Wednesday, December 31, 2014

ગાંધીજી કહે છે : 'હિન્દ સ્વરાજ' વિશે


"જયારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. ... જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો."


મોહનદાસ કરમચંદ ગાંધી('હિન્દ સ્વરાજ'ની પ્રસ્તાવનામાંથી)

('હિન્દ સ્વરાજ'ના લેખનનો સમયગાળો : ૧૩-૧૧-૧૯૦૯થી ૨૨-૧૧-૧૯૦૯)


જુઓ-જાણો પુણ્ય પ્રસુન બાજપાઈને

TRUSTEESHIP | M. K. Gandhi


https://www.mkgandhi.org/ebks/trusteeship.pdf

Tuesday, December 30, 2014

Friday, December 26, 2014

अखबार भी आजकल ... // निदा फ़ाज़ली



कागज़ पर रख कर रोटियाँ, खाऊँ भी तो कैसे . . . .

खून से लथपथ आता है, अखबार भी आजकल .

- निदा फ़ाज़ली


Thursday, December 25, 2014

શાળામાં સરદાર!


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


તસવીર-વિગત : સરદાર વલ્લભભાઈનું સ્થાનિક કલાકારે દોરેલું  ચિત્ર
તસવીર-સ્થળ : ગુજરાતની એક પ્રાથમિક શાળા(ગામ : ભાયલા, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા)ની ભીંત
તસવીર-તારીખ : ૨૨-૦૯-૨૦૧૪


Wednesday, December 24, 2014

બાપુનો 'બાબલો' આજે નેવું વર્ષ પૂરાં કરે છે!


નારાયણ દેસાઈ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


નારાયણ દેસાઈ (જન્મ : ૨૪-૧૨-૧૯૨૪) આજે નેવું વર્ષ પૂરાં કરે છે.
ના.મ.દે.ને જન્મદિન-અભિવંદન અને શતાયુ-શુભેચ્છા.

'લાડલી' ઘટના

વિગત-સૌજન્ય : હરિતા તલાટી 

Monday, December 22, 2014

Sunday, December 21, 2014

Press Note


Chunibhai Vaidya passed away…


A life-long fighter for the land rights of the rural poor, Chunibhai Vaidya passed away at the age of 97 at his residence in Ahmedabad early on Friday morning.


A Gandhian to the core and a Sarvoday veteran Chunibhai began his life in activism with freedom struggle. This was followed by his whole-hearted participation in Vinoba Bhave’s Bhoodan Movement. He was a peace worker after the violence in Assam for twelve years in the mid-sixties. An editor of the Sarvoday views magazine Bhoomiputra, he waged battle against political emergency in 1975 and faced imprisonment.

A champion of the farmers’ cause, he took up the drought relief work in Gujarat for two years from 1986. He organized making over many hidden dams which irrigates land of over twelve thousand hectors in Patan district of North Gujarat. His movements for water resource management in the Sipu-Dantiwada region are also well-known. He also was a force in stonewalling the violation and relaxation of Prohibition Law in Gujarat.

A close associate of Jay Prakash Narayan, Chunibhai spearheaded Gujarat Lok Samiti for the cause of jal-jungle-jameen(water-forest-land). He also edited the Samiti’s magazine Lok Swaraj for thirty years till his end.

Jamnalal Bajaj Award in 2010 was one of the honours bestowed upon him. His book ‘Assassination of Gandhi : Facts and Falsehood’ was translated and published in eleven languages. 

Active in public life till the last month of his life, Vaidya was lovingly known as Chuni-kaka in Gujarat. He was a synonym for resistance to injustice in Gujarat. He is survived by daughter, son-in-law and grandchildren. 

Chunibhai Vaidya’s funeral took place at 4 o’clock evening on Friday at the Dadhichi crematorium in Vadaj area. A prayer meeting will be held at the Gandhi Ashram- Sabaramati in Ahmedabad on Sunday 21 December at 3:00 o’clock after noon.


Gujarat Lok Samiti
Ahmedabad

Dec. 19, 2014


Friday, December 19, 2014

આંદોલનજીવી ચુનીભાઈ વૈદ્ય હવે આપણી વચ્ચે નથી રહ્યા


ચુનીભાઈ વૈદ્ય 

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



ચુનીભાઈ વૈદ્ય (૦૨-૦૯-૧૯૧૮થી ૧૯-૧૨ -૨૦૧૪)

અંતિમ સંસ્કાર :
તારીખ : ૧૯-૧૨-૨૦૧૪
સમય : સાંજે ચાર કલાકે
સ્થળ : દધીચિ સ્મશાનગૃહ, વાડજ, અમદાવાદ


હૃદય-ભાવને ધર્મ ને રાષ્ટ્રનાં બંધનો શેનાં?


