછી એટલું તો જરૂર સમજાયું હતું કે, ગ્રામીણજનોમાં રેડિયોની છાપ જેટલી એમના હાથ પર કાયમી છે એટલી જ એમનાં હૈયાં પર કાયમી છે! આજે પણ ગામડાંમાં રેડિયો ઊડીને આંખે નહીં પણ કાને વળગે છે! ગામડાંના લોકો રેડિયોને ભૂલ્યા નથી, કારણ કે રેડિયો તેમને ભૂલ્યો નથી. આજ દિન સુધી રેડિયો ગામડાંનો ધબકાર સાંભળતો અને સંભળાવતો રહ્યો છે. આ વાત અતિશયોક્તિના આંજણથી આંજેલી લાગતી હોય તો પછી વાત માંડીને જ કરવી પડે!

Photo-courtesy : google image


અમદાવાદની 'ઉન્નતિ' નામની સ્વૈચ્છિક સંસ્થા, શિક્ષણ અને વિકાસના ક્ષેત્રમાં કાર્યરત છે. આ સંસ્થાએ 'ગામડાંનો ધબકાર' નામના રેડિયો-કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ગ્રામવિકાસલક્ષી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીનાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્રો પરથી થાય છે. ઈ.સ. ૨૦૦૩ના એપ્રિલ મહિનાની ઓગણીસમી તારીખથી શરૂ થયેલો આ કાર્યક્રમ દર શનિવારે રાત્રે ૮.૦૦ કલાકે પ્રસારિત થતો હતો. મૂળે તો પંચાયતી રાજની વ્યવસ્થાને વેગીલી બનાવવા માટે 'ઉન્નતિ' સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવતું હતું. આ કાર્યક્રમમાં ગ્રામવિકાસ અને ચાવીરૂપ એવા પંચાયતીરાજ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

પ્રચંડ પ્રતિભાવ મેળવનાર આ કાર્યક્રમ માત્ર પંદર જ મિનિટનો છે પણ દર અઠવાડિયે પચાસથી પણ વધુ શ્રોતાઓને પત્રો લખવાની ફરજ પાડે છે. ‘ગામડાંનો ધબકાર’ કાર્યક્રમ એટલો તો લોકપ્રિય બન્યો છે કે, ઘણા બધા વિસ્તારોમાં આ કાર્યક્રમનાં શ્રોતામંડળોની સ્થાપના પણ થઈ છે. ઘણાં બધાં ગામોમાં તો કાર્યક્રમને ધ્વનિમુદ્રિત (ટેપ-રેકૉર્ડ) કરી લેવામાં આવે છે અને ત્યારબાદ એની કૅસેટ ગ્રામજનો એમની અનુકૂળતાએ સાંભળે છે. 'ગામડાંનો ધબકાર' કાર્યક્રમ નગરજનો પણ રસપૂર્વક સાંભળે છે. આ કાર્યક્રમના શ્રોતાવર્ગમાં ખેતમજૂરોથી માંડીને ઉચ્ચ શિક્ષિતો અને સંસ્થા-કાર્યકરોથી માંડીને સનદી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

'ગામડાંનો ધબકાર' કાર્યક્રમમાં પંચાયતી રાજના શિક્ષણની સાથે-સાથે આમ આદમીની ખાસ સમસ્યાઓને અવાજ આપવામાં આવે છે. આ કાર્યક્રમ સાંભળીને લોકો પોતાના ગામની જાત-ભાતની સમસ્યાઓ અંગે 'ઉન્નતિ' સંસ્થા સમક્ષ રજૂઆત કરે છે. ત્યાર બાદ આ સંસ્થા વિવિધ ફરિયાદો અંગે સંબંધિત સરકારી વિભાગનું ધ્યાન દોરે છે. સરકારી તંત્ર યોગ્ય તપાસ કરીને જે તે પ્રશ્નને ઉકેલી આપે છે. આ કાર્યક્રમ થકી ગ્રામવાસીઓ વ્યક્તિગત વ્યથા પણ આ સંસ્થા સમક્ષ ઠાલવે છે. 'ઉન્નતિ' પત્ર કે દૂરભાષ દ્વારા પણ ગ્રામવાસીઓને સલાહ-સૂચન- માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત કેટલીક વખત આ કાર્યક્રમ દ્વારા નેત્રહીનોની સમસ્યાઓની એવી તો અસરકારક અભિવ્યક્તિ થઈ છે કે સરકારી તંત્રની આંખો ખૂલી ગઈ છે!

