Tuesday, February 16, 2016

નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

એ વખતે અમદાવાદ શહેરમાં બાંધકામ માટે સાબરમતી નદીના પહોળા પટમાંથી રેતી લેવાતી હતી. જોકે, આ રેત ખટારા દ્વારા નહીં, પણ ગધેડાં દ્વારા બાંધકામ-સ્થળ ઉપર પહોંચતી હતી. વણજારા કે ઓડ જેવી જ્ઞાતિઓ માટે ગધેડાં આજીવિકા-આધાર બની રહેતાં હતાં. ગધેડાંની સંખ્યાના આધારે એ નાતમાં માણસનો મોભો પડતો હતો. પીઠ ઉપર રેતી ઊંચકીને ગધેડાં મહોલ્લા-ચાલી કે પોળ-ગલીમાં પહોંચી જતાં. શણનો ખાલી કોથળો સાવચેતીપૂર્વક કાપીને અને યોગ્ય રીતે સાંધીને ગધેડાંની પીઠ ઉપર એવી રીતે ગોઠવવામાં આવતો કે જેથી કરીને તેનો વચ્ચેનો ભાગ પીઠ ઉપર રહે અને છેડાના બન્ને ભાગમાં રેતી ભરી શકાય. આ બે ભાગ જાણે કે ગધેડાંનાં ગજવાં જેવાં લાગતાં. જેમાં આશરે પાંચ-પાંચ તગારાં રેતી સમાઈ શકે. કોઈ એક ગધેડાની પીઠ ઉપરના કોથળામાં ભરેલી રેતીમાં પાવડો ખોસેલો જોવા મળતો.

વણજારી કે ઓડણ પરંપરાગત ચણિયા-ચોળી-કાપડું પહેરતી અને માથે ઓઢણું રાખતી. હાથ-પગ-ચહેરા ઉપર છૂંદણાં ત્રોફાવતી. તેના હાથમાં કાંડાથી ખભા સુધી બલૈયાં અને સેંથીની સીધી લીટીથી કપાળમધ્યે લટકતો ચાંદીનો ટિક્કો જોવા મળતો. પગમાં સપાટા પહેરીને ઝપાટાભેર ડગ માંડતી. હાથમાં લાકડી રાખતી અને બે-બેની હરોળમાં ચાલતાં ગધેડાંને ટપારતી રહેતી. કહ્યાંમાં ન રહે તેવાં ગધેડાંને ડફણાં પડતાં અને તેઓ હોં...ચી ... હોં...ચી કરતાં. ગધેડાંના પ્રવેશથી શેરીનાં કૂતરાં ભસતાં અને તેમની પાછળ પડતાં. આવાં શ્વાનને ગર્દભ દ્વારા પશ્ચાત-ઉન્નત-પાદપ્રહારનો અણધાર્યો લાભ પણ મળતો. બાંધકામની જગ્યાએ 'કેટલાં ગધેડાં રેતી ઠાલવવાની છે?'ની જગ્યાએ 'કેટલાં ગધેડાં જોઈએ?' એવો જ સવાલ સંભળાતો. જૂની પેઢીએ એક ગધેડાની રેતીનો ભાવ કેટલાક આનાથી માંડીને થોડાક રૂપિયા સુધીનો આપ્યો છે. રેતી ઠાલવીને પરત થતાં ગધેડાં દરેક વખતે ખાલી પીઠે ન જતાં. ક્યારેક ઈંટ-રોડાં ખસેડવા માટે પણ તેમનો ઉપયોગ થતો. ગધેડાંને ચલાવવા માટે ન તો મોંઘા ભાવનાં ડીઝલ-પેટ્રોલની જરૂર પડતી કે ન તો તેઓ પ્રદૂષણ ફેલાવતાં. ગધેડાં ન ઝાઝો રસ્તો રોકતાં, ન બહુ ભીડ કરતાં. આજના શહેરમાં બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)નું વિસ્તરણ થાય અને ડી.આર.ટી.એસ.(ડોન્કી રિલાયેબલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)નું સંકોચન થાય એને 'વિકાસ' કહેવાય છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૨-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Wednesday, February 10, 2016

ભલા મોરા 'રામા'!

ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………

શહેરમાં બાળકો રિક્ષા, વાન, કે બસ દ્વારા ખાનગી શાળાઓ સુધી પહોંચે છે. અમદાવાદમાં એક સમય એવો હતો કે, બાળકો શહેર-સુધરાઈ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જ શિક્ષણ લેતાં હતાં. શિક્ષણનું માધ્યમ ગુજરાતી હતું. ભાર વિનાનું ભણતર હતું. શાળાઓ ઘરથી ખૂબ નજીક હતી. આથી, મોટા ભાગનાં બાળકો ચાલતાં જ શાળાએ પહોંચી જતાં હતાં. ખાધે-પીધે સુખી ઘરનાં બાળકો ઘોડાગાડીમાં આવજા કરતાં હતાં. સમયાંતરે ખાનગી શાળાઓ ખૂલવા લાગી. જેના કારણે બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે મૂકી જવા માટે તેડાગર બહેનોની જરૂર પડવા લાગી. દરમિયાનમાં, સંપન્ન પરિવારોમાં ઘરકામ કરતાં નોકર ઉર્ફે રામાની સાઇકલ ઉપર સવારી કરીને બાળકો ઘર અને શાળા વચ્ચે અવરજવર કરવા લાગ્યાં.

રામાની સાઇકલ ધ્યાનાકર્ષક હતી. સાઇકલના ગવર્નરને મજબૂત રીતે પકડીને હંકારનાર રામલાભાઈ ગર્વનર જણાતા હતા. બન્ને પેડલ ઉપર વારાફરતી ભાર આપતા રામાજીનો જોસ્સો જોનારને અનુભવાતો હતો. સાઇકલના ગવર્નર ઉપર બે નંગ અરીસા રહેતા. રામલાભાઈ અરીસામાં ડોકિયું કરીને મૂછના આંકડા વાળતા. આ દૃશ્ય કોઈ જોઈ જાય તો રામા શરમાઈને સીતા થઈ જતા! ગવર્નરની જમણી બાજુની ઘંટડી ઉપર તેઓ અંગૂઠો દાબતા રહેતા. ગવર્નરનાં કાળા હેન્ડલની નીચે લાલ-પીળા-લીલા-ભૂરા રંગની પ્લાસ્ટિકની પાતળી પટ્ટીઓનાં ફૂમતાં ફરકતાં રહેતાં. સાઇકલનાં પૈડાંને ઢાંકતાં પાંખિયાંની નીચેના છેડે, રબ્બર-પ્લાસ્ટિકનાં લટકણિયાંમાં અભિનેતાઓ-અભિનેત્રીઓ-રમતવીરો છબીરૂપે સમાઈ જતાં હતાં. સાઇકલના કેરિયર ઉપર લાકડાની લંબચોરસ પાટલી અને એની ઉપર પોચી ગાદી ધરાવતી બેઠકની વિશેષ સગવડ હતી. જેના કારણે એક મોટું કે બે નાનાં બાળકો આરામથી બેસી શકતાં હતાં. ગવર્નર અને રામાબેઠકની વચ્ચેના ડંડા ઉપર, આગળથી સહેજ ચપટી પણ ગોળાકાર ગાદી ઉપર એક બાળક ગોઠવાઈ જતું. નીચેના ડંડાએ આવેલા ટેકણિયા સુધી ટેણિયાના પગ પહોંચી જતા. એના દફ્તરનો ભાર રામલાભાઈનો ખભો ઉપાડી લેતો. આમ, માલિકનાં બાળકોને ઘરેથી શાળાએ મૂકવા અને પરત લઈ આવવાનું કામ રામલાભાઈ હોંશે-હોંશે કરતા હતા. રામાઓની સાઇકલ ઉપર બેસીને શાળાએ ગયેલાં બાળકો આજે ઘણાં આગળ નીકળી ગયાં હશે. પરંતુ રામાઓનાં બાળકો કેટલાં આગળ વધ્યાં હશે?!