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


આતંકી આક્રમણનો ભોગ બનેલાં પેશાવરી બાળકોને, ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક છાત્રાલયનાં ભાઈઓ-બહેનો વતી પુષ્પાંજલિ

તારીખ : ૧૮-૧૨-૨૦૧૪
વાર : ગુરુ
સમય : સાંજના પાંચથી છ
સ્થળ : મોચી-નાકું, ગૂજરાત વિદ્યાપીઠના મુખ્ય પ્રવેશદ્વાર પાસે, આશ્રમ-માર્ગ, અમદાવાદ


Thursday, December 18, 2014

વરિષ્ઠ તંત્રી અને પત્રકાર વિપુલ કલ્યાણીનું વ્યાખ્યાન


વિપુલ કલ્યાણી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


ઉપક્રમ : વિશેષ વ્યાખ્યાન

વક્તા : 'ઓપિનિયન'ના તંત્રી અને પત્રકાર વિપુલ કલ્યાણી (પ્રમુખ, ગુજરાતી લિટરરી એકેડમી, યુ.કે.)  

વિષય : 'દેશપારનું ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ'

ઉપસ્થિતિ : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગ અને ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો
   
તારીખ : ૧૮-૧૨-૨૦૧૪, ગુરુવાર

સમય : બપોરના દોઢથી ત્રણ

સ્થળ : પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Wednesday, December 17, 2014

વિપુલ કલ્યાણી : દેશપારના તંત્રી ઘરઆંગણે



નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : આઠમું બુલેટિન


રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. નારાયણભાઈ બોલી શકવાને અસમર્થ હોવા છતાં શુદ્ધિમાં છે. તેમને કરાયેલા સાદનો તેઓ પ્રતિભાવ આપે છે. જયારે બોલાવવામાં આવે છે ત્યારે અવાજની દિશામાં મસ્તક ફેરવવામાં તેઓ સફળ થાય છે. તેઓ પરિવારના સભ્યોને ઓળખી શકે છે. તેઓ જેને એકાદશ વ્રત અને સત્યાગ્રહનો અભ્યાસ કરાવી રહ્યા છે તે જાપાનીઝ વિદ્યાર્થિની કાઓરીને પણ ઓળખી શક્યા. જયારે કાઓરીએ તે અમદાવાદ જાય છે તેમ જણાવ્યું ત્યારે નારાયણભાઈએ 'અમદાવાદ' શબ્દનું ઉચ્ચારણ કરવા પ્રયત્ન કર્યો.

ગઇ કાલે અડધા કલાક માટે ઓક્સિજન માસ્ક સફળતા સાથે હટાવવામાં આવ્યો હતો. આજે ડૉક્ટરો આ માસ્કને હટાવીને આવશ્યકતા અનુસાર નળી વાટે ઓક્સિજન આપવાનું સૂચવી રહ્યા છે. શક્ય છે કે આવતા એકાદ-બે દિવસમાં તેમને આઈસીયુમાંથી અન્યત્ર ફેરવવામાં આવે. 

હવે પછીનું બુલેટિન કદાચ બે દિવસ બાદ આવશે.

લાગે છે કે આપણી પ્રાર્થના કામિયાબ થઈ રહી છે.

સમાચાર-સૌજન્ય :
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૭-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૧૦


Tuesday, December 16, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : સાતમું બુલેટિન


નારાયણભાઈ આજે વહેલી સવારના ૩.૦૦ કલાક સુધી જાગતા રહ્યા, ત્યાર બાદ જ સૂઈ શક્યા. ગઈ કાલે સમગ્ર બપોર દરમિયાન સૂઈ રહેવાથી આમ થયું. તેમને પીડા થાય છે જેને વ્યક્ત કરવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. તેઓ હજુ પણ બોલી શકતા નથી. ઝરણ ઓછું થવાથી તેઓ સક્શનની ગેરહાજરીમાં આરામ રાહત અનુભવી રહ્યા છે. તેઓ હાથ હલાવી શકે છે, માથું ખંજવાળવા અને હાથનું અન્ય હલનચલન શરૂ થયું છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ સાજા થવાનાં ચિહ્નો છે. તેમ છતાં, ડોકટરો આગામી ૪થી ૫ દિવસ સુધી આઈસીયુમાં સંપૂર્ણ સંભાળ સૂચવી રહ્યા છે.

આપણી પ્રાર્થના સતત ચાલુ જ છે.


