Sunday, August 27, 2017

રે.જો. ધ્વનિતના 'મોર્નિંગ મંત્ર' પુસ્તકનું લોકાર્પણ


રેડિયો સિવાય પણ ધ્વનિત સંભળાય છે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
 'મોર્નિંગ મંત્ર' પુસ્તકનું લોકાર્પણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ધ્વનિત : લોકપ્રિય શ્રાવ્યકર્મી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ધ્વનિત : વડીલોનો વહાલો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ધ્વનિત : ચાહકવર્ગની અનોખી ઊંચાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Thursday, August 24, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1032

'રસ્તે ચાલનાર' કે 'વાટે જનાર' વ્યક્તિ એટલે જ 'વટેમાર્ગુ'.
આથી, 'રસ્તે ચાલનાર વટેમાર્ગુ' જેવો શબ્દપ્રયોગ ટાળવો.
આ જ રીતે, 'રસ્તે ચાલનાર રાહદારી'થી પણ દૂર રહેવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1031

અયોગ્ય સમયે કામ કરો તો, 'ગામ ઘોરે ત્યારે ઘેલી ઘેંસ ઓરે' જેવો રૂઢિપ્રયોગ સાંભળવો પડે!

ભાષાની મજા, મજાની ભાષા - 1030

'ખાડે જવું' એટલે 'પાયખાને જવું'!

તમને 'ટુરિસ્ટ' થવું ગમે કે 'ટ્રાવેલર' થવું ગમે?

Tuesday, August 22, 2017

ગુજરાતનું ઊંચું ગૌરવ : ખારાઈ ઊંટ

જૂના જમાનાનું મુદ્રણયંત્ર




ઓક્સફર્ડનો ગુજરાતી શબ્દકોષ જુઓ

દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી થકી અંગ્રેજી શીખો :

Saturday, August 19, 2017

સમાચાર-સંસ્થા 'AP' વિશે જાણો

'પીટીઆઈ' વિશે જાણીએ

'યુએનઆઈ' વિશે જાણીએ

'ગુજરાતી સાહિત્ય પરિષદ'ને જાણો :

વીજાણુ વાચન વધારીએ ...

ચલચિત્રનું પ્રમાણપત્ર કેમ લેશો?

'હળવે હલેસે'

Tuesday, August 15, 2017

મહાદેવ દેસાઈ સ્મારક, આગાખાન મહેલ, પુણે Mahadev Desai Memorial, Aga Khan Palace, Pune


Aga Khan Palace, Pune
આગાખાન મહેલ, પુણે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Aga Khan Palace corridor, Pune
આગાખાન મહેલ પરસાળ, પુણે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Mahadev Desai's room during internment, Aga Khan Palace, Pune
અટકાયતી મહાદેવ દેસાઈની ઓરડી, આગાખાન મહેલ, પુણે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Mahadev Desai's shrine, Aga Khan Palace, Pune
મહાદેવ દેસાઈની સમાધિ, આગાખાન મહેલ, પુણે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Mahadev Desai shrine's marble-stone, Aga Khan Palace, Pune
મહાદેવ દેસાઈ સમાધિની આરસ-શિલા, આગાખાન મહેલ, પુણે

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Sunday, August 13, 2017

રવીશ કુમારને ચંદ્રકાન્ત દરૂ પારિતોષિક

નિમંત્રણ-સૌજન્ય : 'નિરીક્ષક' પાક્ષિક / ૦૧-૦૮-૨૦૧૭

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રવીશ કુમાર : આ ચહેરો દમદાર છે


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Friday, August 11, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1029


'બારે મેઘ ખાંગા થવા' એટલે અતિશય વરસાદ થવો.
'ખાંગું' એટલે 'વાંકું' કે 'ત્રાંસી ધારે એક બાજુ નમતું.'

ગુજરાતી લોકસાહિત્યમાં બાર પ્રકારના મેઘ આ પ્રમાણે છે :

(૦૧) ફરફર : હાથપગનાં રૂંવાડાં જ ભીનાં થાય તેવો નજીવો વરસાદ

(૦૨) છાંટા : ફરફરથી વધુ વરસાદ

(૦૩) ફોરાં : છાંટાથી વધુ મોટાં ટીપાં સાથેનો વરસાદ

(૦૪) કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

(૦૫) પછેડીવા : પછેડી પલળે તેટલો તેવો વરસાદ

(૦૬) નેવાધાર : છાપરાના છેડા ઉપરનાં નળિયાં(નેવાં) ઉપરથી ધાર પડે તેવો વરસાદ

(૦૭) મોલમેહ : મોલ(પાક)ને જરૂરી હોય તેવો વરસાદ

(૦૮) અનરાધાર : એક છાંટો, બીજા છાંટાને સ્પર્શીને જાડી ધાર પડે તેવો વરસાદ

(૦૯) મૂશળધાર : અનારાધારથી તીવ્ર, પણ સાંબેલા(મૂશળ) જેવી ધારે પડતો વરસાદ

(૧૦) ઢેફાભાંગ : ખેતરોમાં માટીનાં ઢેફાં નરમ થઈ તૂટી જાય તેવો તીવ્ર વરસાદ

(૧૧) પાણમેહ : ખેતરો પાણીથી ભરાઈ જાય અને કૂવાનાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ

(૧૨) હેલી : સતત એક અઠવાડિયું ચાલે એવો કોઈ ને કોઈ વરસાદ


Saturday, August 5, 2017

'હળવે હલેસે'


સૌજન્ય :

'દોસ્તચોક્કસ અહીં એક રસ્તો જતો હતો!'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

Tuesday, August 1, 2017

વાચકો ભૂલો કાઢે, છાપું ભૂલો સ્વીકારે

'ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં 'સુધારા'ને અવકાશ છે!

ગૂજરાત વિદ્યાપીઠનું મધ્યસ્થ ગ્રંથાલય


https://gujaratvidyapith.org/facility/granthalay

જો બકા ...

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ટૂંકાં ચલચિત્રોની સ્પર્ધામાં રસ હોય તો ...

નેપાળમાં મધના છેલ્લા શિકારી

ઈમોં 'ઈમોજી' છં !

Saturday, July 22, 2017

'હળવે હલેસે'

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / વર્ષ : ૨૦૧૭

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રમેશભાઈ બારોટ
સંગત : સંગીત-શિક્ષક રમેશભાઈ બારોટ દ્વારા ઉમાશંકર જોશીનાં ગીતોની પ્રસ્તુતિ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું 'સંસ્કૃતિ'પૂર્ણ પત્રકારત્વ અને '૩૧માં ડોકિયું પુસ્તક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Tuesday, July 18, 2017

Sunday, July 16, 2017

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

'યુનેસ્કો' દ્વારા ભારતના સૌપ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો મેળવનાર શહેર એટલે 'આપણું અમદાવાદ'. અમદાવાદને 'વિશ્વ સંસ્કારવારસાનું શહેર' જાહેર કરવામાં આવે એટલે ઉજવણીની સાથે જવાબદારી પણ વધવાની. કારણ કે, 'હેરિટેજ'માં શિલ્પ-સ્થાપત્ય-સ્મારકની સાથે સહભાગિતા, સહજીવન, અને સંવાદિતા પણ જોડાયેલાં છે. વળી, 'વિકાસ'ની સાથે 'વારસો' કેમ સાચવવો એ સૌથી મોટો પડકાર છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અમદાવાદનાં બસસ્ટેન્ડ, રેલમથક, વિમાનઘર ઉપર ઊતરે ત્યારે પહેલી નજરમાં અમદાવાદ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નાં લક્ષણો અને લાક્ષણિકતાઓ ધરાવતું હોય એવું લાગવું જોઈએ. અણઘડ નગરઆયોજન, આડેધડ વાહનવ્યવહાર, અશોભનીય નાગરિકશિસ્તના કારણે પ્રવાસીઓના જ નહીં, આપણા પણ પૈસા પડી જતાં હોય છે. મુલાકાતીઓ સારી અને સાચી છાપ લઈને જાય અને બીજા જિજ્ઞાસુઓને મોકલે એ માટે, ઐતિહાસિક ઇમારતોની સાથેસાથે સમગ્ર શહેરને તમામ પ્રકારનાં દબાણ અને પ્રદૂષણથી મુક્ત રાખવું પડે. મહાનુભાવોના આગમન ટાણે રસ્તા ઉપરની ઝૂંપડપટ્ટીઓ ફરતે લીલા કાપડપટ્ટા ઢાંકવાથી ગરીબી, ગંદકી, અને ગરબડ હટવાની નથી!

શહેરના પ્રત્યેક રહેવાસી અને પ્રવાસીને અમદાવાદનાં ઐતિહાસિક સ્થળોનો પ્રત્યક્ષ પરિચય અને વિશેષ વિગતો મળે એવી તંત્રવ્યવસ્થા ગોઠવવી રહી. શાળા-કોલેજનાં અભ્યાસક્રમ અને સમયપત્રકમાં વિદ્યાર્થીઓ સારુ સ્થળમુલાકાત માટે અલાયદા તાસ ફાળવવા પડે. શહેરના 'સંસ્કારવારસા'ને કેન્દ્રમાં રાખીને ચિત્ર-તસવીર અને નિબંધ-વાર્તાની ઇનામી સ્પર્ધાઓ યોજી શકાય. પ્રવાસીઓ ઘરનિવાસ(હોમ સ્ટે) કરી શકે એવું વાતાવરણ ઊભું કરીએ તો શહેરની ધબકતી સંસ્કૃતિનો સુપેરે પરિચય થાય. શહેરની ઓટોરિક્શાઓને 'વારસા-વાહન'ની ઓળખ થકી 'ગ્રાન્ડ ઍમ્બૅસૅડર' બનાવવી જોઈએ. અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની સાચવણીની સાથે, ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાય-લિંગ-ભાષા-વર્ગના સંઘર્ષો ઘટે અને સહિષ્ણુતા વધે એ શહેરનો સાચો સંસ્કારવારસો છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર


સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/detail/-691155/7160170393/0/map/tabs-1/2017-07-16/44/1/image/

અમદાવાદ અભિનંદનઓચ્છવઅને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

Monday, July 10, 2017

Saturday, July 1, 2017

વાચનલાયક પુસ્તકો : આજીવન અધૂરી સૂચિ

અરધી સદીની વાચનયાત્રા (ભાગ : ૦૧થી ૦૪) : સંપાદક : મહેન્દ્ર મેઘાણી
'૩૧માં ડોકિયું : ઉમાશંકર જોશી  
આત્મકથા : મોહનદાસ કરમચંદ ગાંધી
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ : મોહનદાસ કરમચંદ ગાંધી
જીવનનું પરોઢ : પ્રભુદાસ ગાંધી
પ્રકાશની પગદંડીઓ : લેખક : પ્રકાશ આમ્ટે / મંદાકિની આમ્ટે, અનુવાદક : સંજય શ્રીપાદ ભાવે
વનાંચલ : જયંત પાઠક
સેવાગ્રામથી શોધગ્રામ : લેખક : અભય બંગ / રાણી બંગ, અનુવાદક : પ્રકાશ સી. શાહ
હિંદ સ્વરાજ : મોહનદાસ કરમચંદ ગાંધી
હૃદયમાં પડેલી છબીઓ (ભાગ : ૦૧ અને ૦૨) : ઉમાશંકર જોશી

'હળવે હલેસે'



મા વિના સૂનો સંસાર, ઇંધણ વિના સૂનું વાહન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

Sunday, June 18, 2017

સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ

આપણું અમદાવાદ 
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

સત્તરમી જૂન, ૧૯૧૭ના રોજ સાબરમતીના તીરે સત્યાગ્રહાશ્રમની સ્થાપના થઈ ત્યારે, સત્યાગ્રહી ગાંધીજી 'ગળીનો ડાઘ' મિટાવવા માટે બિહારના ચંપારણ જિલ્લામાં હતા. ગાંધીજીએ આ જ આશ્રમમાંથી, અંગ્રેજ સરકારના અન્યાયી નમકવેરા સામે, બારમી માર્ચ, ૧૯૩૦ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. પ્રવર્તમાન સમયમાં નાગરિકો અસત્ય-અત્યાચાર-અરાજકતા-આભડછેટ-આતંકવાદ સામે, ગાંધી આશ્રમને નજર સમક્ષ રાખીને વિરોધપ્રદર્શન અને કૂચકદમ કરે એ આવશ્યક છે. આ પ્રકારનું આંદોલન સત્ય-અહિંસાના માર્ગે અને બિનરાજકીય રીતે ચાલતું હોય એ અનિવાર્ય છે. 

શહેરીજનોએ ગાંધીબાપુનો આશ્રમ સપરિવાર અને વારંવાર જોવો જોઈએ. જન્મદિવસ-લગ્નદિવસ કે તહેવાર-ઉજવણી હોય તો રિવરફ્રન્ટ જતાં પહેલાં સત્યાગ્રહાશ્રમનાં દર્શન અચૂક કરી લેવાં. ઘરે દેશી-વિદેશી મહેમાનો આવે તો, સઘળાં કામ પડતાં મૂકીને તેમની સાથે બાપુજીનો આશ્રમ જોવા જવાનો વિચાર નહીં પણ અમલ કરવો. શહેરની શાળા-કૉલેજોના વ્યવસ્થાપકોએ ૨૦૧૭ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને ગાંધી આશ્રમની પ્રત્યક્ષ મુલાકાત કરાવવી જોઈએ. અમદાવાદીઓ માટે અઠવાડિયામાં એક દિવસ નહીં તો છેવટે એક કલાક માટે પણ મૌન પાળવા સારુ, આશ્રમભૂમિથી આદર્શ જગ્યા બીજી કઈ હોઈ શકે? અને છેલ્લે, અમદાવાદની ઓળખ સમી રિક્ષાઓના ચાલકોને વિનંતી કે, બહારગામથી આવતા પ્રવાસીઓ એમ કહે કે, 'સાબરમતીમાં બાપુના આશ્રમે જવું છે.' તો તેમને સાબરમતીસ્થિત આસારામ બાપુના આશ્રમે લઈ જતાં પહેલાં, પાકી ખાતરી કરી લેવી!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬ -૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર

આશ્રમની આત્મકથા (૧૯૧૭-૨૦૧૭)

https://www.youtube.com/watch?v=-ySpu3Xvi_w

(સૌજન્ય : ઈટીવી, અમદાવાદ
વિશેષ આભાર : હિમાંશુ મકવાણા, તેજસ વૈદ્ય, જિગર ઠાકર, ભાવિન રાવલ, હેમાંગી પરમાર)

સત્યાગ્રહાશ્રમની શતાબ્દીની ઉજવણી


ગૂજરાત વિદ્યાપીઠમાં આવકાર અને મિલન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સર્વધર્મપ્રાર્થના
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મહાવિદ્યાલયની બહેનો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા ગોપાલકૃષ્ણ ગાંધી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શાળાની બહેનો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગાંધીચાહકો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

માધ્યમકર્મીઓ
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : સત્યાગ્રહાશ્રમની શતાબ્દીની ઉજવણી
વિશેષ ઉપસ્થિતિ : ગોપાલકૃષ્ણ ગાંધી
તારીખ : સત્તરમી જૂન, ૨૦૧૭
સમય : સાંજના સાડા ચારથી સાડા સાત
સ્થળ : સત્યાગ્રહાશ્રમ, વાડજ, અમદાવાદ