…………………………………………………………………………………………………
સૌજન્ય : 
ભલા મોરા 'રામા'!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૨-૨૦૧૬, મંગળવાર

Wednesday, February 3, 2016

જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

૧૯૯૦ની પૂર્વેનાં એ વર્ષોમાં અમદાવાદમાં ‘આબાદ’ ડેરીનું નામ જાણીતું હતું. શહેરીજનોને સવારે છ આસપાસ અને બપોરે બાર આસપાસ એમ, દિવસમાં બે વખત છૂટક દૂધ મળતું હતું. આ દૂધની રિક્ષા કે ટેમ્પો આવે તે અગાઉ નાગરિકો પોતાનાં વાસણો કતારમાં ગોઠવી દેતા હતા. કેટલાંક ચતુરજનો પોતાના પ્રતિનિધિ તરીકે પથરો મૂકી જતા હતા. હરોળમાં પથરાનું ગૌરવ મોટે ભાગે સચવાતું. ક્યારેક આ પથરાને દૂર ફેંકી દઈને પુરાવાનો નાશ પણ કરવામાં આવતો હતો. અમદાવાદમાં રસ્તાની ધારે, પગદંડી ઉપર સિમેન્ટની પડદી અને છત ધરાવતી સંખ્યાબંધ કેબિન બનાવવામાં આવી હતી. વિસ્તાર અને વસ્તી અનુસાર આ કેબિન આગળ રિક્ષા કે ટેમ્પો દ્વારા, દૂધભર્યાં એલ્યુમિનિયમનાં કેન ઊતરતાં હતાં. દૂધના કેનના ઢાંકણને એલ્યુમિનિયમના તાર અને સીસાની મહોર થકી જડબેસલાક કરવામાં આવતું હતું. જેથી કરીને દૂધની ચોરી કે દૂધમાં પાણીની ભેળસેળ અટકાવી શકાય. દૂધનું વિતરણ કરનાર સંચાલક કેનને ખોલ્યા બાદ, એલ્યુમિનિયમના સળિયા જેવા સાધન થકી દૂધને હલાવીને એકસ્તર કરતા હતા.

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આબાદ ડેરીના દૂધ વિતરણ કેન્દ્રની બારીની બન્ને બાજુએ ભાઈઓ-બહેનોની કતાર જોવા મળતી હતી. તેઓ દૂધ લેવા માટે બરણી, કમંડળ, ડોલચી, નળી, પવાલી, તપેલી, કીટલી જેવાં વાસણો લઈને આવતાં હતાં. દૂધ વેચવા માટે ૧૦૦, ૨૦૦, અને ૫૦૦ ગ્રામનાં માપિયાંનો ઉપયોગ થતો હતો. દૂધની કેબિનની બારી જેવી ખૂલે કે તરત જ, બન્ને બાજુએથી ઊંચા થયેલા હાથ ખાલી વાસણ અને જરૂરી નાણાં સાથે ધસી જતા હતા. કતારના છેડે ઊભા હોય તેવા ગ્રાહકોને દૂધ મળશે કે નહીં તેની શંકા રહેતી હતી. દૂધનો જથ્થો ઓછો હોય અને ગ્રાહકો વધારે હોય તેવા સંજોગોમાં છેલ્લામાં છેલ્લા માણસ સુધી ચા પૂરતું પણ સો-બસો મિલીલિટર દૂધ મળી રહે એવું આયોજન થઈ રહેતું હતું. એ વર્ષોમાં પાંચ, દશ, વીસ, પચીસ, પચાસ પૈસાના સિક્કા વટથી ચાલતા હતા. દૂધવિતરણકાર્ય સંપન્ન થઈ ગયા બાદ, કેબિન ઉપરથી પાંચ-દશ-વીસ રૂપિયાની નોટના બદલામાં છૂટા પૈસા પણ મળી રહેતા હતા. આ પરચૂરણ સિક્કા માટે ‘ચિલ્લર’ શબ્દ પણ વપરાતો હતો. દૂધનાં વેચાણ બાદ, કેબિનને તાળાં દેવાઈ જતાં હતાં. ખાલી કેનને કેબિનની બહાર મૂકી દેવામાં આવતાં હતાં. જીવદયાના વિચારને વ્યવહારમાં ઉતારનારા ઉત્સાહી મિત્રો ખાલી કેનને ડામરના રસ્તા ઉપર ઊંધું કરી દેતા હતા. જેના કારણે સાવ તળિયે રિસાઈને બેઠેલું દૂધ ધીમી ગતિએ કાળી સડક ઉપર ટપકતું હતું. કૂતરીનાં બચ્ચાંને આ દૂધ ચાટવાની અને શેરીનાં બાળકોને આ દૃશ્ય જોવાની મજા પડતી હતી.

