Wednesday, December 17, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : આઠમું બુલેટિન


રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. નારાયણભાઈ બોલી શકવાને અસમર્થ હોવા છતાં શુદ્ધિમાં છે. તેમને કરાયેલા સાદનો તેઓ પ્રતિભાવ આપે છે. જયારે બોલાવવામાં આવે છે ત્યારે અવાજની દિશામાં મસ્તક ફેરવવામાં તેઓ સફળ થાય છે. તેઓ પરિવારના સભ્યોને ઓળખી શકે છે. તેઓ જેને એકાદશ વ્રત અને સત્યાગ્રહનો અભ્યાસ કરાવી રહ્યા છે તે જાપાનીઝ વિદ્યાર્થિની કાઓરીને પણ ઓળખી શક્યા. જયારે કાઓરીએ તે અમદાવાદ જાય છે તેમ જણાવ્યું ત્યારે નારાયણભાઈએ 'અમદાવાદ' શબ્દનું ઉચ્ચારણ કરવા પ્રયત્ન કર્યો.

ગઇ કાલે અડધા કલાક માટે ઓક્સિજન માસ્ક સફળતા સાથે હટાવવામાં આવ્યો હતો. આજે ડૉક્ટરો આ માસ્કને હટાવીને આવશ્યકતા અનુસાર નળી વાટે ઓક્સિજન આપવાનું સૂચવી રહ્યા છે. શક્ય છે કે આવતા એકાદ-બે દિવસમાં તેમને આઈસીયુમાંથી અન્યત્ર ફેરવવામાં આવે. 

હવે પછીનું બુલેટિન કદાચ બે દિવસ બાદ આવશે.

લાગે છે કે આપણી પ્રાર્થના કામિયાબ થઈ રહી છે.

સમાચાર-સૌજન્ય :
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૭-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૧૦


No comments:

Post a Comment