સમાચાર-સૌજન્ય :

કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(સુદર્શન આયંગારે ઉમાબહેન સાથે કરેલી વાત મુજબ)
તારીખ : ૧૬-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૧૦


Monday, December 15, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : છઠ્ઠું બુલેટિન


નારાયણભાઈની સ્થિતિ પહેલાની તુલનામાં સારી છે. તેમની રાત્રિ શાંતિમય હતી. ગઈ કાલ સાંજથી ઝરણ ઓછું થયું છે એટલે સક્શનની ઓછી જરૂર છે. તેઓ થૂંક ગળી શકે છે. તેઓ આંખો ખોલીને લોકોને ઓળખી રહ્યા છે. તેમને થઈ રહેલી પીડાની જગ્યા બતાવી શકે છે. તેઓ હાથનું હલનચલન કરી શકે છે. ઊંઘરેટા હોવા છતાં તેઓ શુદ્ધિમાં છે. આજ સવારની સ્થિતિ જોતાં હકારાત્મક અને સારાં ચિહ્નો કહી શકાય. તેમનું સ્વાસ્થ્ય સુધારા ભણી જઈ રહ્યું છે.

આપણે તેમના પૂર્ણ સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ.


સમાચાર-સૌજન્ય :

કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(ઉમાબહેન સાથે વાત કર્યા બાદ)
તારીખ : ૧૫-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૪૫


Sunday, December 14, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : પાંચમું બુલેટિન


નારાયણભાઈની રાત્રિ શાંતિમય અને કોઈ મુશ્કેલીરહિત હતી. તેમનું રુધિરાભિસરણ અને તેમના હૃદયની કામગીરી સામાન્ય છે. ગઈ કાલે બપોરે તેમના હૃદયની કામગીરી અંગે થોડી ચિંતા હતી, પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિ સારી થઈ ગઈ. તેમને સક્શન દરમ્યાન હજુ પણ મુશ્કેલી છે તે વેદનાદાયક છે અને લોહી પણ નીકળે છે. ડૉક્ટર અને ઉમાબહેન સક્શનને કારણે થતી ઈજાને ન્યૂનતમ કરવાના પ્રયત્નમાં છે. ફેફસામાંથી થૂંકને દૂર રાખવા માટે સક્શન કરવું પડે છે. ઉમાબહેનને લાગે છે કે, નારાયણભાઈની શુદ્ધિના સ્તરમાં સુધારો થયો છે. તેમની સામાન્ય સ્થિતિ સ્થિર અને સુધારા તરફની છે. ડૉકટરના જણાવ્યા અનુસાર વર્તમાન કટોકટીમાંથી બહાર આવવા માટે આ સ્થિરતા ૭થી ૮ દિવસ સુધી ટકી રહેવી જોઈએ. 


તેમની સ્થિતમાં સુધારા માટે આપણે પ્રાર્થીએ છીએ.


સમાચાર-સૌજન્ય :
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૪-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૪૫


Saturday, December 13, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : ચોથું બુલેટિન


નારાયણભાઈની રાત્રિ શાંતિમય હતી, અગાઉની રાત્રિઓની તુલનામાં સારી. જોકે, તેઓ પીડા અનુભવી રહ્યા છે. કફ બહાર ખેંચવા જેવી ખૂબ જ પીડાના સમયમાં તેઓ બોલીને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે, અલબત્ત સ્પષ્ટતાપૂર્વક નહીં. ગઈ રાત્રે ખૂબ જ પીડામાં તેમણે આંખો ખોલી. ત્યાર બાદ સંઘમિત્રા/ઉમાબહેને તેમને નામ દઈને બોલાવ્યા અને પોતે બાજુમાં છે એમ જણાવ્યું. તેમણે આંખો ફરી ખોલી. ડૉક્ટરે સલાહ આપી છે કે પરિવારે તેમને બોલાવતા અને વાત કરતા રહેવું. જેના કારણે નારાયણભાઈને પ્રતિભાવ આપવા માટે ઉત્તેજન મળી રહે. નારાયણભાઈનો બીજો પુત્ર અફલાતૂન તેમને ગીતો સંભળાવી રહ્યો છે. પરિસ્થિતિ સ્થિર જણાય છે અને આંશિક સુધારો કહી શકાય. પરંતુ ડૉક્ટરના જણાવ્યા અનુસાર એક સપ્તાહ પહેલાં, તેમના ઈલાજ અંગે સહાયકર્તા કશું કહી શકાય તેમ નથી.

