Tuesday, January 31, 2017

કોચરબ : આશ્રમમાં કાંતણયજ્ઞ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


'સૌરાષ્ટ્રનાં સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો' : પુસ્તક-લોકાર્પણ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'ગાંધી રીટર્ન્સ : બેક ટુ બેઝિક્સ' વિશે રાષ્ટ્રીય સંમેલન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Sunday, January 29, 2017

ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

બાળપણના એ શિયાળુ દિવસો ગલૂડિયાં રમાડવાના હતા. સસલાના કારણે કૂતરાએ ઊભી પૂંછડીએ મૂકેલી દોટના કારણે અસ્તિત્વમાં આવેલા અમદાવાદમાં, ગલૂડિયાં રમાડવાનો સમય અને અવકાશ બન્ને હતા. કૂતરીના ઊપસી આવેલા પેટથી એટલી ખબર પડતી કે, તેમાં બચ્ચાં છે. કૂતરી 'માતા' બની છે એ ખબર સાંભળીને 'માનવ-બચ્ચાં' હરખાઈ જતાં. પતરાં કે ખાટલાની કામચલાઉ આડશ કરવામાં આવતી અને ગાભા-ગોદડી કે કંતાન-મીણિયાંથી કૂતરી અને કુરકુરિયાંનું રક્ષણ કરવામાં આવતું. ખડકી-પોળ, શેરી-ચાલી, મહોલ્લા-સોસાયટીના કિશોરો સીધુંસામાન કે રોકડનાણું ઉઘરાવીને ગોળ-ઘી-લોટ-બળતણની વ્યવસ્થા કરતાં. કૂતરી માટે કોઈના ઘરે કે જાહેર ખૂણે શીરો બનાવવામાં આવતો. શીરો શક્ય ન હોય તો દૂધમાં રોટલી ચોળીને આપવામાં આવતી.


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

બાળકો ગલૂડિયાંની સંખ્યા ગણતાં અને પ્રાથમિક આંક પાકા કરતાં! તેઓ ગલૂડિયાં વહેંચી લેતાં અને એનું નામકરણ કરતાં. સૌથી જબરું બાળક સૌથી ભફલા ગલૂડિયાની પસંદગી કરી લે. દરેક બાળક પોતાના ભાગે આવેલા ભટોળિયાની વિશેષ કાળજી લે. ભટૂરિયું કૂતરીને બરાબર ધાવી શકે એ માટે એને યોગ્ય ઠેકાણે ગોઠવે. ભોટીલાંની આંખો ક્યારે ખૂલશે એની બાળકો કાગડોળે રાહ જોતાં. બીજાં કૂતરાંથી ગલૂડિયાંને બચાવવા માટે બાળટોળી સજાગ રહેતી. મસ્તીખોર બાળકો ગલૂડિયાંને પૂંછડીથી પણ ઊંચકે! પરિણામે, ગલૂડિયું તીણી ચીસ પાડે અને કૂતરી દોડતી આવે. બધાં બાળકો દોડીને કોઈના પણ ઘરમાં ભરાઈ જાય. જૂની પેઢીનાં બાળકોને ગલૂડિયાં રમાડવાનો ચેપ લાગતો હતો. આજની પેઢીનાં બાળકોને કૂતરાંનાં જંતુઓનો ચેપ લાગી જશે એવી ભીતિ તેમનાં માતા-પિતાને ટેલીવિઝનના પડદા ઉપર આવતી જાહેરખબરોને કારણે લાગ્યાં કરે છે. અમદાવાદનાં બહુમાળી મકાનોમાં ગોઠવાઈ ગયેલાં બાળકો ગલૂડિયાંથી અને બચપણથી દૂર થઈ રહ્યાં છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૧-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' / ડૉ. અશ્વિનકુમાર

Saturday, January 14, 2017

હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર

રાવણ-ઊલિયું : દ્વિચક્રી વાહન ઉપરનું સળિયારોપણ

....................................................................

