Saturday, May 16, 2020

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૨૦


* સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે.
'સિટી ભાસ્કર', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, અમદાવાદ, ૧૦-૦૧-૨૦૨૦, શુક્રવાર, પૃષ્ઠ : ૦૩ 

* કોરોનાનો કક્કો
'સિટી ભાસ્કર', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, અમદાવાદ, ૨૪-૦૪-૨૦૨૦, શુક્રવાર, પૃષ્ઠ : ૦૭

* હાઇકુ // ઘરબંધી
'પોએટ્રી' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૫-૦૫-૨૦૨૦ 
પુનર્મુદ્રણ : 'નિરીક્ષક', ૧૬-૦૫-૨૦૨૦, પૃષ્ઠ : ૦૮ 

* રબારી બહેનોની રુઆબદાર બાની
મૂળ લેખ : 'વલોણું', નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૩-૦૪
પુનર્મુદ્રણ :
રબારી બહેનોની રુઆબદાર બાની
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૩-૦૮-૨૦૨૦
પુનર્મુદ્રણ :
e.અસ્મિતા (ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)નું મુખપત્ર, સંપાદક : પંચમ શુક્લ)
અંક : ૧૬, ૦૧-૦૯-૨૦૨૦

* એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!
મૂળ લેખ : 'દૃષ્ટિ' (ISSN 0971-6629)
'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, અંક : ૦૯, વર્ષ : ૪૦, સપ્ટેમ્બર, ૨૦૦૪
પૃષ્ઠ : ૦૩-૦૪ 
પુનર્મુદ્રણ :
એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૫-૦૯-૨૦૨૦

* પુનર્મુદ્રણ : 
'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ'
નવજીવનનો અક્ષરદેહ',
જુલાઈ-ઑગસ્ટ, ૨૦૨૦, સળંગ અંક : ૮૭-૮૮, પૃષ્ઠ : ૨૫૧-૨૫૨

* (XIIII) જામફળનાં બી : ન બીવે એ બીજાં 
'સાર્થક જલસો', દિવાળી અંક, પુસ્તક-૧૪, ઑક્ટોબર, ૨૦૨૦, પૃષ્ઠ : ૧૬૪-૧૬૬

* (XIV) સર્વસાંધાશૂળ ઉર્ફે ચિકુનગુનિયા
'ઉત્સવ', ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), નવેંબર, ૨૦૨૦, પૃષ્ઠ : ૧૩૪-૧૩૬

* પુનર્મુદ્રણ :
ગાંધીના સંગમાં સરદારના વ્યંગ
'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૨-૨૦૨૦

* પુનર્મુદ્રણ : ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'ગાંધીયાના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૩૧-૧૨-૨૦૨૦
https://opinionmagazine.co.uk/details/6735/gandhinaa-hind-swarajmaam-graamchetanaa

Friday, May 15, 2020

હાઇકુ // ઘરબંધી

ડૉ. અશ્વિનકુમાર

*
સફાઈકર્મી 
ગલીકૂંચીઓ વાળે,
ઘરબંધીમાં.
*
શ્રમિકો રસ્તા 
ઉપર આવી ગયા, 
ઘરબંધીમાં.
*
'રખડવાનો 
આનંદ' પણ વાંચ્યું,
ઘરબંધીમાં.
*
પૃથ્વી દિનને 
ઊજવ્યો, છઠ્ઠા માળે,
ઘરબંધીમાં.
*
દિવસો વીત્યા,
અમે ન બદલાયાં,
ઘરબંધીમાં.

સૌજન્ય : 'પોએટ્રી' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૫-૦૫-૨૦૨૦
https://opinionmagazine.co.uk/details/5701/haiku-//-gharbandhee

પુનર્મુદ્રણ : 'નિરીક્ષક', ૧૬-૦૫-૨૦૨૦, પૃષ્ઠ : ૦૮
https://nirikshakgujaratipakshik.files.wordpress.com/2020/05/16-5-20-nireekshak-special-mobile-friendly.pdf

Wednesday, May 13, 2020

'Indian Opinion' in the History of South African Journalism

બાપુ બોલે તો // પત્રકારત્વની પાઠશાળા







અંગુલીનિર્દેશ-સૌજન્ય :
કિરણ કાપુરે, ગાંધીજીના પત્રકારત્વ વિષયક સંશોધક, લેખક, સંપાદક

Live : Solar System and the night sky

Police drone catches teens violating COVID-19 lockdown

COVID-19 proves that media’s value is growing – but we need to find better ways to measure it

