Saturday, October 28, 2023

|| બાળવાર્તાઓનો એક યુગ આથમ્યો | વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય ||


આજીવન બાળવાર્તા અને લેખન પર નિર્વાહ કરનારા અગ્રણી ગુજરાતી બાલ-સાહિત્યકાર હરીશ નાયક ગત મંગળવારે દશેરાના દિવસે, 24 ઓક્ટોબર 2023ની સવારે અમદાવાદમાં તેમના નિવાસ 'ફોલી હોમ્સ' ખાતે ચિરવિદાય થયા. તેમની ઉંમર 97 વર્ષ હતી. આરંભે તેઓ ડોંગરેજી મહારાજની કથાઓમાં જતા અને કથામાં અપાતાં દૃષ્ટાંતકથાઓ બરાબર સાંભળીને લખી લઈ પછીને બાળસહજ ભાષામાં ઉતારતા અને પોતે પરિવાર સમેત ઠેકઠેકાણે બાળકો માટે વાર્તાઓ કહેવા જતા. સૌથી વધુ બાળકોને વાર્તાઓ કહેવાનો વિક્રમ એમના નામે છે. વચ્ચે થોડાં વર્ષ તેઓ અમેરિકામાં રહેલા અને ત્યાં એમને વડીલ-પરિવાર સંમેલનો અને બાળકોને વાર્તાઓ કહેવાનો ચીલો ચીતરેલો. ગુજરાતી બાળવાર્તા સાહિત્યમાં એમનું વિપુલ પ્રદાન છે.

આજે 28 ઓક્ટોબર એમનો જન્મદિવસ. થોડાં વર્ષ અગાઉ એમના જન્મદિવસે એક ડોક્યુમેન્ટરી બનાવેલી. હરીશ નાયકની વાણી અને વાર્તામાં સહજતા અને માનવીય સંવેદનાની જીવંત પ્રતીતિ માણવા એમના જન્મદિવસે નિર્મિત ટૂંકી દસ્તાવેજી ફિલ્મ નિહાળો.


(સૌજન્ય : ભાગ્યેન્દ્ર પટેલ)

No comments:

Post a Comment