.................................................................................................................................
સૌજન્ય :
જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૨-૨૦૧૬, મંગળવાર

Sunday, January 31, 2016

ગાંધીનિર્વાણ દિને ...

ગૂજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધીની કૂચ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સમૂહ કાંતણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા શિલ્પાબહેન વૈષ્ણવ
કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી
કુલનાયક ડૉ. અનામિક શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

 ગાંધીકર્મશીલ શિલ્પાબહેન વૈષ્ણવ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


તારીખ : ૩૦-૦૧-૨૦૧૬
સમય : નમતા પહોરે સાડા ત્રણથી છ  
નિમિત્ત : ગાંધીનિર્વાણ દિન
કાર્યક્રમ :
* ગૂજરાત વિદ્યાપીઠ(ઉસ્માનપુરા)થી સત્યાગ્રહાશ્રમ(કોચરબ) સુધીની કૂચ
* ગૂજરાત વિદ્યાપીઠના વહીવટકર્તાઓ, સેવકો, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ કાંતણ
* વિદ્યાપીઠનાં પૂર્વ વિદ્યાર્થિની અને કર્મશીલ શિલ્પાબહેન વૈષ્ણવ (સંયોજક, સંવેદના ટ્રસ્ટ, ધોળી ભાખરી, મુકામ : વિરમપુર, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા)નું વ્યાખ્યાન

Wednesday, January 27, 2016

ડૉ. પૃથા દેસાઈ : મક્કમ મનોબળનો પર્યાય

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અમદાવાદનાં પૃથા દેસાઈએ બાર વર્ષની વયે, ૨૬-૦૧-૨૦૦૧ના રોજ ધરતીકંપમાં જમણો હાથ ગુમાવ્યો હતો. આજે પૃથા ડાબા હાથે લખે છે, ચિત્રો દોરે છે. તેઓ તરી શકે છે, ગાડી હંકારી શકે છે. તેઓ મક્કમ મનોબળના જોરે એમ.બી.બી.એસ. અને એમ.ડી. થઈ શક્યાં છે.

Thursday, January 7, 2016

ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે ગાંધીજીના કુટુંબીજનો

Arun Gandhi / અરુણ ગાંધી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Tushar Gandhi / તુષાર ગાંધી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્થળ-મુલાકાત : ૦૬-૦૧-૨૦૧૬

તુષાર ગાંધી એટલે અરુણ ગાંધીના પુત્ર
અરુણ ગાંધી એટલે મણિલાલ ગાંધીના પુત્ર
મણિલાલ ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધીના પુત્ર

Tushar Arun Manilal Mohandas Karamchand Gandhi

Saturday, January 2, 2016

Friday, January 1, 2016

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૬

* 'હિંદ સ્વરાજ' : વિશિષ્ટ આવૃત્તિની વાત
પુસ્તક પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૬, સળંગ અંક : ૩૩-૩૪, પૃષ્ઠ : ૦૮-૧૩

** પુનર્મુદ્રણ : મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

(૦૧) જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૨-૨૦૧૬, મંગળવાર

(૦૨) ભલા મોરા 'રામા'!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૨-૨૦૧૬, મંગળવાર

(૦૩) નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૨-૨૦૧૬, મંગળવાર

(૦૪) તમે લગ્નમાં છેલ્લે ક્યારે મહાલ્યાં હતાં?
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૨-૨૦૧૬, મંગળવાર

'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ
'નવજીવનનો અક્ષરદેહ', માર્ચ, ૨૦૧૬, સળંગ અંક : ૩૫, પૃષ્ઠ : ૬૯-૭૦

(૦૫) ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર

(૦૬) જ્યારે સરકારીમફતઅને કુદરતી પ્રસૂતિ થતી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૩-૨૦૧૬, મંગળવાર

(૦૭) અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર

(૦૮) હોળીમાં હોળૈયાંના હારનો હરખ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૩-૨૦૧૬, મંગળવાર

(૦૯) હારડા : કુછ મીઠા ખો જાય!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૩-૨૦૧૬, મંગળવાર