Tuesday, May 12, 2020

Covid-19 : The Impact on Independent Media

COVID-19 : Reporting Guidelines

Media ethics, safety, & mental health reporting in the time of Covid-19

Tips for reporting on Covid-19

Covid19 and Media Freedom Monitoring

Florence Nightingale : The lady with the lamp

How to improve your respiratory health in case you get Covid-19

Air conditioners and sinus congestion

VoCORONAbulary


https://www.englishclub.com/vocabulary/coronavirus-covid19.php

https://time.com/5798684/coronavirus-glossary-definitions/

https://www.theweek.in/news/india/2020/03/17/how-covid-19-has-popularised-unfamiliar-terms-and-added-new-vocabulary.html

https://www.jdsupra.com/legalnews/the-vocabulary-of-crisis-how-covid-19-81628/

https://www.psychologytoday.com/us/blog/motivate/202004/novel-vocabulary-the-novel-coronavirus-covid-19

https://www.urbandictionary.com/define.php?term=Covidiot

https://europost.eu/en/a/view/covid-19-changes-also-our-vocabulary-new-lexicon-emerges-27615

https://www.hindustantimes.com/lifestyle/enrich-your-lexicon-with-covid-19-lingo/story-2m4oP3GCG1oaDORUWeRmjJ.html

https://www.newyorker.com/magazine/2020/04/13/a-temporary-moment-in-time

https://www.theadvertiser.com/picture-gallery/news/2020/03/25/coronavirus-vocabulary-explained-covid-19-cdc-symptoms-quarantine-pandemic/5083393002/

Sunday, May 10, 2020

Mahatma Gandhi and Sir Ratan Tata

The Great Pythagoras

The Great Archimedes

Why bathing is so important?!

101Reporters : Enabling grassroots reporters tell untold stories

Covering a pandemic in the age of disinformation and media control

Friday, May 8, 2020

જાતે વાળ કાપવાના પ્રયોગો


જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટ્યો તેમ હજામની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. હજામત તો વિલાયત જનારા સહુ હાથે કરતાં શીખે જ. પણ વાળ કાપવાનું કોઈ શીખતા હોય એવો મને ખ્યાલ નથી. પ્રિટોરિયામાં હું એક વેળા એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યો. તેણે મારી હજામત કરવાની ઘસીને ના પાડી, ને ના પાડવામાં જે તિરસ્કાર બતાવ્યો તે વધારાનો. મને દુ:ખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીદ્યો ને અરીસાની સામે ઊભા રહી વાળ કાપ્યા. વાળ જેમતેમ કપાયા તો ખરા; પણ પાછળના કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. કોર્ટમાં હસાહસ. 
'તારે માથે ઉંદર ફરી ગયા છે?' 
મેં કહ્યું : 'ના; મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે? એટલે જેવાતેવા પણ હાથે કાપેલા વાળ મને વધારે પ્રિય છે.' 
આ જવાબથી મિત્રોને આશ્ચર્ય ન થયું. ખરું જોતાં પેલા હજામનો કશો દોષ નહોતો. જો તે શ્યામવર્ણ લોકોના વાળ કાપે તો તેની કમાણી જાય. આપણે ક્યાં આપણા અસ્પૃશ્યોના વાળ ઊંચવર્ણા હિંદુઓના હજામ પાસે કપાવા દઈએ છીએ? એનો બદલો મને દક્ષિણ આફ્રિકામાં એક નહીં પણ અનેક વેળા મળ્યો છે; અને આપણા દોષનું એ પરિણામ છે એવી મારી સમજ હોવાથી મને એ વાતનો કદી રોષ નથી ચડ્યો.

- મોહનદાસ કરમચંદ ગાંધી
(સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી)

A Guide to Our Coronavirus Coverage

Media literacy in Coronavirus time: How to fact-check information on the internet?

Monday, May 4, 2020

Holistic Healthcare in a Post-Pandemic World // Ela R. Bhatt


The current COVID-19 pandemic has become a wake-up call for every country, big and small, rich or poor, developed or developing. It has opened our eyes to the fragility of our healthcare systems, the instability of our economic structures, rising communal hatred, and to the vulnerabilities of our society. How well we cope with this crisis will depend on how we respond to local - not only global - realities, and how well we recover from the crisis will depend on how willing we are to reorganise our priorities when we rebuild.

In the face of a highly contagious virus, the need to act is acute. Yet in a country like India, where the urban poor live on the streets, in slums, or cheek by jowl in one and two room housing; where their limited supply of water must be fetched from communal water taps; and where hundreds use the few neighbourhood toilets, it is nearly impossible to implement what is paradoxically called social distancing, vigorous hand washing, and vigilant decontamination.