ચાઇનીઝ દોરીથી ભારતીય ડોકને ઘસરકા ન પડે એ માટે ચાલકો બે પૈડાંવાળા વાહન ઉપર સળિયારોપણ કરાવે છે. સળીઓ આપણે જાતે કરવી પડે છે. સળિયો બીજા પાસે કરાવવો પડે છે. અકસ્માતમાં હાડકાં ભાંગે ત્યારે દાક્તરો દર્દીના હાથ-પગમાં સળિયા નાખે છે. ઉત્તરાયણ વખતે ગળું ન કપાય તે માટે ચાલકો વાહનમાં સળિયો નખાવે છે. પતંગપર્વ આસપાસ થતી 'ગળાકાપ' સ્પર્ધામાં ઊંધા 'યુ' આકારનો સળિયો જીવનદાયી સાબિત થાય છે. આપણે આ સળિયાને 'ડોક-રક્ષક' કે 'દોરી-દૂરક્ષ' જેવું નામ આપી શકીએ. જોકે, આનો આકાર ઊલિયા જેવો છે. પણ મધ્યમવર્ગના માનવીના ઊલિયા કરતાં લગભગ દશ ગણું મોટું માપ ધરાવતા આ સળિયાને 'રાવણ-ઊલિયું' કહી શકાય! દશાનન આ સળિયાથી ઊલ ઉતારતો હોય એવું દૃશ્ય કલ્પી જુઓ તો 'રાવણ-ઊલિયું' શબ્દ સાર્થક જણાશે.

પ્રા.વા.ક.(આર.ટી.ઓ.) વાહન ઉપર સળિયારોપણ અંગેનું જાહેરનામું બહાર ન પાડે એ તો સમજી શકાય. પરંતુ, આ સળિયો ઉત્તરાયણ પછી કેટલો વખત રાખી શકાય એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. વળી, કેવળ સળિયો લઈને જતાં હોઈએ અને સાથે વાહન ન હોય તો આપણને ટ્રાફિક પોલીસ પકડે કે નહીં?! આ સળિયાનો બહુવિધ ઉપયોગ થાય તો તેને વાહન ઉપર કાયમી સ્થાન મળે. તેનો ઉપયોગ એફ.એમ. રેડિયો-એન્ટેના અને વાઈ-ફાઈ નેટવર્ક માટે પણ થઈ શકે એવી શોધ થાય તો સારું. આ ઊભા સળિયા ઉપર આડો તાર બાંધી દઈએ તો નાનકડો હાથરૂમાલ સૂકવી શકાય. અમદાવાદીઓ તાર ઉપર કોઈ કંપનીની જાહેરખબર મૂકીને થોડા રૂપિયા રળી શકે. નાનકડી પટ્ટી મૂકીને સુહસ્તાક્ષરમાં સુવિચાર પણ લખી શકાય.

'રાવણ-ઊલિયું' આખું વર્ષ સાચવવું મુશ્કેલ છે. મકરસંક્રાંતિનું પર્વ સંપન્ન થઈ જાય પછી આ સળિયાને કાઢી લેવો પડે. એને ઘરમાં કેવી રીતે સાચવવો એ ઉકેલ માંગતો કોયડો છે. કોઈ ઉપયોગિતા વગર ઘરના ખૂણે કે માળિયાના તળિયે સળિયાને મૂકી રાખવો એ એનું અપમાન છે. આ સંજોગોમાં, મીઠા લીમડાનાં પાન તોડવાં હોય અને ડાળી ઝટ દઈને હાથમાં ન આવતી હોય તો આ સળિયાને પહેલાં સીધો અને પછી લાંબો કરીને કઢી-પત્તાં સુધી પહોંચી શકાય છે. જોકે, આવું કરવાના કારણે સળિયો મૂળ આકારમાં પાછો ન આવે એવું બને.

શહેરના વિવિધ પૂલ ઉપર પચાસ રૂપિયાના ખર્ચે સરળતાથી સળિયારોપણ કરાવી શકાય છે. આ વર્ષે ઉત્તરાયણમાં પતંગ-દોરાનાં વેચાણની હવા મંદ છે. વધારામાં, વિચલણીકરણને કારણે લોકોની ખરીદશક્તિ પ્રમાણમાં ઘટી છે. પરિણામે, વધુ નગરજનો વાહન ઉપર સળિયારોપણ કરાવે એવી શક્યતા ઓછી છે. વહીવટીતંત્રે પોતાનું નાક અને લોકોની ગરદન બચાવવા માટે, ગરીબીરેખાની બાજુમાં જીવતા વાહનચાલકોને મફતમાં સળિયા નાખી આપવા જોઈએ, અથવા તો આધારકાર્ડની નકલ જમા લઈને સળિયા ભાડે આપવા જોઈએ.

