Thursday, March 15, 2018

શિબિરાર્થીઓ માટેનું આયોજન


રાષ્ટ્રીય સેવા યોજના
શિબિરાર્થીઓ માટેનું આયોજન
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
 મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
 ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

ક્રમ
સમય
પ્રવૃત્તિ
૫:30  
ઉત્થાન  
૫:૪૫થી ૬:૩૦
પ્રભાતફેરી અને પ્રાર્થના
૬:૩૦થી ૭
હળવી કસરત
૭ થી ૭:૩૦
ચા
૭:૩૦ થી ૯:૩૦
શ્રમકાર્ય અને સફાઈકાર્ય
૯:૩૦ થી ૧૦
સ્નાન
૧૦ થી ૧૧
રસોઈ અને ભોજન
૧૧ થી ૧
બૌદ્ધિક સત્ર
૧ થી ૨:૩૦
વિશ્રાંતિ અને વાંચન
૧૦
૨:૩૦ થી  
હળવો નાસ્તો
૧૧
૩ થી ૪
સર્જનાત્મક પ્રવૃત્તિ
૧૨
૪ થી ૫
રમત-ગમત
૧૩
૫ થી ૭
લોકસંપર્ક  અને ગ્રામચેતના
૧૪
૭ થી ૮
રસોઈ અને  ભોજન
૧૫
૮ થી ૯:૩૦
ચર્ચાસત્ર અને શિબિર-સમીક્ષા
૧૬
૯:૩૦ થી ૧૦:૩૦
અહેવાલ અને રોજનીશી-લેખન
૧૭
૧૦:૩૦
શયન

શિબિર-તારીખ : ૧૫/૦૩/૨૦૧૮ થી ૨૧/૦૩/૨૦૧૮
શિબિર-સ્થળ : ગ્રામસેવા કેન્દ્ર દેથલી, તા : માતર , જિલ્લો : ખેડા.

રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) શિબિર

રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) શિબિર

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, 
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

શિબિર-સ્થળ : ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તા : માતર, જિ : ખેડા

તારીખ : ૧૫-૦૩-૨૦૧૮, ગુરુવારથી ૨૧-૦૩-૨૦૧૮, બુધવાર

કુલ શિબિરાર્થીઓ : ૧૨ (વર્ષ : ૦૧)

વિદ્યાર્થીઓ : ૧૦ (બહેનો : ૦૩, ભાઈઓ : ૦૭)
પ્રાધ્યાપક : ૦૧ (ડૉ. અશ્વિનકુમાર)
વિદ્યાર્થી : ૦૧ (ભાઈ) (ગ્રામઅર્થશાસ્ત્ર વિભાગ)

Wednesday, March 7, 2018

ભાષાની મજા, મજાની ભાષા - 1052


ભારતીય દંડ સંહિતાઓમાં ગુનેગાર માટે 'સમાજ કંટક' શબ્દ વપરાયો છે.
(સૌજન્ય : નગીનદાસ સંઘવી, 'તડ ને ફડ' કતાર, 'દિવ્ય ભાસ્કર' દૈનિક)

Thursday, March 1, 2018

હાસ્યરંગ /// જળસંકટમાં પાઉચ હોળી /// ડૉ. અશ્વિનકુમાર



સૌજન્ય : 


જળસંકટમાં પાઉચ હોળી, ડૉ. અશ્વિનકુમાર
'હાસ્યરંગ' (હોળી-ધુળેટી પર્વપૂર્તિ), 'દિવ્ય ભાસ્કર' દૈનિક, અમદાવાદ
૦૧-૦૩-૨૦૧૮, ગુરુવાર, પૃષ્ઠ : ૦૫