Similarly, for millions of daily wage earners, migrant workers, and self-employed workers, staying home is just not an option. A day without work is a day without food. Daily wage earners have negligible savings to fall back on, so they must borrow to survive. Extended periods of borrowing reduces the likelihood of recovery, almost exponentially. How is a large, vulnerable population, caught in a spiral of debt, to build a healthy economy? They are victims of two pandemics, one medical, the other economic.

Have we not known that our working poor have hardly any effective and adequate safety net? As a nation, we have yet to achieve large-scale results and put in concerted efforts to build systems and structures to support them. As a result, pre-existing poverty has exacerbated the impact of the pandemic, and compounded the problems we are left to deal with.

So what can we do differently and more to go forward? How do we build a better society that is not as susceptible to debt, disease, and devastation after the pandemic?

We begin by investing in the three basic needs of people-- food, water, and shelter; and provide three primary basic services--healthcare, education, and banking that people and societies need for their well-being. By focusing on these six needs and services, we can make sure that our post pandemic society is both sustainable and equitable.

Any doctor will tell you that the key to good health is nutritious food, clean water, fresh air, and physical and mental exercise. In short, after the pandemic, we need to invest heavily in preventive measures that care for and nurture the not-sick.

Let us build local food networks that make fresh, local grain, milk, and vegetables affordable and available to every last citizen. Because food is a healthcare issue.
Let us provide clean water to urban and rural communities by building tanks, harvesting rain water, digging ponds, and cleaning our existing water bodies. Because water is a healthcare issue.

Let us take this opportunity to clean our environment by building toilets, by recycling our industrial waste, composting our organic waste, planting trillion trees, and by using solar and other renewable energies to meet our fuel needs. Because fresh air is a healthcare issue.

And let us make all work decent work, that provides good income, life insurance, disability assistance that can sustain the worker - especially the migrant worker - his family, and his community. Because work is a healthcare issue.

Let us facilitate the young and vulnerable self employed in their entrepreneurship by providing access to local markets, capabilities and training, sustained capital, and nimble credit so they do not sink into debt and despair. Therefore banking too is a healthcare issue.

Let us nurture education inside and outside the walls of a schoolroom, promoting literacy, and hands-on learning, and skill development that enriches the minds and hearts and promotes well-being. In this way, education is also a healthcare issue.

Lastly, let us remind ourselves of the lessons the pandemic is teaching us. When one member of the family falls sick, the entire family is affected, and soon the community is affected, the nation is affected, and then other communities in other nations. The well-being of one individual has an impact on people on the other side of the globe. This is true of every action of ours. What we eat, what we buy, what we think, and what we do has reverberations and repercussions on all life on earth. It is this anubandh, this interconnectedness, that sustains all life on earth. We are all in this together, whether we choose to see it or not.

- - - - x - - - -

(Courtesy : Prof.(Dr.) Anamik Shah, Vice-Chancellor, Gujarat Vidyapith, Ahmedabad- 380 014, May 4, 2020)

ભાષાની મજા, મજાની ભાષા - 1104


ગાંધીજીને જેલમાં નવજીવન મળ્યું.

ગાંધીજીને જેલમાં 'નવજીવન' મળ્યું.

ભાષાની મજા, મજાની ભાષા - 1105


ચોપડી કેવી, પણ પુસ્તક કેવું.

દા.ત.

તેમણે ચોપડી વાંચી.

તેમણે પુસ્તક વાંચ્યું.

Sunday, May 3, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1103


મુખ્યમંત્રીએ નાગરિકોને ઘરબંધી પાળવા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ દ્વારા વિનંતિ કરી.

મુખ્યમંત્રીએ નાગરિકોને ઘરબંધી પાળવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા વિનંતિ કરી.

World Press Freedom Day // 3 May

The cartoons reflecting on press freedom in times of COVID-19

International Days // United Nations

Friday, May 1, 2020

Covid-19 and Dalit Issues


https://feminisminindia.com/2020/04/30/covid-19-casteist-pandemic/










How Social Media Is Shaping Our Fears of — and Response to — the Coronavirus

'ભૂમિપુત્ર' વિચારપત્રનું વીજાણુ સ્વરૂપ



How does coronavirus spread and how can you protect yourself?

ભાષાની મજા, મજાની ભાષા - 1101


ભારતીય સંસ્કૃતિનું વાક્ય : 'અતિથિ દેવો ભવ:'
કોરોનાકસોટીકાળનું વાક્ય : 'અતિથિ જાઓ ભવ:' (!)

