Monday, August 25, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1600


મકાન હોય કે દુકાન, કાર્યાલય હોય કે સંગ્રહાલય, મૂળે તો એ સચવાઈ રહે એ માટે તાળું મારવામાં આવે છે. આમ, તાળું એ ખરેખર તો કશુંક સાચવવાનું કામ કરે છે. આથી, આપણી ભાષામાં તાળું માટે 'સાચવણું' જેવો શબ્દ છે. આ શબ્દ સાચવી રાખવા જેવો અને નિયમિત રીતે વાપરવા જેવો છે! અમારા સંબંધી-મિત્ર લાલજીભાઈ પાસેથી તાળા માટે 'હાચેણું' જેવો શબ્દ સાંભળીને બન્ને કાન ખુલી ગયા હતા!

No comments:

Post a Comment