ભૂસાતાં હોળીચિત્રો : હોળૈયાં અને હારડા // ડૉ. અશ્વિનકુમાર


હોળીમાં હોળૈયાંના હારનો હરખ

હોળી ફાગણ સુદ પૂનમે પ્રગટે, પણ હોળૈયાં થોડા દિવસ અગાઉ બનાવવાં પડે. એ સમયે અમદાવાદ શહેરની અંદર ગાય-ભેંસ નિરાંતે પોદળા કરી શકે એટલી મોકળાશ હતી. ગાયમાતા કે ભેંસમાસીનાં છાણમાંથી હોળૈયાં બનતાં હતાં. હોળૈયાં એટલે હોળીમાં નાખવાનાં નાનાં છાણાં. હોળૈયાં કદમાં ક્યાંક પૂરી જેવાં તો ક્યાંક મેંદુવડાં જેવાં જોવા મળે. છાણાં અને હોળૈયાં થાપવાની રીત સરખી હોય. ફરક એટલો જ કે, છાણાંમાં વચ્ચે કાણું ન હોય, જ્યારે તાજાં હોળૈયાંની મધ્યમાં આંગળીથી કે સાંઠીકડાથી કાણું પાડવામાં આવે. હોળૈયાં તડકે સુકાઈ જાય એટલે તેને કાથી કે સૂતળીના દોરામાં પરોવી દેવામાં આવે. વ્યક્તિ અને વિસ્તાર પ્રમાણે હોળીમાતાના હારમાં નવીનતા જોવા મળતી. કોઈક ઠેકાણે તો, હાથની ચારેય સંયુક્ત આંગળીઓના આકાર જેવું હોળૈયું પણ બનાવવામાં આવે. જાણે કે, માતાજીની જીભ જ જોઈ લો! ક્યાંક તો, છાણનો પિંડલો લઈને તેને એવી રીતે દાબવામાં આવે કે તે 'લાડુ'માં પરિણમે. હોળૈયાંની જેમ 'જીભ' અને 'લાડુ'માં પણ વચ્ચે કાણાં પાડવાનું ભૂલવાનું નહીં. હવે, વચમાં 'જીભ' આવે, આજુબાજુમાં પાંચ-પાંચ હોળૈયાં આવે, પછી 'લાડુ' આવે, ફરી વાર પાંચ-પાંચ હોળૈયાં આવે એ રીતે દોરામાં પરોવણી કરતાં જવાનું. જેવો વખત અને વિશ્વાસ હોય તેવી હારની લંબાઈ વધે. આ જ રીતે હોલિકામાતાને સમગ્ર રીતે આવરી લેવાય એવો મહા-હાર બનાવવાનું બીડું પણ કોઈક વીરલા-વીરલીએ તો ઝડપ્યું જ હોય.


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

કોઈ કુશળ કારીગર હોય તો છાણમાંથી 'નારિયેળ' પણ બનાવી શકે. આ માટે દીવાસળીની ખાલી પેટીમાં કાંકરીઓ ભરીને તેને બંધ કરી દેવાની. આ બાકસની ફરતે, એવી રીતે છાણને લગાવતાં અને દબાવતાં જવાનું કે નારિયેળ જેવી આકૃતિ રચાતી જાય. એના સહેજ ઉપરના ભાગે કાણું પાડવાની સાવચેતી રાખવાની. આ કળાકૃતિ સરખી સુકાઈ જાય પછી તેને ખખડાવો તો કાંકરીઓ કર્ણપ્રિય ધ્વનિ કર્યા વિના રહે નહીં! આ 'નારિયેળ'ને પણ હોળૈયાંના હારમાં વચ્ચે પરોવી શકાય. હોળીના દિવસે મહોલ્લાની હરખપદૂડી યુવાટોળી હોળૈયાંના હાર ઉઘરાવવા નીકળે. બે જણના મજબૂત ખભા ઉપર આડી રાખેલી ડાંગમાં આખા મહોલ્લાના હાર પરોવાતા જાય. ત્યાર બાદ, હોળી માટે ઊભાં કરેલાં લાકડાં ઉપર હોળૈયાંના હાર ગોઠવવામાં આવે. હોલિકા-દહન પછી, શ્રદ્ધાળુ માણસો તાંબાના કળશને ઊંધો રાખીને, તેના ઉપર અંગાર-તપ્ત હોળૈયાં મૂકીને ઘરે પરત આવે. હોળૈયાંની રાખની પોટલી બનાવીને સાચવી રાખવામાં આવે. બાળકને શીળસ થાય ત્યારે, તેના શરીર ઉપર આ જ પોટલીમાંથી રાખનો છંટકાવ કરવાથી, તે મટી જાય એવી માતા અને માનતાના એ દિવસો હતા!

હારડા : કુછ મીઠા ખો જાય!