લીલુંછમ વીજાણુ સરનામું

Cartoonist Satish Acharya's website

"Champal" // A Short Duration Film, A Long Distance Message



(Courtesy : Prashant Kuhikar, Bhushan Kankal)

How coronavirus has transformed the way we communicate

Friday, April 24, 2020

કોરોનાનો કક્કો






સૌજન્ય : 

'સિટી ભાસ્કર', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, અમદાવાદ, ૨૪-૦૪-૨૦૨૦, શુક્રવાર, પૃષ્ઠ : ૦૭
  

Monday, April 20, 2020

'નવજીવન' ને 'યંગ ઈંડિયા'


ગમે તેવી ધીમી તો પણ શાંતિ જાળવનારી હિલચાલ એક તરફથી થઈ રહી હતી, ત્યારે બીજી તરફથી સરકારની દમનનીતિ પુરજોરમાં ચાલી રહી હતી. પંજાબમાં તેની અસરનો સાક્ષાત્કાર થયો. ત્યાં લશ્કરી કાયદો એટલે જોહુકમી શરૂ થઈ. આગેવાનોને પકડ્યા. ખાસ અદાલતો તે અદાલતો નહોતી, પણ એક સૂબાનો હુકમ ઉઠાવનારી વસ્તુ થઈ હતી. તેણે પુરાવા પ્રમાણ વિના સજાઓ કરી. લશ્કરી સિપાહીઓએ નિર્દોષ લોકોને કીડાની જેમ પેટે ચલાવ્યા. આની આગળ જલિયાંવાલા બાગની ઘોર કતલ તો મારી આગળ કંઈ વિસાતની નહોતી, જો કે પ્રજાનું અને દુનિયાનું ધ્યાન તો એ કતલે જ ખેંચ્યું.

પંજાબમાં ગમે તેમ કરીને પ્રવેશ કરવાનું મારી ઉપર દબાણ થયું. મેં વાઇસરૉયને કાગળો લખ્યા, તાર કર્યા, પણ પરવાનગી ન મળે. પરવાનગી વિના જાઉં એટલે અંદર તો જવાય નહીં, પણ માત્ર સવિનય ભંગ કર્યાનો સંતોષ મળે. આ ધર્મસંકટમાં મારે શું કરવું એ વિકટ પ્રશ્ન મારી પાસે આવી પડ્યો. હું મનાઈહુકમનો અનાદર કરીને પ્રવેશ કરું તો તે વિનયી અનાદર ન ગણાય, એમ મને લાગ્યું. શાંતિની જે પ્રતીતિ હું ઈચ્છતો હતો તે હજુ મને નહોતી થઈ. પંજાબની નાદિરશાહીએ લોકોની અશાંત વૃત્તિને વધારી હતી. આવે સમયે મારો કાનૂનભંગ બળતામાં ઘી હોમવા જેવો થાય એમ મને લાગ્યું, ને મેં સહસા પંજાબમાં પ્રવેશ કરવાની સૂચનાને માન ન આપ્યું. આ નિર્ણય મારે સારુ કડવો ઘૂંટડો હતો. રોજ પંજાબથી ગેરઈન્સાફના ખબર આવે, ને રોજ મારે તે સાંભળવા ને દાંત પીસી બેસી રહેવું!

આટલામાં મિ. હૉનિમૅન, જેમણે 'ક્રૉનિકલ'ને એક પ્રચંડ શક્તિ બનાવી મૂક્યું હતું, તેમને પ્રજાને સૂતી મૂકી સરકાર ચોરી ગઈ. આ ચોરીમાં જે ગંદકી હતી તેની બદબો મને હજુયે આવ્યાં કરે છે. હું જાણું છું કે મિ. હૉનિમૅન અંધાધૂંધી નહોતા ઈચ્છતા. મેં સત્યાગ્રહ સમિતિની સલાહ વિના પંજાબ સરકારના હુકમનો ભંગ કર્યો તે તેમને નહોતું ગમ્યું. સવિનય ભંગ મુલતવી રાખ્યો તેમાં તે પૂરા સંમત થયા હતા. મુલતવી રાખવાનો ઈરાદો મેં પ્રગટ કર્યો તેના પહેલાં જ મુલતવી રાખવાની સલાહનો તેમનો કાગળ મને મોકલાયો હતો, તે મારો ઇરાદો પ્રગટ થયા અછી અમદાવાદ ને મુંબઈ વચ્ચેના અંતરને લીધે મને મળી શક્યો. એટલે તેમના દેશનિકાલથી મને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ દુ:ખ થયું.

