Tuesday, April 11, 2023

માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા


માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા બાહ્ય પરીક્ષક દ્વારા લેવાશે.

વિદ્યાર્થીએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ના અહેવાલની એક નકલ વિભાગમાં જમા કરાવેલી હોવી અનિવાર્ય છે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ પોતાના માધ્યમ-પ્રશિક્ષણ અહેવાલની વધુ એક નકલ મૌખિક પરીક્ષામાં લઈને જ આવવું.

વિદ્યાર્થીએ વિભાગમાં જમા કરાવેલી અહેવાલની નકલ બાહ્ય પરીક્ષકને આપવામાં આવશે.

બાહ્ય પરીક્ષક, અહેવાલનો જે પૃષ્ઠ-ક્રમાંક કહે તે પૃષ્ઠ-ક્રમાંક ખોલીને, વિદ્યાર્થીએ જે તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવાના રહેશે.

બાહ્ય પરીક્ષક વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) સંબંધિત કોઈપણ સવાલ પૂછી શકે છે.

વિદ્યાર્થીઓએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની કામગીરી જેટલી ગંભીરતાપૂર્વક કરી હશે એટલી જવાબ આપવામાં હળવાશ રહેશે.

વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની બાહ્ય મૌખિક પરીક્ષાની શુભેચ્છાઓ.

No comments:

Post a Comment