સમાચાર-સૌજન્ય :કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(સુદર્શન આયંગારે ઉમાબહેન અને દુઆ સાથે કરેલી વાત મુજબ)
તારીખ : ૧૩-૧૨-૨૦૧૪
વખત : સવારના ૮.૦૦


Friday, December 12, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : ત્રીજું બુલેટિન


નારાયણભાઈની હાલતમાં આંશિક સુધારો જણાય છે. ન્યુરો-ફીઝિશિયન ડૉ. આપ્ટે કે જેઓ નારાયણભાઈની સારવાર કરી રહ્યા છે, તેમણે ગઈ કાલે સાંજે બીજા એમ.આર.આઈ.ની સલાહ આપી હતી. તેમાં કોઈ નોંધપાત્ર પરિવર્તનો જણાયાં ન હતાં. કોઈ બગાડો પણ જણાયો ન હતો. નારાયણભાઈને કફ બહાર કાઢવામાં તકલીફ પડે છે. તેને જ્યારે બહાર ખેંચવામાં આવે છે તે દરેક સમયે તેમને પીડા થાય છે. તેમ છતાં, ગઈ રાત્રિ શાંતિમય હતી. તેઓએ સારી નિદ્રા લીધી. સવારે ૪.૩૦ કલાકે જયારે સક્શન દ્વારા કફ બહાર ખેંચાતો હતો, ત્યારે તેમણે જણાવ્યું કે આ પીડાદાયક છે. આ સમયે તેઓ વધુ સ્પષ્ટતાથી બોલ્યા. થોડા વધારે દિવસો સુધી તેઓ સતત અવલોકન હેઠળ રહેશે. તેમની પરિસ્થિતિ સ્થિર કહી શકાય.

હું (સુદર્શન આયંગાર ) અમદાવાદ પરત ફરી રહ્યો છું. તેમના પરિવારજનો તેમની સાથે છે. તેમનો બીજો પુત્ર અફલાતૂન અને તેમનો પરિવાર સુરત પહોંચી ગયો છે.

આપણી પ્રાર્થના સતત ચાલતી રહેશે.


સમાચાર-સૌજન્ય : 
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૨-૧૨-૨૦૧૪
વખત : સવારના ૧૧:૧૫


Thursday, December 11, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : બીજું બુલેટિન

ડૉક્ટરનો અભિપ્રાય : મહાવીર ટ્રોમા સેન્ટર, સુરતના ડૉ. આસવ નારાયણભાઈની દેખરેખ રાખનાર તબીબ છે. બપોરના ૧૨ વાગે નારાયણભાઈને તપાસ્યા  બાદ, ડૉક્ટર જણાવે છે કે, 'નારાયણભાઈની તબિયતમાં સુધારો કે બગાડો નથી. દવાઓની મદદથી તબીબો તેમના મુખ્ય અંગોને જાળવી રહ્યા છે. નારાયણભાઈની તબિયત અંગે કાંઈ પણ  નક્કર કહેવા માટે ૨થી ૩ દિવસનો સમય લાગશે.'

આપણી આશા : આજે સવારે  તેમની જાપાનીઝ વિદ્યાર્થિની કાઓરીએ ભૂદાન અંગેનું ગીત ગાયું ત્યારે તેઓએ હાથના થોડાં હલનચલન સાથે પ્રતિભાવ આપવાની કોશિશ કરી. તેઓ  પોતાની શક્તિ અને ઇન્દ્રિયો પાછી  મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાય છે. તેઓ આંખ ખોલવાનો પ્રયાસ કરે છે, પણ ખોલી શકતા નથી. એવું જણાય છે કે તેઓ સાંભળી શકે છે અને જે સાંભળે છે તેનો પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપણે તેમની કુશળતા માટે સતત પ્રાર્થી રહ્યા છીએ.


સમાચાર-સૌજન્ય : 
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૧-૧૨-૨૦૧૪
વખત : બપોરના ૨:૦૦

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : પહેલું બુલેટિન


તારીખ ૦૯-૧૨-૨૦૧૪ની રાત્રિ દરમ્યાન નારાયણભાઈ દેસાઈને સ્ટ્રોક આવ્યો. ૧૦-૧૨-૨૦૧૪ની સવારે તેઓ ઊઠી શક્યા નહીં. સવારે ૬.૩૦ કલાકે તેમને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓનો વર્ગ લેવાનો હતો. તેમનાં દીકરી ઉમાબહેન અને બીજાઓને લાગ્યું કે તેઓ સૂઈ રહ્યા છે. ૯.૦૦ વાગ્યા સુધી તેઓ ઊઠ્યા નહીં. પરિણામે ઉમાબહેન અને બીજાઓએ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેઓ ન જાગી શક્યા કે ન બોલી શક્યા. એમ્બ્યુલન્સ સેવા - ૧૦૮ને બોલાવીને તેઓને બારડોલીના દવાખાનામાં લઈ જવાયા. ગ્લુકોઝ અપાયો, પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. ડૉક્ટરોએ તેમને અન્ય પરીક્ષણ અને નિદાન માટે સુરત લઈ જવાની સલાહ આપી. 