....................................................................


Tuesday, January 10, 2017

ગાંધી : કળાકારની દૃષ્ટિએ

કાગળમાંથી ગાંધીટોપી બનાવો

ગાંધીજીની દાંડીકૂચ

ચમેલી દેવી જૈન પારિતોષિક

Sunday, January 1, 2017

ગ્રામશિલ્પી જલદીપ ઠાકરને મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

ગ્રામશિલ્પી જલદીપકુમાર કનૈયાલાલ ઠાકર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર




મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર // વર્ષ : ૨૦૧૬

ગ્રામશિલ્પી (પેઢામલી, તા. વિજાપુર, જિ. મહેસાણા) જલદીપ ઠાકરને
ઈ.સ. ૨૦૧૬ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૭

* (૨૪) અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર

* (09) 'કાળા' કકળાટની ઊજળી બાજુ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (10) રાવણ-ઊલિયું : દ્વિચક્રી ઉપરનું સળિયારોપણ  
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (11) લંગરિયું : કામચલાઉ ક્રાંતિનું વિસરાતું પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (12) અખિલ બ્રહ્માંડ ટમેટાં ફેંકાફેંક ઉત્સવ  
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૦૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (૨૫) ગલૂડિયાં રમાડ્યાં વિના મોટાં ન થવાય ! 
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩, 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૧-૨૦૧૭, રવિવાર

* (13) તાપણું : શરીર સંકેલાય એ પહેલાં શેકી લઈએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (14) ટાઢાં પાણીએ નાહવું, એ ખાવાના ખેલ નથી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (15) ભલે મૂકો બીજું બધું, તડકાને તડકે ન મૂકશો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (16) કાનમાં કેમ કહેવું કે કાનમાં કેમ રૂ છે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (૨૬) 'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

* સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮

* (17) મશી : આંખમાં પડીને તું રડાવી ગઈ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (18) જૂતાંફેંક : વિરોધનું ઉઘાડપગું પ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (19) સોનાના દોરાનો તરસ્યો દૈત્ય એટલે બાઇકાસુર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (20) કાપલી : થોડામાં ઘણું ને ઝીણું લખવાની કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૦૩-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૭) ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

.................................................................................................................................

* (21) જ્યારે કૂતરું જૂતું લઈ જાય છે ત્યારે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (22) અસરકારક, મચ્છરકારક વિરોધ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (23) ઊભું ઝાડુ : જાહેર સફાઈનું સદાબહાર પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (24) પુસ્તકોને પૂંઠાં ચઢાવવાની ફાટતી જતી કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૮) અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર

* (25) હવે કોઈ વાહનને લાલ લાઇટ નહીં થાય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫

* (26) દરેક માણસના જીવનમાં 'બેતાળીસની ક્રાંતિ'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (27) દાક્તરી અભ્યાસ માટેની (પ્ર)વેશ પરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (28) પરીક્ષાખંડને વહેલો છોડનારો વીર પહેલો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૯) ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૫-૨૦૧૭, રવિવાર

* (29) તમે કદી કેરી ઘોળીને પી ગયા છો?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (30) સ્વાદ-સોડમનું ગુજરાતી સરનામું : દાળઢોકળી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (31) ટચુકડી પેન ડ્રાઇવ : જોડે રહેજો આજ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (32) ભૂવા એ ભૂવા, બીજા બધા વગડાના વા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૩૦) સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬-૨૦૧૭, રવિવાર

* (33) માટલાંફોડ : લોકશાહીનું માટીદાર વિરોધપ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

** મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

** રમણીય અને અવિસ્મરણીય પુસ્તક : હિમાલયનો પ્રવાસ
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૯૨-૨૯૩

* (34) મા વિના સૂનો સંસાર, ઇંધણ વિના સૂનું વાહન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (35) જીએસટી 'કર'તાલ : દામ રાખે તેમ રહીએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (36) પૂર્વ મુખ્યમંત્રી ખેતી કરે ત્યારે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૩૧) અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