…………………………………………………………………………………………………


* (૧૦) વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૪-૨૦૧૬, મંગળવાર

(૧૧) મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર

(૧૨) લીમડો : રાષ્ટ્રીય કક્ષાનું 'સ્થાનિક વૃક્ષ'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૪-૨૦૧૬, મંગળવાર

(૧૩) ફૂટબોલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની મજા !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૪-૨૦૧૬, મંગળવાર


* (૧૪) ફ્રીઝ સામે મલકાતી માટલી !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૫-૨૦૧૬, મંગળવાર

* (૧૫) 'સેતુ' : સંવેદના સાથેના સર્જનનું સજ્જડ સરનામું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૫-૨૦૧૬, મંગળવાર

* (૧૬) ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૫-૨૦૧૬, રવિવાર

* મો.ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ'
સંક્ષિપ્ત પુસ્તક-પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', મે, ૨૦૧૬, સળંગ અંક : ૩૭, પૃષ્ઠ : ૧૫૧

(૧૭) અમે બરફનાં સદાય તરસ્યાં પંખી!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૪, 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૬-૨૦૧૬, રવિવાર

* (૧૮) દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૭-૨૦૧૬, રવિવાર

* (૧૯) જ્યારે શહેરમાં રીંછ જોવા મળતાં!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૬, રવિવાર

* (૨૦) આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૯-૨૦૧૬, રવિવાર

* (૨૧) 'મહોલ્લા માતાનો જય હો!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૦-૨૦૧૬, રવિવાર

(01) શાંતિ રાખો : ચાલક વાહન શીખે છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૨) 'હનુમાન તારા નામ છે હજાર...!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૬-૧૧-૨૦૧૬, રવિવાર

(02) તમારું નાણું ચલણી છે કે છલણી?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(03) આપણાં નાણાં છેવટે એટીએમનાં એમ રહ્યાં
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

(04) બે હજાર રૂપિયાની નોટ એટલે 'નવો વેપાર'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૧૧-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (05) અઢી લાખીયાં લગ્નની મૌલિક કંકોતરી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૩) 'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર

* (06) કૅશ બોલો ભાઈ કૅશ : કાળું નાણું, ખાખી વેશ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (07) કાળું નાણુંપીળી ધાતુલાલ આંખસફેદ જૂઠ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (08) પાવતીમાતા વિના બેંકનો સૂનો સંસાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૧૨-૨૦૧૬, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૫


શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ :
પુસ્તક : '@સ્વચ્છતા.com' (ISBN-9789383983421)
સંપાદક : રમેશ ઠક્કર, હરદ્વાર ગોસ્વામી
પ્રકાશક : બૂકશેલ્ફ, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
વર્ષ : જાન્યુઆરી, ૨૦૧૫
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ?

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર), વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮

ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭

મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
'ઘટના-વિશેષ', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

જાતને પૂછવા જેવો પ્રશ્ન
પુનર્મુદ્રણ : 'દલિત અધિકાર', ૧૬-૦૨-૨૦૧૫, પૃષ્ઠ : ૦૫

હવે શાલ નહીં, મફલર ઓઢાડીને સન્માન!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૨-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ
'વિગત-વિશેષ', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૨-૨૦૧૫
http://opinionmagazine.co.uk

સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

નખ-કાપણિયું : ચલિત નિબંધ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* બાબુભાઈ 'પોટલી'વાળા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

મહાવત એટલે મહાવટ!
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૪-૨૦૧૫; અંક : ૨૬૮, પૃષ્ઠ : ૧૦-૧૧

મંત્રીનું લિફ્ટમાં ફસાઈ જવું
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનસત્તા' દૈનિક, અમદાવાદ, ૨૬-૦૪-૨૦૧૫, રવિવાર, પૃષ્ઠ : ૦૭-૦૮

કૂતરાથી સાવધાન’ નવા વિકલ્પો તરફ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

*  'ર' નરનો 'ર'
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૦૪, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૧૦૯-૧૧૧

* શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
પુનર્મુદ્રણ : 'જનકલ્યાણ' માસિક, અમદાવાદ, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૩૪-૩૫

વરરાજાને દીધા વીજગોળીએ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

કંકોતરીમાં ખતરા અને અખતરા
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર',  ૧૩-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