આમ થવાથી 'ક્રૉનિકલ'ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાનો બોજો મારી ઉપર મૂક્યો. મિ. બ્રેલ્વી તો હતા જ, એટલે મારે બહુ કરવાપણું નહોતું રહેતું. છતાં મારા સ્વભાવ પ્રમાણે મારે આ જવાબદારી બહુ થઈ પડી હતી.

પણ મારે તે જવાબદારી લાંબો સમય વેઠવી ન પડી. સરકારની મહેરબાનીથી તે બંધ થયું.

જેઓ 'ક્રૉનિકલ'ના વહીવટમાં કર્તાહર્તા હતા તેઓ જ 'યંગ ઇંડિયા'ના વહીવટ ઉપર અંકુશ રાખતા — ઉમર સોબાની અને શંકરલાલ બૅંકર. આ બંને ભાઈઓએ 'યંગ ઇંડિયા'ની જવાબદારી ઓઢવાનું મને સૂચવ્યું ને 'યંગ ઇંડિયા'ને 'ક્રૉનિકલ'ની ખોટ હળવી કરવા સારુ અઠવાડિયાના એક વખતને બદલે બે વખત કાઢવાનું તેમને ને મને ઠીક લાગ્યું. સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની મને હોંશ હતી. પંજાબ વિષે હું કંઈ નહીં તો પણ યોગ્ય ટીકા કરી શકતો હતો, અને તેની પાછળ સત્યાગ્રહરૂપી શક્તિ પડી છે એમ તો સરકારને ખબર હતી. તેથી આ મિત્રોની સૂચનાનો મેં સ્વીકાર કર્યો.

પણ અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વેળા તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક 'નવજીવન' હતું. તેનું ખર્ચ પણ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલે અને તે મિત્રોએ મને સોંપ્યું. ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું પણ માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.

દરમ્યાન 'ક્રૉનિકલ' સજીવન થયું, એટલે 'યંગ ઇંડિયા' ફરી સાપ્તાહિક થયું, ને મારી સૂચનાથી તેને અમદાવાદમાં લઈ ગયા. બે છાપાં નોખે નોખે ઠેકાણે ચાલે તેમાં ખર્ચ વધારે થાય ને મને અગવડ વધારે થાય. 'નવજીવન' તો અમદાવાદમાં નીકળતું હતું. આવાં છાપાંને સ્વતંત્ર છાપખાનું જોઈએ એ તો મેં 'ઇંડિયન ઓપીનિયન'ને વિષે જ અનુભવ્યું હતું. વળી અહીંના તે વખતના છાપાના કાયદા પણ એવા હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં જ સહેલાઈથી થઈ શકે તેમ હતું, એટલે 'યંગ ઇંડિયા' અમદાવાદમાં લઈ ગયા.

આ છાપાં મારફત મેં સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો. બંને છાપાંની નકલો જૂજ ખપતી હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી. 'નવજીવન'ની ઘરાકી એકદમ વધી, જ્યારે 'યંગ ઇંડિયા'ની ધીમે ધીમે વધી. મારા જેલ જવા બાદ તેમાં ઓટ થયો ને આજે બંનેની ઘરાકી આઠ હજારની નીચે ચાલી ગઈ છે.

આ છાપાંમાં જાહેર ખબર ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાંની વિચારસ્વતંત્રતા જાળવવામાં આ પ્રથાએ બહુ મદદ કરી છે.

આ છાપાંની મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો. કેમ કે જોકે તુરત મારાથી સવિનય ભંગનો આરંભ ન કરી શકાયો, પણ હું મારા વિચારો છૂટથી પ્રગટ કરી શક્યો: જેઓ સલાહસૂચના માટે મારા તરફ જોઈ રહ્યા હતા તેમને આશ્વાસન આપી શક્યો. ને મને લાગે છે કે, બંને છાપાંએ તે અણીને સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદા જુલમને હળવો કરવામાં ફાળો ભર્યો.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા', ભાગ પાંચમો : ૩૪ : 'નવજીવન' ને 'યંગ ઈંડિયા')

'ઇન્ડિયન ઓપીનિયન'


