Friday, December 12, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : ત્રીજું બુલેટિન


નારાયણભાઈની હાલતમાં આંશિક સુધારો જણાય છે. ન્યુરો-ફીઝિશિયન ડૉ. આપ્ટે કે જેઓ નારાયણભાઈની સારવાર કરી રહ્યા છે, તેમણે ગઈ કાલે સાંજે બીજા એમ.આર.આઈ.ની સલાહ આપી હતી. તેમાં કોઈ નોંધપાત્ર પરિવર્તનો જણાયાં ન હતાં. કોઈ બગાડો પણ જણાયો ન હતો. નારાયણભાઈને કફ બહાર કાઢવામાં તકલીફ પડે છે. તેને જ્યારે બહાર ખેંચવામાં આવે છે તે દરેક સમયે તેમને પીડા થાય છે. તેમ છતાં, ગઈ રાત્રિ શાંતિમય હતી. તેઓએ સારી નિદ્રા લીધી. સવારે ૪.૩૦ કલાકે જયારે સક્શન દ્વારા કફ બહાર ખેંચાતો હતો, ત્યારે તેમણે જણાવ્યું કે આ પીડાદાયક છે. આ સમયે તેઓ વધુ સ્પષ્ટતાથી બોલ્યા. થોડા વધારે દિવસો સુધી તેઓ સતત અવલોકન હેઠળ રહેશે. તેમની પરિસ્થિતિ સ્થિર કહી શકાય.

હું (સુદર્શન આયંગાર ) અમદાવાદ પરત ફરી રહ્યો છું. તેમના પરિવારજનો તેમની સાથે છે. તેમનો બીજો પુત્ર અફલાતૂન અને તેમનો પરિવાર સુરત પહોંચી ગયો છે.

આપણી પ્રાર્થના સતત ચાલતી રહેશે.


સમાચાર-સૌજન્ય : 
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૨-૧૨-૨૦૧૪
વખત : સવારના ૧૧:૧૫


1 comment:

  1. અશ્વિનભાઈ નારાયણભાઈના સમાચાર આપવા બદલ આભાર કનુવસાવા

    ReplyDelete