"એ વખતે અમે દોલતખાના વિસ્તારમાં એક તોડીની મસ્જિદ પાસે રહેતા હતા. આઝાદીના દિવસે બધાં લોકો આપમેળે જ ઉજવણી કરવા લાગ્યાં હતાં. અમારા જેવડા છોકરાઓ નાના સરઘસ કાઢીને 'આઝાદી અમર રહો' જેવાં સૂત્રો પોકારતા હતા. પોતાની પોળના નાકે લોકો ગાંધીજીની ઝૂંપડી બનાવીને તેમાં તેમનું પૂતળું મૂકતાં. લોકો નાના ત્રિરંગા હાથે બનાવતા અને જાણે પોતાના ઘરે લગ્ન હોય તે રીતે પેંડા પણ વહેંચતા. અમે લોકો પણ જેમ દિવાળીમાં પરોઢિયે છોકરાઓ સબરસ વહેંચવા નીકળે તેમ સબરસ વહેંચવા નીકળ્યા હતા. હવે પહેલા જેવો ઉત્સાહ નથી. આઝાદ થઈ ગયા એટલે ફાયદો થયો હોય એવું નથી લાગતું. જોકે, હું મારા ઘરના દરવાજે પ્લાસ્ટિકનાં બે નાના ત્રિરંગા લગાવીને મારી રીતે સ્વાતંત્ર્ય દિવસ ઉજવી લઉં છું.”
સિટી લાઇફ પૂર્તિ, 'સંદેશ' દૈનિક, અમદાવાદ, 14-08-2004

No comments:
Post a Comment