'ગામડાંનો ધબકાર' કાર્યક્રમમાં કૃષિ, પશુપાલન, આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી-સશક્તીકરણ... જેવા વિવિધ વિકાસલક્ષી વિષયોને આવરી લેવામાં આવે છે. વળી, આ કાર્યક્રમમાં જળ પરના અધિકારથી માંડીને સામુદાયિક જમીન પરના ગેરકાયદેસર દબાણને દૂર કરવા અંગેના પ્રશ્નોનો ઉકેલ સૂચવતી ચર્ચા કરવામાં આવે છે. 'ગામડાંનો ધબકાર'માં મહિલા સરપંચની સફળગાથા પણ પ્રગટ કરવામાં આવે છે તો પુરુષ સરપંચની ભ્રષ્ટાચાર-કથા પર પણ પ્રહાર કરવામાં આવે છે! હા, એટલી કાળજી જરૂર લેવામાં આવે છે કે જે વિસ્તારની બાબત હોય તે મુજબ વાતચીત અને વાતાવરણ ઊભાં થાય.

Photo-courtesy : google image

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી વરસોથી નિયમિત રીતે પ્રસારિત થતો રહેલો આ જ પ્રકારનો 'ગામનો ચોરો' નામનો કાર્યક્રમ આજે પણ ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં જયંત માંકડ 'છગનબાપા' તરીકે સંવાદ-અભિવ્યક્તિ કરતા હતા ત્યારે શ્રોતાઓ તો છગનબાપાને જ શોધતા-શોધતા આવતા હતા. આ જ રીતે અરવિંદભાઈ ધોળકિયા 'મોહનભાઈ'ના પાત્ર દ્વારા ખૂબ જ પ્રખ્યાત થયા હતા. 'ગામનો ચોરો'ની જેમ જ 'ગામડાંનો ધબકાર' નામના કાર્યક્રમનાં પાત્રો જેવાં કે હર્ષાબહેન, ભીખાભાઈ, મણિકાકી સાથે આકાશવાણીના શ્રોતાઓ પરિવારપણું અનુભવે છે. તારીખ ૧૫ નવેમ્બર, ૨૦૦૩ના રોજ રાજકોટથી ઢૂકડે આવેલા રાજસમઢિયાળામાં 'ઉન્નતિ' સંસ્થા દ્વારા 'ગામડાંનો ધબકાર' કાર્યક્રમના શ્રોતાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમ આકાશવાણીના આ કાર્યક્રમના કલાકારોએ પણ હાજરી આપી હતી. આ સંમેલનમાં હાજર રહેલા શ્રોતાઓએ 'ગામડાંનો ધબકાર' કાર્યક્રમના ઉપસ્થિત રહેલા કલાકારોને, તેઓ જે પાત્ર ભજવે છે એ પાત્રના અવાજના લહેકા પરથી ઓળખી કાઢેલા!

આજે પણ સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી એવા તો અનેક શ્રોતાઓ છે કે જેઓ 'ગામડાંનો ધબકાર' ચૂકી જાય તો હૃદયનો ધબકાર ચૂકી ગયા હોય એવી લાગણી અનુભવે છે! આવા ગ્રામાભિમુખ કાર્યક્રમો દ્વારા રેડિયો ગ્રામ પંચાયતનાં મકાનથી માંડીને રામજી મંદિર સુધી પહોંચતો રહે છે. એ વાત સાચી કે બદલાતા સમયમાં રેડિયોનું સ્વરૂપ પણ બદલાયું છે. રેડિયોના એફ.એમ. બૅન્ડ ઉપર શહેરીજનો માટેના 'રેડિયો-મિરચી'માં આપણને પશ્ચિમી સંસ્કૃતિની અસર ભલે દેખાતી કે સંભળાતી હોય, પરંતુ રોટલો-મરચું ખાતા ગ્રામજનોને ‘આકાશવાણી’ આજે પણ ‘આપણી વાણી' લાગે છે.

(લેખક ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં પ્રાધ્યાપક છે.)
..........................................................................

સૌજન્ય :
ગામડાંમાં રેડિયો અને રેડિયોમાં ગામડાં!,
'આસ્થા' સામયિક, ડિસેમ્બર, ૨૦૦૪, પૃષ્ઠ : ૧૬-૧૮

Saturday, April 8, 2023

પરિસર રોજગાર-અવસર (કૅમ્પસ પ્લેસમેન્ટ)


Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ માટે,
વીટીવી ન્યૂઝ, અમદાવાદ દ્વારા
પરિસર રોજગાર-અવસર (કૅમ્પસ પ્લેસમેન્ટ)

સ્થળ :
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, 
મધ્યસ્થ ગ્રંથાલય સામે, ગૂજરાત વિદ્યાપીઠ, 
આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

૦૮-૦૪-૨૦૨૩, શનિવાર, સવારના નવથી સાડાદસ

લેખિત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા :
બહેનો :    ૦૫
ભાઈઓ : ૧૩
કુલ :        ૧૮