શહેરમાં ચોકલેટ, કેક, પેસ્ટ્રી, કે બ્રાઉનીના વર્તમાન વાયરાથી મીઠાઈઓનું મહત્વ ઘટી રહ્યું હોય એવું લાગે. એક વખત એવો હતો કે, હોળીના તહેવારની આસપાસના દિવસોમાં હારડાની બોલબાલા હતી. તમારા-મારા સિવાયના અમદાવાદીઓ 'હારડા'ની જગ્યાએ 'હાયડા' જેવો ઉચ્ચાર કરતા! હારડા એટલે ખાંડનાં ચકતાંનો હાર. ચોક્કસ અંતરે ગોઠવેલાં બીબાંમાં, લાંબો સફેદ દોરો પસાર કરવામાં આવે, અને એમાં ખાંડની ચાસણી નાખીને, એને ઠરવા દેવામાં આવે, એટલે હારડા તૈયાર થઈ જાય. હારડા એક એવી મીઠાઈ હતી કે જે ગળામાં પહેરાવી શકાતી હતી. જે બાળકની પહેલી હોળી હોય, એ બાળકનું અને એ રીતે હોળીનું મહત્વ વધી જાય. એમાં પણ બાળકના મોસાળમાંથી, મામા કોરાં કપડાં લઈ આવે. એનાં ઉપર કંકુનાં છાંટણાં નાખવામાં આવે. હોળીના દિવસે બાળકને કંકુનાં છાંટણાંવાળાં કપડાં પહેરાવવામાં આવે. એના નાજુક ગળામાં 'હારડો' પહેરાવવામાં આવે. માતા કે દાદી બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે. છેવટે, બાળકના ગળામાંથી હારડો કાઢીને હોળીની જ્વાળામાં હોમી દેવામાં આવે. વળી, જે છોકરા-છોકરીનું સગપણ થયું હોય એની પહેલી હોળી વખતે, બન્ને પક્ષ તરફથી એકબીજાને ધાણી-ખજૂરની સાથે હારડા મોકલવામાં આવે. આ માટે 'સવા શેરનો હારડો' એવો શબ્દપ્રયોગ પણ ચલણમાં હતો. કેટલીક જ્ઞાતિઓમાં આ રિવાજ આજે પણ પાળવામાં આવે છે. એમાં પણ, ખાંડનાં ચકતાં ઉપર ગોળ અરીસા ચોંટાડેલા હોય તેવા હારડા મોકલવામાં આવે છે. એક સમયે તો, પતરાંનાં ચોકઠાંમાં મઢેલા અરીસાને હારડા સાથે બાંધીને મોકલવામાં આવતો હતો. આમ, હારડાના દોરા સાથે સંબંધના તાંતણા બંધાયેલા જોવા મળતા હતા.

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઘરના ઓટલે કે ગલીના નાકે, બાળકો હારડા ચૂસ્યાં કરતાં હોય એવું દૃશ્ય સહજ હતું. કેટલાંક બાળકો પહેલા બટકાએ હારડાને એકવચનમાંથી બહુવચનમાં ફેરવી શકતાં હતાં. ક્યારેક તો હારડાની દોરી બે દાંત વચ્ચેની જગ્યામાં ભરાઈ જતી હતી. હારડાથી પોતાનાં બાળકોને ગળામાં 'ખિચખિચ' થઈ જશે એવી ચિંતાથી પરિવારજનો મુક્ત હતાં. કારણ કે, એ સમયે ટેલીવિઝન ઉપર ખાંસી-ઉધરસની દવાઓની ઝાઝી જાહેરખબરો પ્રસારિત થતી નહોતી! અંતે, વધેલા હારડા ખાંડના ડબ્બામાં સમાઈ જતા હતા. ઘરમાં થોડા દિવસો સુધી ચા બનાવવામાં ખાંડના દાણાની જગ્યાએ હારડાના કટકાની પસંદગી કરવામાં આવતી હતી. આજકાલની ચોકલેટી જાહેરખબરમાં 'કુછ મીઠા હો જાય' જેવું ગળચટું વાક્ય જોવા મળે છે. આપણા હોળી-પર્વમાંથી હારડા ભુસાઈ રહ્યા છે. પરિણામે, હારડા માટે 'કુછ મીઠા ખો જાય' જેવો ભાષાપ્રયોગ કરવો પડે એવો કડવો વખત આવ્યો છે.

.........................................................................................................................................
સૌજન્ય :

'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૧-૦૩-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3327/bhoosaataan-holichitro-holaiaan-ane-haaradaa

Tuesday, February 27, 2018

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે જાણીએ

મોરારજી દેસાઈને ૧૨૩મા જન્મદિવસે શ્રદ્ધાસુમન-અર્પણ કાર્યક્રમ


ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈનો ૧૨૩મો જન્મદિવસ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ ને બુધવારના રોજ ગાંધીઆશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે સવારે ૮ વાગે મનાવવામાં આવશે.

આ પ્રસંગે પ્રાર્થના-ભજન તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, તથા વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.
 
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મોરારજી દેસાઈનો જન્મદિવસ અને નિર્વાણદિન અભયઘાટ ઉપર મનાવવામાં આવે છે.