બપોરે ૩.૦૦ કલાકે તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા. એમ.આર.આઈ. અને અન્ય પરીક્ષણો થયાં. જેમાં મગજના નુકસાનની શંકા પાકી થઈ. ત્યાં સુધી તેઓ શુદ્ધિમાં ન હતા અને ઓક્સિજન ઉપર હતા.

રાત્રે તેઓ ભાનમાં આવ્યા હોય તેવાં થોડાં ચિહ્નો જણાયાં. તેઓએ પૌત્રી દુઆને ઓળખી અને પાણી માગ્યું. ૯મી રાત શાંતિમય ન હતી. ૧૦મીની સવારની પરિસ્થિતિ એવી છે કે તેઓ અસ્પષ્ટ અવાજે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ પરિસ્થિતિ વિકટ છે અને તેઓની હાલત ગંભીર છે.

આપણે તેમની કુશળતા માટે પ્રાર્થના કરીએ છીએ.


સમાચાર-સૌજન્ય : 
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૦-૧૨-૨૦૧૪
વખત : બપોરના ૧૨:૦૦

Wednesday, December 10, 2014

કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) : સમગ્ર સાહિત્ય


કાકાસાહેબ કાલેલકર / Kakasaheb Kalelkar

કાલેલકર ગ્રંથાવલિ : ભાગ - ૦૧થી ૧૫

વિગત-સંકલન : ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

કાલેલકર ગ્રંથાવલિ : ૦૧ : પ્રવાસ : પૃષ્ઠો : ૪૯૨
હિમાલયનો પ્રવાસ
બ્રહ્મદેશનો પ્રવાસ
પૂર્વ આફ્રિકામાં 
શર્કરાદ્વીપ મોરેશિયસ

કાલેલકર ગ્રંથાવલિ : ૦૨ : પ્રવાસ : પૃષ્ઠો : ૬૧૪
ઊગમણો દેશ 
જીવનલીલા
ભારતદર્શન 
પ્રવાસ અને પ્રકૃતિલક્ષી અગ્રંથસ્થ નિબંધો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૩ : લલિત નિબંધ : પૃષ્ઠો : ૬૭૯ 
જીવનનો આનંદ 
રખડવાનો આનંદ 
અવારનવાર

કાલેલકર ગ્રંથાવલિ : ૦૪ : કેળવણીવિષયક લેખો : પૃષ્ઠો : ૬૩૮ 
જીવનવિકાસ 
અન્ય અગ્રંથસ્થ લેખો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૫ : સમાજ અને સંસ્કૃતિ : પૃષ્ઠો : ૬૧૨
જીવનસંસ્કૃતિ
ગુજરાતમાં ગાંધીયુગ
પ્રકીર્ણ

કાલેલકર ગ્રંથાવલિ : ૦૬ : સમાજ અને સંસ્કૃતિ : પૃષ્ઠો : ૫૯૨
જીવતા તહેવારો
સંસ્કૃતિ, સમાજ, સ્વદેશી તથા રાજ્યવિષયક લેખો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૭ : આત્મકથાનકો : પૃષ્ઠો : ૬૭૨
સ્મરણયાત્રા
મનોમંથન
જાહેર જીવનનો પ્રારંભ
જીવનનિવેદન
ધર્મોદય
જીવનસભર ઈશ્વરકૃપા
ઓતરાતી દીવાલો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૮ : આત્મચરિત્ર અને ચરિત્રસંકીર્તન : પૃષ્ઠો : ૭૦૮
આત્મચરિત્રવિષયક અગ્રંથસ્થ લેખો
બાપુની ઝાંખી
મીઠાને પ્રતાપે
ગાંધીપરિવારના જ્યોતિર્ધરો
નારીજીવન-પરિમલ
ચરિત્રસંકીર્તન

કાલેલકર ગ્રંથાવલિ : ૦૯ : સાહિત્યવિષયક લેખો : પૃષ્ઠો : ૬૬૧
જીવનભારતી
સાહિત્યચિંતન
કેટલાક સાહિત્યસર્જકો

કાલેલકર ગ્રંથાવલિ : ૧૦ : સાહિત્યવિષયક લેખો - ૦૨ : પૃષ્ઠો : ૫૮૭
રવીન્દ્ર-સૌરભ
રવિચ્છવિનું ઉપસ્થાન અને તર્પણ
રવીન્દ્રનાથવિષયક અગ્રંથસ્થ લેખો 
ભજનાંજલિ 
સાહિત્યવિષયક અગ્રંથસ્થ લેખો

