Thursday, December 11, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : પહેલું બુલેટિન


તારીખ ૦૯-૧૨-૨૦૧૪ની રાત્રિ દરમ્યાન નારાયણભાઈ દેસાઈને સ્ટ્રોક આવ્યો. ૧૦-૧૨-૨૦૧૪ની સવારે તેઓ ઊઠી શક્યા નહીં. સવારે ૬.૩૦ કલાકે તેમને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓનો વર્ગ લેવાનો હતો. તેમનાં દીકરી ઉમાબહેન અને બીજાઓને લાગ્યું કે તેઓ સૂઈ રહ્યા છે. ૯.૦૦ વાગ્યા સુધી તેઓ ઊઠ્યા નહીં. પરિણામે ઉમાબહેન અને બીજાઓએ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેઓ ન જાગી શક્યા કે ન બોલી શક્યા. એમ્બ્યુલન્સ સેવા - ૧૦૮ને બોલાવીને તેઓને બારડોલીના દવાખાનામાં લઈ જવાયા. ગ્લુકોઝ અપાયો, પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. ડૉક્ટરોએ તેમને અન્ય પરીક્ષણ અને નિદાન માટે સુરત લઈ જવાની સલાહ આપી. 

બપોરે ૩.૦૦ કલાકે તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા. એમ.આર.આઈ. અને અન્ય પરીક્ષણો થયાં. જેમાં મગજના નુકસાનની શંકા પાકી થઈ. ત્યાં સુધી તેઓ શુદ્ધિમાં ન હતા અને ઓક્સિજન ઉપર હતા.

રાત્રે તેઓ ભાનમાં આવ્યા હોય તેવાં થોડાં ચિહ્નો જણાયાં. તેઓએ પૌત્રી દુઆને ઓળખી અને પાણી માગ્યું. ૯મી રાત શાંતિમય ન હતી. ૧૦મીની સવારની પરિસ્થિતિ એવી છે કે તેઓ અસ્પષ્ટ અવાજે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ પરિસ્થિતિ વિકટ છે અને તેઓની હાલત ગંભીર છે.

આપણે તેમની કુશળતા માટે પ્રાર્થના કરીએ છીએ.


સમાચાર-સૌજન્ય : 
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૦-૧૨-૨૦૧૪
વખત : બપોરના ૧૨:૦૦

No comments:

Post a Comment