જેમ કોમમાં લડતને અંગે અને અનુભવો લેતાં લેતાં પરિવર્તનો થયાં તેમ જ 'ઈન્ડિયન ઓપીનિયન'માં પણ બન્યું. એ અખબારમાં પ્રથમ જાહેરખબરો લેવામાં આવતી. છાપખાનાને અંગે બહારનું પરચૂરણ છાપવાનું કામ લેવામાં આવતું. મેં જોયું કે એ બંને કામમાં સારામાં સારા માણસોને રોકવા પડતા હતા. જાહેરખબરો લેવી જ તો પછી કઈ લેવી અને કઈ ન લેવી એનો વિચાર કરવામાં હમેશાં ધર્મસંકટો પેદા થતાં. વળી અમુક જાહેરખબર ન લેવાનો વિચાર થાય ને છતાં જાહેરખબર આપનાર કોમનો આગેવાન હોય, તેને દુ:ખ લગાડવાના ભયથી પણ ન લેવા યોગ્ય જાહેરખબર લેવાની લાલચમાં ફસાવું પડે. જાહેરખબરો મેળવવામાં અને તેનાં દામ વસૂલ કરવામાં સારામાં સારા માણસનો વખત જાય અને ખુશામતો કરવી પડે તે નોખું. અને સાથે એ પણ વિચાર આવ્યો કે જે છાપું કમાઈને અર્થે નહીં પણ કેવળ કોમની સેવાને અર્થે ચાલતું હોય તો તે સેવા જબરદસ્તીથી નહીં થવી જોઈએ, પણ કોમ ઈચ્છે તો જ થવી જોઈએ. અને કોમની ઈચ્છાનો ચોખ્ખો પુરાવો તો એ જ ગણાય કે કામ ઘટતી સંખ્યામાં ઘરાક થઈ તેનું ખર્ચ ઉપાડી લે. વળી એમ પણ વિચાર્યું કે છાપાને ચલાવવા સારુ, માસિક ખર્ચ કાઢવામાં, થોડા વેપારીઓને સેવાભાવને નામે પોતાની જાહરખબરો આપવા સમજાવવા, તેના કરતાં કોમના આમવર્ગને છાપું લેવાની ફરજ સમજાવવી, એ લલચાવનાર અને લલચાનાર બન્ને સારુ કેટલી બધી સુંદર કેળવણી થઈ પડે ? વિચાર થયો અને તુરત અમલમાં મૂકયો. પરિણામ એ આવ્યું કે જેઓ જાહેરખબર વગેરેની ભાંજગડમાં પડ્યા હતા તેઓ અખબાર સારું બનાવવાની મહેનતમાં ગૂંથાયા. કોમ તરત સમજી ગઈ કે “ઈન્ડિયન ઓપીનિયન'ની માલિકી અને તે ચલાવવાની જવાબદારી બન્ને તેને હસ્તક રહ્યાં. અમે બધા કામદારો નિશ્ચિત થયા. કોમ છાપું માગે તો પૂરેપૂરી મહનત કરી છૂટવા જેટલી જ ફિકર અમારે વેઠવી રહી, અને હરકોઈ હિંદીને તેની બાંય પકડી 'ઈન્ડિયન ઓપીનિયન' લેવાનું કહેતાં શરમ તો ન જ રહી, એટલું જ નહીં, પણ કહેવું એ અમે ધર્મ સમજવા લાગ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં અાંતરિક બળ અને સ્વરૂપ પણ ફર્યા અને એ એક મહાશક્તિ થઈ પડયું. તેની સામાન્ય ઘરાકી ૧૨૦૦-૧૫૦૦ સુધી હતી તે દિવસે દિવસે વધવા લાગી. તેનો દર વધારવો પડ્યો હતો તેમ છતાં લડાઈએ જ્યારે ઉગ્ર સ્વરૂપ પકડયું તે વખતે ૩,પ૦૦ નકલો સુધી ગ્રાહક વધ્યા હતા. 'ઈન્ડિયન ઓપીનિયન'નો વાચકવર્ગ વધારેમાં વધારે ર૦,૦૦૦ ગણી શકાય, તેમાં ૩,૦૦૦ ઉપરાંત નકલોનું ખપવું એ અજાયબીભરેલો ફેલાવો ગણી શકાય. કોમે એ વખતે એ છાપું એટલે સુધી પોતાનું કરી મૂક્યું હતું કે જો ધારેલે વખતે તેની નકલો જોહાનિસબર્ગમાં ન પહોંચી હોય તો મારી ઉપર ફરિયાદની ધાડ આવેલી જ હોય. ઘણે ભાગે રવિવારે સવારે એ જોહાનિસબર્ગમાં પહોંચતું. મને ખબર છે કે ઘણા માણસો છાપું આવે ત્યારે પ્રથમ કામ પહેલેથી તે છેલ્લે સુધી તેનો ગુજરાતી ભાગ વાંચી લેવાનું કરે. એક જણ વાંચે અને પાંચ પંદર તેને વીંટાઈને બેઠા હોય તે સાંભળે. આપણે ગરીબ રહ્યા એટલે કેટલાંક એ છાપું ભાગમાં પણ લેતા.
છાપખાનાને અંગે પરચૂરણ કામ નહીં લેવા વિશે પણ હું લખી ગયો. તે બંધ કરવાનાં કારણો પણ ઘણે ભાગે જાહરખબરના જેવાં જ હતાં. અને તે બંધ કરવાથી બીબાં ગોઠવનારાનો જે વખત બચ્યો તેનો ઉપયોગ છાપખાના મારફતે પુસ્તકો પ્રગટ કરવામાં થયો. અને એ પ્રવૃત્તિમાં ધન મેળવવાનો હેતુ ન હતો એમ કોમ જાણતી હતી. અને પુસ્તકો કેવળ લડતને મદદરૂપે જ છપાતાં હતાં તેથી પુસ્તકોનો ઉઠાવ પણ સારી રીતે થવા લાગ્યો. આમ છાપું અને છાપખાનું બંનેએ લડતમાં ફાળો ભર્યો. અને સત્યાગ્રહની જડ જેમ જેમ કોમમાં બાઝતી ગઈ તેમ તેમ છાપાંની અને છાપખાનાની, સત્યાગ્રહની દૃષ્ટિએ, નૈતિક પ્રગતિ પણ થતી ગઈ એમ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ')