કેરી-ગૂંદાંનો અથાણા-સંસાર
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર',  ૨૦-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર',  ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ભૂમિપુત્ર', ૦૧-૦૬-૨૦૧૫; પૃષ્ઠ : ૧૦-૧૧

પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

* મેગી આપણને બનાવી ગઈ!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* જોડણી માતાનો જય હો!
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'સાહિત્ય' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1506/જોડણી-માતાનો-જય-હો--

* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી
પુનર્મુદ્રણ : 'ગાંધીઆના' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૭-૦૭-૨૦૧૫
http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી

* ટૂંકાં નામમાં શું છે?
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

* 'અફવાદેવી, ભલું કરો!'
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

સદી નહીં, બસ ચૂક્યો સચિન
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬
પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

* સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા
                                ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા
                                અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ
                                શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, 'દિવ્ય ભાસ્કર વિશેષ', પૃષ્ઠ : ૧૨

* ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

પગરખાં હાથવગાં બને છે ત્યારે
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

'સુભાષ' સત્ય!

Saturday, December 26, 2015

'અગ્નિપુષ્પ'(ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ)નું લોકાર્પણ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : ગાંધી-વિનોબા-જયપ્રકાશનાં કામોને આગળ ધપાવવામાં જીવન સમર્પિત કરી દેનાર ચુનીભાઈ વૈદ્યના સ્મૃતિગ્રંથ(સંપાદન : કેતન રૂપેરા)નો લોકાર્પણ કાર્યક્રમ

ઉપસ્થિતિ : પૂર્વ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી, એકતા પરિષદના અધ્યક્ષ પી.વી. રાજગોપાલ, માનવહકોના લડવૈયા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ, 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહ, ગુજરાત લોકસમિતિના અધ્યક્ષ ગોવિંદ રાવલ

આયોજક : ગુજરાત લોકસમિતિ

તારીખ : ૧૯-૧૨-૨૦૧૫ • શનિવાર • સાંજે ૪ઃ૦૦ વાગ્યે

સ્થળ : કોચરબ આશ્રમ, પાલડી ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૬

Wednesday, December 23, 2015

ના.દે. સ્મરણાંજલિ કાર્યક્રમ


શ્રી નારાયણભાઈ દેસાઈના પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ
૯૨મા જન્મદિવસ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ


ગીત શ્રી ભદ્રા સવાઈ

સ્વાગત શ્રી અનામિક શાહ

ભૂમિકા તથા અનુવાદ પ્રતિષ્ઠાન વિશે શ્રી નીતિન શુક્લ


પુસ્તક લોકાર્પણ

પુસ્તકો વિશે શ્રી સુદર્શન આયંગાર

પ્રાસંગિક શ્રી ઉમાબહેન

મુખ્ય મહેમાન શ્રી કુમારપાળ દેસાઈ

અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરી

આભારદર્શન શ્રી રાજેન્દ્ર ખીમાણી

તારીખ : ૨૪.૧૨.૨૦૧૫ સમય : સાંજે ૪.૦૦ થી ૫.૩૦
સ્થળ : હીરક મહોત્સવ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
નિમંત્રક : અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તથા ગૂજરાત વિદ્યાપીઠ

Thursday, December 3, 2015

પદવીપ્રદાન-કાર્યક્રમ પછી : એક હાથે, એકલા હાથે

વિદ્યાપીઠના વિદ્યાર્થી
જયરામ બાંત્રી, હિન્દી બી.એડ્. (વર્ષ-૨)
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પદવી પામ્યાનો પરમાનંદ


પદવી મેળવ્યા પછી પડાવી છબી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ
૦૧-૧૨-૨૦૧૫

Wednesday, December 2, 2015

પદવીદાન-સમારંભના મંચસ્થ મહાનુભાવો

ગૂજરાત વિદ્યાપીઠનો ટ્રસ્ટીગણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પદવીદાન-કાર્યક્રમ : 'પડદા' પાછળના કર્મચારીઓ


પરીક્ષા વિભાગનો સેવકગણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

દસ્તાવેજીકરણનું દસ્તાવેજીકરણ!

Photograph : Dhruv Dave / છબી : ધ્રુવ દવે

ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ
તસવીર-તારીખ : ૦૧-૧૨-૨૦૧૫