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લ્ભભાઈ પટેલ અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના આજીવન કુલપતિપદે કાર્યરત હતા.

Saturday, February 24, 2018

'હળવે હલેસે'

'સામાજિક બદલાવ માટે માધ્યમો' સંબંધિત સહચર્ય / Fellowship related to 'Media for social change'

કવિ-ગુરુ રવીન્દ્રનાથ


"૧૯૨૮માં કવિનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો. પરંપરાગત સમારોહ ઉપરાંત એ વર્ષે તેમને તેમનાં જ પુસ્તકોથી તોલવામાં આવ્યા અને એ પુસ્તકો સાર્વજનિક પુસ્તકાલયો અને સંસ્થાઓને ભેટ આપવામાં આવ્યાં. રાજા-મહારાજાઓને સોનાચાંદીથી તોલવાનો રિવાજ હતો. તેમનાં જ પુસ્તકોથી લેખકને તોલવાની સંભવત: આ પ્રથમ ઘટના હતી."

[ સૌજન્ય : કવિ-ગુરુ રવીન્દ્રનાથ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬૭ ]

Thursday, February 22, 2018

Wednesday, February 21, 2018

ડૉ. અશ્વિનકુમાર // પરિચય-પૃષ્ઠ




નામ : ડૉ. અશ્વિનકુમાર

વ્યવસાય : અધ્યાપન

હોદ્દો : પ્રાધ્યાપક

વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯


અભ્યાસ : 

બી.એસસી. (ભૌતિકશાસ્ત્ર)

બી.સી.જે.પી. (સુવર્ણચંદ્રક વિજેતા)

એમ.જે.એસ. (પ્રથમ વર્ગ - વિશેષ યોગ્યતા)

એમ.ફિલ. (પત્રકારત્વ)

પીએચ.ડી. (પત્રકારત્વ)


પારિતોષિકો : 

ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક

ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક


પત્રકારત્વમાં તાલીમ :

'કર્ણાવતી એક્સપ્રેસ' (લઘુ કક્ષાનું દૈનિક)

'સમભાવ' (મધ્યમ કક્ષાનું દૈનિક)

'ગુજરાત સમાચાર', ન્યૂ યોર્ક આવૃત્તિ (અગ્રગણ્ય દૈનિક)


કારકિર્દી

ઈ.સ. ૧૯૯૫થી ૧૯૯૬ : ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં, કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જુનિયર ટેલિકમ્યુનિકેશન ઑફિસર)

ઈ.સ. ૧૯૯૬થી આજપર્યંત : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક 


સંશોધન :

પારંગત(એમ.જે.એસ.) 
શીર્ષક : 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન'
માર્ગદર્શક : અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)

અનુપારંગત(એમ.ફિલ.) 
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ)

વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)
શીર્ષક  : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર
(અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)'
માર્ગદર્શક : ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)

માર્ગદર્શક :

પારંગત(એમ.એ.) : ઈ.સ. ૧૯૯૬થી 
અનુપારંગત(એમ.ફિલ.) : ઈ.સ. ૨૦૦૨થી 
વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) : ઈ.સ. ૨૦૧૫થી 


સંપાદન :

સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું  માસિક)
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)


વિશેષ કામગીરી :

સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિઓ
'ભાષાની મજા, મજાની ભાષા' નામે, સોળસો ત્રીસથી પણ વધુ 'ભાષા-નમૂના'નું નિર્માણ 

'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સાહિત્યનો અભ્યાસ અને વ્યાખ્યાનો

'બા-બાપુ-દોઢસો' ઉજવણી અંતર્ગત, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસનાખંડમાં 'કસ્તૂર-કથા'નો મૌલિક પ્રયોગ

'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત,

'મહાદેવકથા'નો મૌલિક પ્રયોગ
'મોહનકથા'નો મૌલિક પ્રયોગ
'વલ્લભકથા'નો મૌલિક પ્રયોગ
'ભીમકથા'નો મૌલિક પ્રયોગ
 
કતાર-લેખન :

શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર 
'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી હાસ્ય-વ્યંગ્ય કતાર

બ્લોગ (અક્ષર-આકાશિકા) : 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in)
પોસ્ટ્સ : 5950+
પેજવ્યૂઝ : 10,00,000+ (1 million+)
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

Monday, February 5, 2018

આચાર્ય જી.ભ. કૃપાલાની વ્યાખ્યાનમાળા : છેલ્લા બે સૈકાની પ્રકાશપૂર્ણ વિચારયાત્રા




'બહેતર ભારત'ને જાણીએ ...

