અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, March 31, 2023
Wednesday, March 29, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1412
Tuesday, March 28, 2023
Monday, March 27, 2023
'વિશ્વ રંગભૂમિ દિવસ' નિમિત્તે શુભેચ્છાઓ
બોલ બોલતો તોળી-તોળી,
હું છેલછબીલો ગુજરાતી.
તા થૈયા થૈયા તા થઈ...
(ગુજરાતી ભવાઈની જાણીતી પંક્તિ)
Saturday, March 25, 2023
Friday, March 24, 2023
Thursday, March 23, 2023
Tuesday, March 21, 2023
Useful Content on 'Content Analysis'
https://www.publichealth.columbia.edu/research/population-health-methods/content-analysis
(Information-Courtesy :
Monday, March 20, 2023
ખેતરમાં ઝાડ નીચે બેસીને આ યુવાનો બ્લોગિંગથી દર મહિને લાખો રૂપિયા કઈ રીતે કમાય છે? | શ્રીકાંત બંગાળે | બીબીસી
ભાષાની મજા, મજાની ભાષા - 1410
'પરિણીતા' એટલે જ 'પરણેલી સ્ત્રી'. આથી, 'પરિણીતા સ્ત્રી' જેવો શબ્દપ્રયોગ ટાળવો!
ભાષાની મજા, મજાની ભાષા - 1408
કયું વાક્ય સાચું છે?
જોડિયા દીકરાઓએ માવતરને હાથ જોડિયા.
જોડ્યા દીકરાઓએ માવતરને હાથ જોડ્યા.
જોડિયા દીકરાઓએ માવતરને હાથ જોડ્યા.
જોડ્યા દીકરાઓએ માવતરને હાથ જોડિયા.
ભાષાની મજા, મજાની ભાષા - 1407
દંપતીને ત્યાં જાડિયાં બાળકોનો જન્મ થયો.
દંપતીને ત્યાં જોડિયાં બાળકોનો જન્મ થયો.
ભાષાની મજા, મજાની ભાષા - 1405
'પોક મૂકવી' એટલે જ 'મોટેથી નામ દઈને રડવું.' આથી 'પોક મૂકીને રડવું' એ કેટલું યોગ્ય ગણાય?!
ભાષાની મજા, મજાની ભાષા - 1404
ગામજનો પોંક પાડનાર ખેડૂતની ફરતે વીંટળાઈ ગયા.
ગામજનો પોક પાડનાર ખેડૂતની ફરતે વીંટળાઈ ગયા.
Sunday, March 19, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1402
એટીએમમાં વીસ હજાર રૂપિયા જામ થઈ ગયા છે.
પૂર્ણ સ્વરાજ ભણી | આચાર્ય કૃપાલાની
ચારણી સાહિત્યમાં ગાંધીજી | ડૉ. અંબાદાન રોહડિયા
પત્રકાર / માધ્યમકર્મી બનવા માટેનો પૂર્ણ સમયનો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ
વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન
વિદ્યાશાખા : વ્યવસાયી અભ્યાસક્રમ વિદ્યાશાખા
વિશ્વવિદ્યાલય : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
અભ્યાસક્રમ : એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન)
સમયગાળો : બે વર્ષ (ચાર સત્ર)
સમયપત્રક : સવારના સાડાદસથી સાંજના છ સુધી
લાયકાત : કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ). છઠ્ઠા સત્રનું પરિણામ ન આવ્યું હોય તો પાંચમા સત્રના ગુણપત્રકના આધારે અરજી કરી શકાશે. સરકારના નિયમો અનુસાર અનામત બેઠકોની જોગવાઈ છે.
અભ્યાસક્રમની વિશેષતાઓ :
કુદરતી વાતાવરણમાં અને હરિયાળા પરિસરમાં ગાંધીવિચાર આધારિત કેળવણી
નિષ્ણાત પ્રાધ્યાપકો દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને માધ્યમ-નિષ્ણાતો સાથે નિયમિત સંપર્ક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનને લગતા મહત્ત્વપૂર્ણ વિષયોનું ગુજરાતી માધ્યમમાં સઘન અધ્યાપન
પ્રાયોગિક તાલીમ માટે સત્ર બેમાં અને સત્ર ચારમાં એક માસનું માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા ઇન્ટર્નશિપ)
મઘ્યસ્થ ગ્રંથાલયમાં આશરે છ લાખ પુસ્તકો / સંદર્ભગ્રંથોના ઉપયોગની સગવડ
વ્યાવસાયિક તકો :
સમાચારપત્રો અને સામયિકોમાં પત્રકાર બનવાની તક
રેડિયો અને ટેલિવિઝન ક્ષેત્રે માધ્યમકર્મી બનવાની તક
ડિજિટલ મીડિયામાં વિસ્તૃત કારકિર્દી બનવાની તક
સરકારી, અર્ધસરકારી, અને ખાનગી ક્ષેત્રમાં માહિતી / જનસંપર્ક અધિકારી તરીકે જોડાવાની તક
પત્રકારત્વનું શિક્ષણ આપતાં સંસ્થાનો / વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક તરીકે કામ કરવાની તક
માર્ગદર્શન માટે કાર્યાલયનું સરનામું :
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ,
મઘ્યસ્થ ગ્રંથાલયની સામે,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
ફોન નંબર : ૦૭૯-૪૦૦૧૬૩૩૨, ૦૭૯-૪૦૦૧૬૩૩૩
(સોમથી શુક્ર : 12-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 09-00થી 01-00 દરમ્યાન)
મો. ૯૪૨૭૩૧૭૯૭૧, ૯૬૩૮૯૮૧૫૧૧
(સોમથી શુક્ર : 03-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 11-00થી 01-00 દરમ્યાન)
ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ :
ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટેની લિન્ક :
https://www.gujaratvidyapith.org/
આ વેબસાઇટમાં નીચેની બાબત જુઓ :
Admission-2023-24
વિદ્યાર્થી અને શિક્ષક | આચાર્ય કૃપાલાની
Courtesy : google image |
Saturday, March 18, 2023
Seminar on Vahivancha Barot (Chronicler's) Vahi
Dr. Ambadan Rohadiya
Professor
Department of Gujarati
Shri Debashish Nayak
Ms. Arupa Lahiry
Dr. Balvant Jani
Director
પીએચ.ડી.-આર.એ.સી.માં રજૂઆતના મુદ્દા
Thursday, March 16, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1401
સંશોધનમાં સર્વેક્ષણ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોગ
Wednesday, March 15, 2023
Tuesday, March 14, 2023
સરદાર પટેલ વિશે આચાર્ય કૃપાલાની
ભાષાની મજા, મજાની ભાષા - 1400
ગુજરાતી ભાષામાં 'કોલસાની દલાલીમાં હાથ કાળા' જેવી કહેવત હોય તો, 'કાળો કોલસો' એવો શબ્દપ્રયોગ ટાળવો!
ભાષાની મજા, મજાની ભાષા - 1395
ભાષાની મજા, મજાની ભાષા - 1394
કપડાંના વેપારીને છ માસની આસન કેદની સજા કરવામાં આવી.
કપડાંના વેપારીને છ માસની આસાન કેદની સજા કરવામાં આવી.
Monday, March 13, 2023
Sunday, March 12, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1392
Saturday, March 11, 2023
સમૂહજીવનની પરીક્ષા
* કાંતણની કસોટી :
ત્રાક ખાલી કરીને લાવવી.
* ઝાડુ-નિર્માણ કૌશલ્ય :
ઝાડુ-નિર્માણ વિશેનું સાહિત્ય વાંચીને આવવું.
ઝાડુ-નિર્માણની માપ સાથેની આકૃતિ દોરવી.
* પ્રાર્થના અને ભજન :
મુખ્ય પ્રાર્થના અને એનું ભાષાંતર કરવું.
* પુસ્તક પરિચય
માન્ય પુસ્તકો વાંચવાં.
* સફાઈ
પરીક્ષકો જે સ્થળ સોંપે એની સઘન સફાઈ કરવી.
આટલી સૂચનાઓ ખાસ ધ્યાનમાં લો :
પરીક્ષામાં સમયસર આવી જવું.
આકૃતિ દોરવા માટેની સાધન-સામગ્રી લઈને આવવું.
પરીક્ષા માટે શુભેચ્છાઓ.
Friday, March 10, 2023
સ્મરણો : શાશ્વત
વર્ષ : ૧૯૯૪-૧૯૯૬
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Thursday, March 9, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1390
Mass Media Related Job @ Trending Gujarat
Trending Gujarat
31, 4th Floor, Vishvamitra Complex,
Opp Kalupur Bank, N/R Sardar Patel Stadium, Naranpura, Ahmedabad.
Location
TTG MEDIA PRIVATE LIMITED:-
23°02'42.4"N 72°33'42.0"E
https://goo.gl/maps/PXEWtBh7tZQ4y17V8
CONTACT PERSON
Operations Head
Devang Aacharya
+919723517812
Youtube : https://youtube.com/c/TrendingGujarat
Instagram : http://instagram.com/trendinggujarat_official
Facebook : https://www.facebook.com/TrendingGujaratOfficial
Twitter : https://twitter.com/trendinggujarat
Website : www.trendinggujarat.com
Whatsapp : 7383250067
ભાષાની મજા, મજાની ભાષા - 1388
મોહનદાસ કરમચંદ ગાંધી ઈ.સ. ૧૯૧૫માં સ્વદેશ પાછા પરત થયા.
મોહનદાસ કરમચંદ ગાંધી ઈ.સ. ૧૯૧૫માં સ્વદેશ પરત થયા.
Wednesday, March 8, 2023
સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે : ગાંધીજી
Tuesday, March 7, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1385
'હેપ્પી હોલી'ના બદલે 'હરખની હોળી', 'હરખીલી હોળી', 'હોળીનો હરખ' બોલીએ-લખીએ તો કેવું સારું!
Monday, March 6, 2023
કૂંચી આપો, બાઈજી! । વિનોદ જોશી
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી
કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;
ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી
– વિનોદ જોશી
હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં 'કૂંચી આપો, બાઈજી!'
https://youtu.be/ie4snkNp9FM
Sunday, March 5, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1380
કાળો કોટ પહેરીને, કોટની પાછળ પત્તા રમનાર અઠંગ જુગારીએ, કોટમાં કોટ રૂપિયાનો અછોડો પહેરીને બેઠેલા મિત્રને, કોટ આપ્યો!
Saturday, March 4, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1379
આ ચારમાંથી હિરણ્યકશિપુનો પુત્ર કોણ હતો?
પ્રહલાદ
પ્રલહાદ
પ્રહ્લાદ
પ્રલ્હાદ
Friday, March 3, 2023
Thursday, March 2, 2023
Wednesday, March 1, 2023
વલ્લભકથા : ૦૧
વિદ્યાર્થીઓના કાને નાખવા જેવી વાત
વિભાગમાં વર્ગખંડો અભ્યાસ કરવા માટે છે. ગ્રંથાલય વાચન માટે છે. આ સ્થળોએ નાસ્તા-પાણી કે ભોજનની મનાઈ છે.
વર્ષ એક અને વર્ષ બેના વિદ્યાર્થીઓએ વારો હોય ત્યારે, પોતાનો વર્ગખંડ નિયમિતપણે સાફ રાખવો.
બંને વર્ષના વિદ્યાર્થીઓએ રોજેરોજ છાપાં બાંધવાં.
વર્ગ-પ્રતિનિધિમિત્રો આ અંગે વિશેષ ધ્યાન આપે.
માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩
માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩
વર્ષ : ૦૧, સત્ર : ૦૨
અર્થ સાધુ, 'કેટીવી ન્યૂઝ ગુજરાતી', અમદાવાદ
અંકિતા વડોલિયા, 'વાઇબ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ
કલ્પેશ ચાવડા, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ
દિવ્યા સિંધવ, 'કેટીવી ન્યૂઝ ગુજરાતી', અમદાવાદ
ધવલ પટેલ, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ
ભાગ્યશ્રી વાઘેલા, 'ગુજરાત સમાચાર', અમદાવાદ
ભાર્ગવ મકવાણા, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ
માના મકવાણા, 'બુલેટિન ઇન્ડિયા', અમદાવાદ
મિનાક્ષી તોસાવડા, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ
મિહિર સોલંકી, 'વાઇબ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ
મૈત્રી મકવાણા, 'ન્યૂઝ18', અમદાવાદ
મૌલિક દેસાઈ, 'બુલેટિન ઇન્ડિયા', અમદાવાદ
યશ રાણા, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ
યોગેશ વાઘેલા, 'વીટીવી ન્યૂઝ', અમદાવાદ
રાહુલ નાયક, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ
વિશાખા ઠાકર, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ
સાહર રબારી, 'આજ કી બાત' ચેનલ, ગાંધીનગર
સંદિપકુમાર માલ, 'સંદેશ ન્યૂઝ', અમદાવાદ
સ્મિત દેસાઈ, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ
હર્ષદ રાઠોડ, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ
હાર્દિકસિંહ પરમાર, રેડિયો વન 95, અમદાવાદ