અમદાવાદ મહાનગર પરિવહન સેવાની બસમાં સૂચના લખી હોય કે, 'ઊતરવા માટે આગળ જાવ.' એક દિવસ આપણે કાંકરિયા જવા માટેની મૂલ્ય-પત્રિકા(ટિકિટ) લીધી. આપણું ધ્યાન એ સૂચના ઉપર પડ્યું. કોઈએ પહેલા શબ્દનો પહેલો અક્ષર 'ઊ' ભૂંસી નાખ્યો હતો. એટલે સૂચના આ પ્રમાણે વાંચવામાં આવી : 'તરવા માટે આગળ જાવ.' આપણા ચિત્ત ઉપર ચિંતાએ ચઢાઈ કરી દીધી. કારણ કે આપણને તરતાં આવડતું નહોતું અને આપણે કાંકરિયા સિવાય ક્યાંય જવું નહોતું!
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Thursday, March 21, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 142
અમદાવાદ મહાનગર પરિવહન સેવાની બસમાં સૂચના લખી હોય કે, 'ઊતરવા માટે આગળ જાવ.' એક દિવસ આપણે કાંકરિયા જવા માટેની મૂલ્ય-પત્રિકા(ટિકિટ) લીધી. આપણું ધ્યાન એ સૂચના ઉપર પડ્યું. કોઈએ પહેલા શબ્દનો પહેલો અક્ષર 'ઊ' ભૂંસી નાખ્યો હતો. એટલે સૂચના આ પ્રમાણે વાંચવામાં આવી : 'તરવા માટે આગળ જાવ.' આપણા ચિત્ત ઉપર ચિંતાએ ચઢાઈ કરી દીધી. કારણ કે આપણને તરતાં આવડતું નહોતું અને આપણે કાંકરિયા સિવાય ક્યાંય જવું નહોતું!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment