'મહાત્મા ગાંધીની જીવનચર્યા આ વાતની સાક્ષી છે કે તે સમયના કેટલા ચુસ્ત હતા. સરહદના ગાંધી તરીકે પ્રખ્યાત લોકપ્રિય અબ્દુલ ગફારખાન બાપુની બે વાતોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા – સમયની ચુસ્તતા અને તેમની વિનોદવૃત્તિ. ગાંધીજીએ એ બાબતની કદી પણ પરવા ન કરી કે તેમને મળવા આવનાર વ્યક્તિ મોટી છે કે નાની. તેમના માટે કોઈ મોટું હતું, તો તે સમય હતો. ત્યાં સુધી કે જવાહરલાલ નેહરુ કે સરદાર પટેલ જેવા પ્રસિદ્ધ નેતાઓ સમય પહેલાં સાબરમતી આશ્રમમાં આવી જતા, તોપણ ગાંધીજી આગળથી આવીને તેમને ન મળતા. તે એમ કરી જ ન શકતા, કારણ કે તે દરમિયાન તે બીજું કશું કરતા હોય. તે જ રીતે તે પણ બીજાઓને મળવામાં કદી પણ મોડું ન કરતા.'
સમય તમારી મુઠ્ઠીમાં
ડૉ. વિજય અગ્રવાલ
અનુવાદ : હરેશ ધોળકિયા
ડિવાઇન પબ્લિકેશન્સ
અમદાવાદ - ૩૮૦ ૦૦૧
પ્રથમ આવૃત્તિ
ડિસેમ્બર ૨૦૦૯
પૃ. ૧૦૮
No comments:
Post a Comment