શ્રીનિવાસ રામાનુજન વિશે જાણીએ

ભાષાની મજા, મજાની ભાષા - 1050

'તમે જેને ઓળખતા હો તેવા બે જવાબદાર માણસોની વિગતો આપો.'
'તમે જેને ઓળખતા હો તેવા બેજવાબદાર માણસોની વિગતો આપો.' (!)

ભાષાની મજા, મજાની ભાષા - 1048


જંગ સામાન્ય ન હોય , 'ખરાખરીનો' જ હોય!

ભાષાની મજા, મજાની ભાષા - 1049

એક શબ્દ, બે અર્થ !

'ધૃતરાષ્ટ્રની પત્ની ગંધારી હતી.'
'ધૃતરાષ્ટ્રની પત્ની ગંધારી હતી.'

ભાષાની મજા, મજાની ભાષા - 1047

ચૂંટણીમાં 'કાંટાની ટક્કર' થાય છે, 'ફૂલોની ટક્કર' ક્યારેય નહીં!

ભાષાની મજા, મજાની ભાષા - 1046

અકસ્માત વિશેના સમાચારમાં 'આબાદ બચાવ' ઘણી વાર થતો હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1045

'હસ્તધૂનન' કરી શકાય, 'હસ્તધનૂન' નહીં!
     

ભાષાની મજા, મજાની ભાષા - 1044

'અમિત' અને 'અમીત'ના અર્થમાં બહુ મોટો ફેર પડી જાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1043

'જાતકર્મ' ન થાય તો ચાલે, પણ 'જારકર્મ'થી તો દૂર જ રહેવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1042

મેળ વગરની વાત કે ભલીવાર વગરના કામ માટે આપણી ભાષામાં 'થૂંકનો સાંધો' જેવો મજબૂત પ્રયોગ છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1041

'ગુરુ'માં બધું લઘુ જ હોય!

Saturday, February 3, 2018

'હળવે હલેસે'


સૌજન્ય :

એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

Friday, February 2, 2018

નિરંજન ભગત : જન્મદિને અભિવંદન


કવિ નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ભગતસાહેબ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિરંજન નરહરિ ભગત (૧૮-૦૫-૧૯૨૬થી ૦૧-૦૨-૨૦૧૮)

http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Niranjan-Bhagat.html


જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે-ચાર ઘડી
ને ગાઈ શકું બે-ચાર કડી

નિરંજન ભગત

Tuesday, January 23, 2018

'આમી અસલ આદિવાસી'


વિગત-સૌજન્ય :
સંધ્યા કાર, વિદ્યાર્થિની, અનુપારંગત(એમ.ફિલ.), પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Monday, January 22, 2018

ગમતાંનો કરીએ ગુલાલ, રડતાંનો કરીએ રૂમાલ!

'રાજકારણ' રમવામાં નહીં, પણ વાંચવામાં રસ હોય તો ...

વિજ્ઞાનની મજા અને મજાનું વિજ્ઞાન

Science Is Fun event at VASCSC, Ahmedabad, 22-24 January 2018



Invitation-Courtesy :
Dilip Surkar
Executive Director
Vikram A Sarabhai Community Science Centre
Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91 79 26302085, 26302914, 26306497
Website: www.vascsc.org
Facebook: www.facebook.com/vascsc
-------------------------------------
Event helpline: 8000144407
Event email: vascsc.stem@gmail.com
Event page: www.facebook.com/vascsc.sif

Sunday, January 7, 2018

અનોખા પતિએ 'પત્ની દેવો ભવઃ' કહીને જાહેરમાં સન્માન કર્યું


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


સૌજન્ય : 'સંદેશ' દૈનિક, ૧૮-૦૧-૨૦૧૮, તંત્રીપાનું 

Saturday, January 6, 2018

પ્રત્યાયન-પંડિત વિલ્બર શ્રામ વિશે જાણીએ

ગ્રામીણ દુનિયાને જાણીએ :

'હળવે હલેસે'

ભાષાની મજા, મજાની ભાષા - 1040

ખોટો પ્રયોગ : 'ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે શૂર'

સાચો પ્રયોગ : 'ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર'

(નોંધ : ભૂર એટલે કમઅક્કલ કે મૂર્ખ માણસ)

ભાષાની મજા, મજાની ભાષા - 1039

'અનૂદિત' અને 'અનુવાદિત' એ બન્ને શબ્દો સાચા છે?