* (37) સિંહ વિના પિંજરું સૂનું સૂનું લાગે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (38) માનવસર્જિત પહાડમાં હું પીરાણાપર્વત છું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (39) 'દોસ્ત, ચોક્કસ અહીં એક રસ્તો જતો હતો!'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (40) રાજ્યસભા-પરિણામો : નવ કરશો કોઈ જોક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (41) 'બેટી બચાવો' પહેલાં 'ચોટી બચાવો'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (42) આંખ આડા કાન કે નાક આડા રૂમાલ?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (43) સ્વાઇન ફ્લૂ : ચમત્કાર વિના નમસ્કાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (44) મચ્છરદાની : અહિંસક જંગની નાજુક ઢાલ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨

* (45) બેઠાંબેઠાં થઈ શકે એવું આંદોલન : રસ્તા રોકો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (46) બુલેટ ટ્રેનમાં ભરૂચની સીંગ મળશે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨

* (47) દશાનન રાવણના બાળપણનાં સ્મરણો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૨

* (48) (શૈ)ક્ષણિક પરિપત્ર થકી સલામતી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (49) ઘરસફાઈ : મન હોય તો માળિયે જવાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

** કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

* પૂતળાદહન થકી રોષશમન
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume X, ઓક્ટોબર, 2017

* (50) સીતાફળ ખાવામાં થતી અગ્નિપરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (51) ચોંકવું એ આપણી જન્મસિદ્ધ ફરજ છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (52) ખીચડી : મજબૂરી, મજા અને હવે ગૌરવ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (53) ઊકળતા તેલ પર ટાઢું પાણી? : કાયમી કહાણી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (54) (ટિકિટ) કાપો તો લોહી ન નીકળે એવો સમય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (55) ઉમેદવારો : યાદી એક, ફરિયાદી અનેક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (56) અંતરમંતરજંતર, જાદુ ચાલે નિરંતર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (57) 'એ તો આવનારો સમય જ બતાવશે'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (58) ચૂંટણીમાં 'મોટા ભાઈ' વિરુદ્ધ 'નોટા' ભાઈ  
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (59) 'અજગર ફૂલહાર' અને સામૂહિક સન્માન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

વર્ષ ૨૦૧૬ની જાણવાજોગ માધ્યમ-માહિતી

અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

મહાદેવ હરિભાઈ દેસાઈ (૦૧-૦૧-૧૮૯૨થી ૧૫-૦૮-૧૯૪૨) એટલે 'ગાંધીજીના ગણેશ અને હનુમાન'. ગાંધીજીના રહસ્યસચિવ તરીકે જાણીતા મહાદેવ દેસાઈ રોજનીશીકાર, અનુવાદક, લેખક, પત્રકાર, અને સંપાદક હતા. સુરત જિલ્લાના સરસ ગામમાં જન્મેલા, મુંબઈમાંથી બી.એ. અને એલએલ.બી. થયેલા મહાદેવભાઈનો અમદાવાદ સાથે વિશેષ નાતો રહ્યો હતો. એક સમયે તેઓ સાંકડી શેરીમાં આવેલી દેવજી સરૈયાની પોળમાં રહેતા હતા. તેમણે ૧૯૧૫માં અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી વકીલ તરીકેની સનદ લીધી હતી. ૦૪-૦૭-૧૯૧૫ના રોજ તેમણે પ્રેમાભાઈ હૉલમાં ગાંધીજીનાં પ્રથમ વખત દર્શન કર્યાં હતાં. આ જ દિવસે મહાદેવ અને મોહનની પહેલી મુલાકાત એલિસબ્રિજ ઉપર થઈ હતી. પરિણામે, એમને મહાત્માના ચરણોમાં બેસવાની પ્રબળ ઇચ્છા થઈ હતી.

મહાદેવ દેસાઈ ૧૯૧૮માં અમદાવાદના મિલમજૂરોની લડતમાં ગાંધીજી સાથે સક્રિય હતા. આશ્રમમાં ગાંધીજીનાં ગીતા અંગેનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર મહાદેવભાઈ સત્યાગ્રહાશ્રમના કાર્યવાહક મંડળના પ્રમુખ તરીકેની નિમણૂક પામ્યા હતા. ગાંધીજીનાં 'નવજીવન', 'યંગ ઇંડિયા', 'હરિજન' પત્રો માટે લેખન-અનુવાદ-સંપાદન કરનાર મહાદેવ દેસાઈ ૧૯૨૩માં 'નવજીવન' વિચારપત્રના તંત્રી બન્યા હતા. નમક સત્યાગ્રહની તૈયારીરૂપે લખાણો અને અગ્રગણ્ય કામગીરી બદલ મહાદેવભાઈને ૧૯૩૦માં અમદાવાદમાં છ માસની સજા થઈ હતી. ૧૯૩૬માં તેમની 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ૧૯૪૧માં અમદાવાદમાં કોમી આગ ફેલાઈ ત્યારે ગાંધીજીએ શાંતિસૈનિક તરીકે મહાદેવભાઈને અહીં મોકલ્યા હતા. દર વર્ષની પહેલી જાન્યુઆરીએ ગૂજરાત વિદ્યાપીઠ સંનિષ્ઠ સ્નાતકને 'મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર' અર્પણ કરીને મહાદેવ દેસાઈનો જન્મદિવસ નોખી રીતે ઊજવે છે.

………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર

મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર // વર્ષ : ૨૦૧૬


'આપણું અમદાવાદ'

Saturday, December 31, 2016

काका कालेलकर પ્રસ્તાવના વિશેષાંક


"ગુજરાતના અનેક લોકોની વિચારસૃષ્ટિમાં કાકા અજ્ઞાનપણે પણ બેઠેલા છે. કાકાએ એક જમાનામાં ગુજરાતના વાચક-વિચારક લોકોનાં ચિત્તમાં પ્રવેશ અને આવકાર મેળવ્યો છે. શરીરને બાંધનાર અન્ન પચી ગયા બાદ જેમ તે જુદું નામધારી રહેતું—રહી શકતું નથી, ન રહેવામાં જ તેની કૃતાર્થતા છે; તે જ પ્રમાણે આપણા મનના ખોરાકનુંય છે. અને સાહિત્ય એ મનનો ખોરાક છે. એ ખોરાક પૂરો પાડવામાં કાકાસાહેબ ગુજરાત પર ‘અઢળક ઢળ્યા છે’. એટલા બધા કે, એક મિત્રે સાચું કહ્યું કે, હાઈસ્કૂલના આરંભથી માંડીને એમ. એ. સુધી આજ કાકા વંચાય છે, એવી વિવિધ અને વિપુલ સામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી છે. ગુજરાતને કાકાની આ ભેટ ધન્ય કરે છે. તેના સાહિત્યના ઇતિહાસમાં એ વડે કાકા અમર સ્થાન પામ્યા છે. … રાષ્ટ્રદેવની આરાધનાનું એ સાહિત્ય આપવાને માટે ગુજરાત કાકાનું હંમેશનું ઋણી રહેશે. ..."

- મગનભાઈ દેસાઈ ('કાલેલકર અધ્યયન ગ્રંથ'માંથી)



('नवजीवनનો અક્ષરદેહ' // ઓક્ટોબર - નવેમ્બર, ૨૦૧૬)

Sunday, December 11, 2016

ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આવકાર : સ્વાતિ જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અધ્યક્ષીય : પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આભાર : નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વાતિબહેન, ડૉ. આનંદ, પ્રકાશભાઈ, ભગતસાહેબ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
વિષય : આંબેડકર અને લોકશાહી
વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે (પ્રાધ્યાપક, લેખક, કર્મશીલ)
સ્થળ : એ.એમ.એ., અટીરા પરિસર, અમદાવાદ  
તારીખ : ૧૦ ડિસેમ્બર, ૨૦૧૬, શનિવાર

Wednesday, December 7, 2016

પારિવારિક ચલચિત્ર એટલે 'મિશન મમ્મી'



પટકથા-સંવાદ લેખક દીપક સોલિયા અને સહનિર્માતા-દિગ્દર્શક આશિષ કક્કડ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વધુ વિગતો માટે અહીં પહોંચી જાવ :
https://www.facebook.com/missionmummyfilm/

Tuesday, December 6, 2016

જયલલિતા એટલે લોકપ્રિયતા

આ તસવીરમાં એ.આઈ.એ.ડી.એમ.કે.ના સંસદસભ્યનો હાથ છે!