Photograph : Dr. Ashwinkumar
 છબી : ડૉ. અશ્વિનકુમાર

સહયોગ-સૌજન્ય : 
હેમંત ગોલાણી, ચેનલ હેડ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ
ધૈર્ય જોષીપુરા, એસોસિયેટ એડિટર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ
દેવેન્દ્રભાઈ, વહીવટી વ્યવસ્થાપક, વીટીવી ન્યૂઝ, અમદાવાદ


Friday, April 7, 2023

80 years of AIR: Relive golden moments of Akashwani through voices of great leaders | India News – India TV



Internship @ Gujarat Exclusive


Greetings From Gujarat Exclusive!

Subject : Internship opportunities for motivated and talented students in the field of journalism

(Gujarati-Hindi-English)




We are excited to announce that our organization is currently offering internship opportunities to motivated and talented students in the field of journalism. As a reputable media outlet, we are dedicated to providing our interns with a comprehensive learning experience that will allow them to develop their skills and gain valuable real-world experience.

We are looking for enthusiastic and driven individuals who have a passion for journalism and are eager to learn about the industry. Our internship program provides a unique opportunity to gain hands-on experience in various aspects of journalism, such as news reporting, feature writing, copy editing, and multimedia journalism.

During the internship period, the selected candidates will work closely with our experienced journalists and will be involved in various projects and assignments. They will also have the opportunity to attend press conferences, interviews, and other media-related events.

Our internship program is open to all students who are currently enrolled in a journalism course at your esteemed college. We welcome applications from students with diverse backgrounds and perspectives.

This internship will run for 3 to 6 Months, and we are currently accepting applications from 10th April 2023. If you have any students who are interested in this opportunity, please encourage them to submit their applications along with their resumes and writing samples to Info@gujaratexclusive.in. We will review each application carefully and select the most suitable candidates.

From, 
Gujarat Exclusive

Wednesday, April 5, 2023

Job @ Black&White @ aajtak.com

 

Information-Courtesy :
Dipak Bharavad, Student : 2018-2020

ભીમકથા : ૦૧

Courtesy : Google Image

ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
....................................................................

તારીખ :
૦૫-૦૪-૨૦૨૩, બુધવાર
૦૬-૦૪-૨૦૨૩, ગુરુવાર
૧૧-૦૪-૨૦૨૩, મંગળવાર
૨૭-૦૪-૨૦૨૩, ગુરુવાર

સમય :
સવારે પોણા અગિયારથી સવાઅગિયાર

સ્થળ :
ઉપાસના ખંડ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૦૯

Tuesday, April 4, 2023

'महामानव महावीर' | भगवान महावीर पर केंद्रित वृत्तचित्र | जयपुर दूरदर्शन


महावीर जयंती की हार्दिक शुभकामनाएं ।

कुछ वर्षों पूर्व जयपुर दूरदर्शन ने 'महामानव महावीर' नाम से भगवान महावीर पर केंद्रित एक वृत्तचित्र का निर्माण किया था। इस कार्यक्रम का प्रसारण दूरदर्शन के राष्ट्रीय चैनल पर किया गया था।


(Courtesy :
Prof. (Dr.) Sanjeev Bhanawat,
Researcher and Script-Writer of 'MahaManav Mahaveer')

Saturday, April 1, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1415


તેઓ શેના નાયક છે?
તેઓ સેનાનાયક છે?

ભાષાની મજા, મજાની ભાષા - 1414


'અમારી દુકાન પાછળ છે.'
'અમારી દુકાન પાછળ રહી ગઈ છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1413


'અમારી બીજી કોઈ શાખા નથી.'
'અમારી બીજી કોઈ શાખ નથી.'

પ્રશ્નપત્રના પરિસંવાદ જોગ


વિદ્યાર્થીઓએ, એમને આપવામાં આવેલા સ્વાધ્યાયના વિષય ઉપર, પાંચ મિનિટની નિર્ધારિત સમયમર્યાદામાં, સારરૂપ, મૌખિક રજૂઆત કરવી.

પ્રત્યેક પરિસંવાદમાં સામગ્રીની ગુણવત્તા, રજૂઆતની કળા, આત્મવિશ્વાસની હાજરી, વિષયની સમગ્ર સમજણ જેવા મુદ્દાઓના આધારે વીસ ગુણનું મૂલ્યાંકન થશે.

પરિસંવાદ પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓએ વર્ગપ્રતિનિધિને સ્વાધ્યાય જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી.

પરિસંવાદમાં, હાજરીપત્રક-ક્રમાંક અનુસાર, પોતાનો વારો હોય ત્યારે, ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની ગંભીર નોંધ લેવામાં આવશે.