કાલેલકર ગ્રંથાવલિ : ૧૧ : ધર્મ(ચિંતન) : પૃષ્ઠો : ૬૬૪
જીવનચિંતન
જીવનવ્યવસ્થા
વાત્સલ્યની પ્રસાદી
જીવનયોગની સાધના

કાલેલકર ગ્રંથાવલિ : ૧૨ : ધર્મચિંતન - ૦૨ : પૃષ્ઠો : ૫૮૬
સંકલિતા ભગવદ્દગીતા
ગીતાધર્મ
જીવનપ્રદીપ
પરમ સખા મૃત્યુ
જ્યાં દરેકને પહોંચવું જ છે

કાલેલકર ગ્રંથાવલિ : ૧૩ : વાસરી - ૦૧ : પૃષ્ઠો : ૫૮૪
ઈ.સ. ૧૯૨૯થી ઈ.સ. ૧૯૩૨
ઈ.સ. ૧૯૩૪થી ઈ.સ. ૧૯૪૮
પ્રાસંગિક પ્રતિસાદ (ઈ.સ. ૧૯૬૮)

કાલેલકર ગ્રંથાવલિ : ૧૪ : વાસરી - ૦૨ : પૃષ્ઠો : ૫૮૩
સંધ્યા-છાયા (ઈ.સ. ૧૯૬૯) 
(ઈ.સ. ૧૯૭૦)
(ઈ.સ. ૧૯૭૧)

કાલેલકર ગ્રંથાવલિ : ૧૫ : કાકાસાહેબનું પત્રસાહિત્ય : પૃષ્ઠો : ૭૨૨
શ્રી નેત્રમણિભાઈને પત્રો
ચિ. ચંદનને
વિદ્યાર્થિનીને પત્રો
પ્રભુદાસ ગાંધીને પત્રો
સરોજિની નાણાવટીને પત્રો
કુસુમ શાહને પત્રો


કાલેલકર ગ્રંથાવલિ : ભાગ - ૦૧થી ૧૫ : કુલ પૃષ્ઠો : ૯૩૯૪
.................................................................................................................................

અવસર અને ઉપક્રમ :

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
૩૦-૦૧-૨૦૧૫, શુક્રવારથી ૦૧-૦૨-૨૦૧૫, રવિવાર

વિષય : કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન
વક્તા : ડૉ. અશ્વિનકુમાર
તારીખ : ૦૧-૦૨-૨૦૧૫, રવિવાર
સમય : ૦૨:૧૫થી ૦૩: ૩૦

Monday, December 8, 2014

રેખા-કૃતિ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


ન ગરીબીની રેખા, ન ચલચિત્રની રેખા;
અમે તો બસ છીએ કુદરતે સર્જેલી રેખા!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 115


'બફેલો હિટ' અને 'બફેલો હીટ' સાવ અલગ અર્થ ધરાવે છે!


Thursday, December 4, 2014

ભેંસમાસીના બચાવમાં

ડૉ. અશ્વિનકુમાર 
.................................................................................................................................

ગીતાએ કહ્યું નહીં હોય તો કહેશે કે, ‘વાહનચાલકોએ આ ત્રણ ગતિ-અવરોધક પરિબળોથી દૂર રહેવું : ભીડ, ભૂવા, અને ભેંસ.’ જોકે, ચતુષ્પદધારી ભેંસો દ્વિચક્રી વાહનો સાથેની અથડામણથી લઘુતાગ્રંથિ અનુભવતી હોય એવું લાગે છે. ગુજરાતમાં ભેંસોનો પણ ‘વિકાસ’ થઈ ગયો હોય એમ તેણીઓ જમતાં પહેલાં, જમતી વખતે, અને જમ્યા પછી ચાલવા માટે વિમાની મથક જેવા ખાસ સ્થળની પણ પસંદગી કરે છે. સુરતમાં હવાઈ પટ્ટી ઉપર ભેંસ વિમાનને અથડાઈ. ત્યાર પછી, ઉધના પાસે ભેંસ-અથડામણનો અનુભવ રાજધાની રેલગાડીને પણ થયો. થોડા દિવસો બાદ, વલસાડમાં હેલિપેડ ઉપર ભેંસોએ ઉન્નત શૃંગે પ્રવેશોત્સવ કર્યો. જાણે ‘પેજ થ્રી પાર્ટી એનિમલ’ હોય તેમ આ ભેંસોએ વાગોળતાં મોઢે તસવીરો પણ ખેંચાવી. આ ઘટનાનો પોદળો માંડ સુકાયો ત્યાં તો નવસારી નજીક એક ભેંસ દુરંતો રેલગાડીને ભટકાઈ પડી. 