'ઇંડિયન ઓપીનિયન'


હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બે ત્રણ અગત્યની વસ્તુઓની નોંધ લેવાની આવશ્યકતા છે.
એક પરિચય હમણાં આપી દઊં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરું કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિષે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.
આ અરસામાં જ શ્રી મદનજિતે 'ઇંડિયન ઓપીનિયન' છાપું કાઢવાનો વિચાર કર્યો. મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનું તો તે ચલાવતા જ હતા.છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉત્પતિ ૧૯૦૪માં થઈ. મનસુખલાલ નાજર અધિપતિ થયા. પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડ્યો. મારે નસીબે ઘણે ભાગે હમેશ દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.
મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કાંઈ નહોતું. તેમણે તો દેશનાં ઘણાં છાપાં ને સારુ લખાણો કર્યા હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેખો લખવાની તેમણે હિમત જ ન કરી.મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાનો બોજો મારા પર ઢોળતા.
આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી , તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા. તેવાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.
આ છાપામાં મારે કંઇ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી મુદતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું ન જ ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારુ જવાબદાર હતો, એમ હિંદી ને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢયા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકસાન થતું હતું એમ મને લાગ્યું.
હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉંડ મોકલવા પડતા.
પણ આટલાં વર્ષો પછી મને લાગે છે કે એ એ છાપાએ કોમની સારી સેવા કરીછે. તેમાંથી પૈસા પેદા કરવાનો ઇરાદો તો કોઈનો નહોતો.
મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે 'યંગ ઇન્ડિયા' અને 'નવજીવન મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ 'ઇંડિયન ઓપીનિયન' હતું. તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દસ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના, 'ઈંડિયન ઓપીનિયન'ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારું એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું, મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું,ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એના લખાણો ટીકાકારને પોતાની કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાળતાં. એ છાપાં વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.
આછાપા વાટે રંગબેરંગી મનુષ્ય સ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હ્રુદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા.તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમામ્થી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ મારે સરુ ઉતમ શિક્ષણ થઈ પડ્યુ.તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મલ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય હોઈ, શોભી ને તેને જોર મળ્યું.
વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ એ હું 'ઈંડિયન ઓપીનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણી નો ધોધ ગમનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાંને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે જ ચાલ્યા કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : સત્યના પ્રયોગો અથવા આત્મકથા, ભાગ ચોથો : ૧૩. ’ઇંડિયન ઓપીનિયન’)

લોક માધ્યમો // પરંપરાગત માધ્યમો

Sunday, April 19, 2020

Coronavirus : World

Coronavirus : India

Coronavirus : Gujarat

10 Bollywood films which portrayed teacher-student bond on screen

10 Inspiring / Motivational Hindi Movies for Teachers

‘Here I am going back to work after COVID-19’: Tacoma surgeon opens up about his battle | Dr. Prakash Gatta