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

તારીખ : પાંચમી જૂન, ૨૦૧૫
સ્થળ : નવી દિલ્હીનું વિમાની મથક

Sunday, December 4, 2016

'મેલો' : મરણની જાણ કરતો મરદ

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

આધુનિક યુગમાં વ્હોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર, ઈ-મેઇલ, એસ.એમ.એસ. જેવી સુવિધાઓથી સંદેશા અને સમાચાર ઝડપથી ફરી વળે છે. એક જમાનામાં, મહોલ્લામાં સમ ખાવા પૂરતો એકાદ ટેલીફોન માંડ જોવા મળતો. એમાં પણ ટેલીફોનનું ડબલું ક્યારે 'ઠપ્પ' થઈ જાય એ કહેવાય નહીં! સંદેશા-વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે, કોઈ સ્વજનનું મરણ થાય ત્યારે કુટુંબીજનોએ સગાં-સંબંધીઓને એ ખબર પહોંચાડવા માટે મરણિયા પ્રયાસો કરવા પડતા. દાખલા તરીકે, અમદાવાદમાં પટ્ટણી (વણકર) જ્ઞાતિએ મરણની ખબર મોકલવા માટેની મુખ્ય જવાબદારી જે માણસને સોંપી હતી તેને 'મેલો' કહેવાતો. જ્ઞાતિએ 'વાલ્મીકિ' એવો મેલો સમાચાર અને સાઇકલ લઈને નીકળી પડતો. મેલો ચોક્કસ વસ્તીમાં જઈને પોકાર પાડતો. જેમાં મૃતક વ્યક્તિનાં નામ-ઠામ અને અંતિમયાત્રાનાં સ્થળ-સમયની વિગતોનો સમાવેશ થતો. મેલો આ એકમાત્ર ખબરનું ઊંચા સાદે પુનરાવર્તન કરતો.

આ ખબર સાંભળતાંની સાથે, એ નાતના માણસો ઘરમાંથી બહાર દોડી આવતા. અંગત સગા-સંબંધીના મરણના સમાચાર હોય તો રોકકળ મચી જતી. મૃતક વિષયક પૂછપરછ થાય તો તેના જવાબો આપીને મેલો અન્ય વિસ્તાર તરફ સાઇકલ હંકારી જતો. 'શ્રી પટ્ટણી (વણકર) જ્ઞાતિ સંઘ'ના પૂર્વ પ્રમુખ નવનીત લાલજીભાઈ પટ્ટણી જણાવે છે કે, 'મેલો જ્યારે મરણના સમાચાર આપવા માટે આવતો ત્યારે, 'આજે કોની વિકેટ પડી?' એવો પ્રશ્ન પૂછીને ઇતર કોમના લોકો ક્યારેક તેની હાંસી પણ ઉડાવતા. આથી, ઈ.સ. ૧૯૮૪માં અમારી જ્ઞાતિએ બંધારણમાં સુધારો કરીને મેલો મોકલવાની પ્રથા બંધ કરી દીધી.' આમ, શહેરના સમાજજીવનમાંથી ખુદ 'મેલો' નામશેષ થઈ ગયો!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર

'આપણું અમદાવાદ'


સૌજન્ય :


'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૬, રવિવાર

Thursday, December 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1019

'તેણે બાઇકની ટાંકીમાં સોનું પુરાવ્યું.'
કારણ કે, તે અમીર નથી, પણ લાચાર છે!

પત્રકારત્વના વિદ્યાર્થીઓએ જોવા-જાણવા જેવાં ચલચિત્રો


'કમલા'
'ક્રાંતિવીર'
'ધમાકા'
'ન્યૂ દિલ્હી ટાઇમ્સ'
'પીપલી લાઇવ'
'પેજ થ્રી'
'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની'
'ધમાકા'

Nightcrawler
No
Spotlight
The insider
Wag the dog

પ્રકૃતિનું કાવ્ય


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Wednesday, November 9, 2016

ગાંધીપૌત્ર કનુ ગાંધીને પ્રકાશ ન. શાહની શ્રદ્ધાંજલિ

નિમંત્રિત વક્તા : પ્રકાશ ન. શાહ, ગાંધીમાર્ગી કર્મશીલ અને વરિષ્ઠ તંત્રી
તારીખ : ૦૯-૧૧-૨૦૧૬
સમય : સવારના અગિયારથી પોણા બાર
સ્થળ : સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે જુઓ :
http://gujaratvidyapith.org/UpasanaLive.html