ગુજરાતમાં સિંહ ભલે શિરમોર હોય, પણ ભેંસ હવે સમાચાર બનતી જાય છે. આપણા રાજ્યમાં જાફરાબાદી, મહેસાણી, સુરતી, બન્ની, થરાદરી ભેંસો આગવી ઓળખ મેળવી ચૂકી છે. જો તમે ગુજરાતમાં કચ્છ નથી જોયું તો કશું નથી જોયું. કચ્છમાં બન્ની નથી જોયું તો કશું નથી જોયું. બન્નીમાં ભેંસ નથી જોઈ તો કશું નથી જોયું. અમે અમિતાભ બચ્ચન નથી ને આ લેખ પ્રવાસન વિભાગની જાહેરાત નથી. છતાં, આવું બધું ઇરાદાપૂર્વક કહીએ છીએ. કારણ કે, કચ્છના બન્ની વિસ્તારમાં અમે એવી ભેંસ જોઈ હતી જેની કિંમત સવા લાખ રૂપિયા હતી. માહિતી અધિકાર કાયદા અંતર્ગત અરજી નહોતી કરી એટલે જ એ વિશેષ બાતમી પણ મળી કે, બન્નીમાં ખાધે-પીધે સુખી ઘરની એક ભેંસ બે લાખ સાઠ હજાર રૂપિયામાં વેચાઈ હતી. ભારતમાં સઘળી વાતે ‘ક્રમાંક એક’નું વિકાસસૂત્ર રમતું કરનાર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં નેનોકડી કાર કરતાં બન્ની ભેંસ મોંઘી છે. એક વખત એ કાર ખરીદ્યા પછી, બીજા કોઈને વેચો તો મૂળ કિંમત કરતાં વીસ-પચીસ હજાર રૂપિયા ઓછા અંકાય. જયારે બન્ની ભેંસની કિંમત બીજા વેતરે વીસ-પચીસ હજાર રૂપિયા વધારે થાય. ગુજરાતીઓને આવો રોકડો લાભ અપાવવામાં ભેંસ સિવાય કયું પશુ તાન-માન-ધાનથી તૈયાર રહેવાનું છે?

સુરતમાં ભેંસનાં શિંગડાં વિમાનને આંબી ગયાં એટલે, બિહારના (ના)રાજનેતા નીતીશકુમારે એ મતલબનો સવાલ ફેસબૂક (અને આ કિસ્સામાં કહેવું હોય તો ભેંસબૂક) ઉપર તરતો મૂક્યો કે, ‘ભેંસ વિમાનને ટકરાય તેને વિકાસ કહેવાય?’ રાજ્યવિકાસ-હવનઅસ્થિપ્રક્ષેપકો તો એવું જ કહેવાના કે, ‘ગુજરાતમાં આ તો કેવો વિકાસ છે કે વિમાની મથકની બાજુમાં તબેલા હોય છે!’ જોકે, આપણા કોઈ સરકારી પ્રવક્તા આનો જવાબ આપતા એવું પણ કહી શકે કે, ‘ગુજરાતમાં એવો તો વિકાસ છે કે તબેલાની બાજુમાં વિમાની મથક હોય છે!’ બનવાજોગ છે કે, જ્યારે ગોચર અગોચર થાય ત્યારે પશુ ખોરાકની શોધમાં હદ ઓળંગે છે. આથી, કોઈ સ્થાનિક છાપાનો ખબરપત્રી એમ પણ સમાચાર લખે કે, ‘કારમી ઘાસતાણના કારણે, બે જુવાનજોધ પાડીઓની માતા એવી ભગરી ભેંસે, હવાઈ પટ્ટી ઉપર કાળ બનીને આવી રહેલા વિમાન આગળ પડતું મૂક્યું.’