પરંપરાગત માધ્યમ તરીકે કઠપૂતળી


https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/42531/5/05_chapter%201.pdf

https://shareinindia.in/kathputli-ni-kala/

https://shareinindia.in/gramya-jivan-kathputali-na-khel/

https://www.youtube.com/watch?v=q3ow6twhaLc

https://gujarati.webdunia.com/article/gujarati-stories/%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%B0%E0%AB%83%E0%AA%AA%E0%AB%80-%E0%AA%95%E0%AA%A0%E0%AA%AA%E0%AB%82%E0%AA%A4%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%B2%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%87-113052200011_1.htm

https://archive.org/details/dli.Pravakathakali

Tuesday, April 14, 2020

Live_Career in Journalism



Topic: Career options available for students, What does a future in journalism entail?
Speaker: Mr. Srinivasan Ramani, Deputy National Editor, The Hindu
Date & Time: 14.04.2020 at 04.30. PM

(Information-Courtesy : Viral Asjola, Central Library, Gujarat Vidyapith, Ahmedabad)

કાયમી સામાજિક અંતરની કવિતા




(કવિતા-સૌજન્ય : ડૉ. ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી)

Birds of Gujarat // ગુજરાતનાં પક્ષીઓ

'Saptak' : School of Music

Monday, April 13, 2020

ઘરબંધીમાં પક્ષીદર્શન

ડૉ. અશ્વિનકુમાર

.........................................................................................................................................

ઘરબંધીના સમયગાળામાં મનુષ્યેતર સૃષ્ટિને દિલથી માણવાનો મોકો મળી રહ્યો છે. ઘરથી કાર્યાલય અને કાર્યાલયથી ઘરની અવરજવર સ્થગિત છે. ઘરમાં જાણે કે નજરકેદ છીએ, એટલે નજર ઘર બહાર જાય એ સહજ છે. આપણે સ્થિર છીએ, પણ ખિસકોલાં એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદી રહ્યાં છે. પતંગિયાં એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર ઊડી રહ્યાં છે. સાવ નજીક, હૂપાહૂપ કરતી વાનરટોળી એક પાળી ઉપરથી બીજી પાળી ઉપર કૂદકા મારતી ક્યારેક જોવા મળે છે. થોડે દૂર, કૂતરાં એક શેરીમાંથી બીજી શેરીમાં આંટાફેરા કરતાં રોજેરોજ માલૂમ પડે છે. નરી આંખે ન જોઈ શકાતા એક વિષાણુના કારણે, કેટલાંક પક્ષીઓને અત્યારે નિરાંતે જોવાનું શક્ય બન્યું છે. કાગડાના કાકારવથી માંડીને કોયલનો ટહુકાર સાંભળી શકાય છે. ઘરની બારીમાંથી થોડાક જ અંતરે લીલીછમ વૃક્ષ-વસાહત દેખાય છે. લીમડા અને પીપળા, વડ અને કાસદ જેવાં વૃક્ષોની કુલ સંખ્યા દોઢેક ડઝન જેટલી છે. વૃક્ષોએ 'સોશિયલ ડિસ્ટન્સિંગ' (સામાજિક દૂરીકરણ) લાગુ કર્યું નથી, એટલે પંખીઓ ડાળીઓ ઉપર નિરાંતે અને નજીક બેસે છે. 

પક્ષીઓ માણસને ઓળખી શકશે કે કેમ એ ખબર નથી, પણ આ બોલબોલ જીવ આટલાં પક્ષીઓની ઓળખ કરી શક્યો છે. 

કબૂતર 
કાગડો 
કાબર
કૂકડિયો કુંભાર / કુંભારિયો કાગડો
કોયલ

ખેરખટ્ટો
ચકલી
ગિરનારી કાગડો
ચીબરી
કંસારો(ટુકટુકિયો) 

દરજીડો
પતરંગો
પીળક
પોપટ 
બુલબુલ 

મુનિયા
રાખોડી ફડક ફૂત્કી
લલ્લેડાં
વૈયાં
શકરોબાજ

શક્કરખોર 
સમળી
હોલાં
ગ્રે હોર્ન બિલ 
ગ્રીન પીજિયન

મોર 
બગલો 

Saturday, April 11, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1100


કવિ રાજેન્દ્ર શાહની અસલ પંક્તિ : 'ઘર ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા'

એમની માફી સાથેની અમારી પંક્તિ : 'ઘર ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિષાણુતા'

Explore on Twitter

Friday, April 10, 2020

Gandhiji's walk


Gandhiji used to walk around 18 km every day for nearly 40 years. During his campaign from 1913 to 1948, he walked around 79,000 km, which is equivalent to walking around the Earth twice.