દરેક માતૃભાષામાં જોડિયા શબ્દો જન્મતા અને જીવતા રહેતા હોય છે. જેમ કે, સીતા-રામ, શંકર-જયકિશન, દાળ-ભાત, ભાજી-પાંઉ, ગાય-ભેંસ ... ગાયની જેમ ભેંસને પણ એક પૂંછડી, ચાર આંચળ, અને બે ‘આઈ બ્રો’ હોય છે. છતાં ગાય માતા કહેવાય, અને ભેંસને માતેલી કહેવાય! જો ગાયને માતા તરીકે પૂજીએ તો ગાયની શ્યામળી બહેન સમાન ભેંસને ‘કેમ છો, માસી’ એવું કેમ ન પૂછીએ? આપણા પ્રાથમિક શિક્ષણમાં ‘ગાયમાતા’ વિશેના નિબંધડા પુછાય, પણ ઉચ્ચ શિક્ષણ પૂરું થઈ જાય તોય વિદ્યાર્થીઓને ‘ભેંસમાસી’ વિશે હાઈકુડી પણ નહીં પૂછવાની? ભારતની જનતાને ખાલી-ખાલી પૂછીને પણ, ભેંસને ‘રાષ્ટ્રીય શ્યામ સજીવરત્ના’ જાહેર કરી દેવી જોઈએ. સમર્થ સર્જક ર.વ. દેસાઈએ ‘ગ્રામલક્ષ્મી’ શબ્દને લોકપ્રિય કર્યો. અમે ભેંસ માટે ‘શ્યામલક્ષ્મી’ શબ્દને ચલણી બનાવવા માટે અખિલ ભારતીય સ્તરે પ્રયત્ન કરીશું.

સમગ્ર દેશમાં ગાયો માટે અલાયદી ગૌશાળાઓ છે, પરંતુ આઝાદીના અડસઠમા વર્ષે પણ ભેંસો માટે ભેંસશાળાઓની ધોરણસરની વ્યવસ્થા નથી. આથી, નિરક્ષર માણસો પણ ભેંસને ડોબું કહી જાય છે. વખતના બગાડ માટે તળપદી જબાનમાં ‘ડોબાં મૂંડવાં’ જેવો રૂઢિપ્રયોગ નિરાંતે વપરાય છે. આટલું ઓછું હોય એમ, ‘ભેંસ આગળ ભાગવત’ જેવી કહેવત ભેંસના સ્વમાન ઉપર પાટુ મારે છે. આપણી ધાર્મિક ભાવનાએ ગાયોને પવિત્ર ગણી અને ભેંસોને અવગણી. આથી, ભેંસો સમસમીને બેસી રહી, પણ ધર્મ ઉપરથી ભેંસોની શ્રદ્ધા ઊઠી ગઈ. આટલી વિગત-વાવ ખોદ્યા પછી ‘ભેંસ આગળ ભાગવત’ કહેવતનો એવો અર્થ કાઢી જ શકાય કે, ભેંસ નિરક્ષર નહીં, પણ નાસ્તિક હોઈ શકે.

સુરતની ભેંસઘાતક ઘટનાની બ્રહ્માંડવ્યાપી અસરો પડી શકે એમ છે. ‘બર્ડ હિટ’ની જેમ ‘બફેલો હિટ’ની શક્યતાને જોતાં આંતરરાષ્ટ્રીય હવાઈ નિયમોમાં ફેરફાર આવશે. હવે પછી કોઈ પણ વિમાનચાલકને પરવાનો આપતા પહેલાં એણે હવાઈ પટ્ટી ઉપર ઓછામાં ઓછી અડધો ડઝન ભેંસોના ટોળા વચ્ચે સલામત ઉડાણ અને ઉતરાણ કરવું પડશે. વિમાનચાલક નિરંતર અંગ્રેજી માધ્યમમાં ભણેલો હોય તોપણ તેણે ભેંસો સહેલાઈથી સમજી શકે તે માટે સ્થાનિક બોલીમાં ડચકારો કરવો પડશે. ચાલકે અનિવાર્ય સંજોગોમાં વિમાનને થોભાવી દઈને આગળ ઊભેલી ભેંસનું પૂંછડું આમળવું પડશે. તેણે વિમાનની પૂંછડીએ નહીં, પણ વિમાનચાલકની બેઠક સામે જ ‘હોર્ન પ્લીઝ’નું પાટિયું લગાવવું પડશે. ભેંસોનાં પડખાં ઉપર ફ્લૂરેસેન્ટ લાઇટ રિફ્લેક્ટર લગાડેલાં છે કે નહીં તે તપાસવા માટે તેણે હવાઈ મથકની આજુબાજુના વિસ્તારની નિયમિત મુલાકાત કરવી પડશે. આમ, ભેંસોના ક્ષેત્રે પારાવાર સંશોધનની શક્યતાઓ ઊભેલી છે. સરકારે માનવ સંસાધન વિકાસ વિભાગની જેમ મહિષી સંસાધન વિકાસ વિભાગ શરૂ કરીને, હવામાં ઊડતા યુવાધનને ભેંસો ઉપર સંશોધન કરવા માટે શિષ્યવૃત્તિ એટલે કે (બ)ફેલોશિપ આપવાની જરૂર છે!

.................................................................................................................................

સૌજન્ય :

'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૦૩-૧૨-૨૦૧૪, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮


Wednesday, December 3, 2014

Monday, December 1, 2014

થડ-મરોડ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર