Thursday, December 11, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : બીજું બુલેટિન

ડૉક્ટરનો અભિપ્રાય : મહાવીર ટ્રોમા સેન્ટર, સુરતના ડૉ. આસવ નારાયણભાઈની દેખરેખ રાખનાર તબીબ છે. બપોરના ૧૨ વાગે નારાયણભાઈને તપાસ્યા  બાદ, ડૉક્ટર જણાવે છે કે, 'નારાયણભાઈની તબિયતમાં સુધારો કે બગાડો નથી. દવાઓની મદદથી તબીબો તેમના મુખ્ય અંગોને જાળવી રહ્યા છે. નારાયણભાઈની તબિયત અંગે કાંઈ પણ  નક્કર કહેવા માટે ૨થી ૩ દિવસનો સમય લાગશે.'

આપણી આશા : આજે સવારે  તેમની જાપાનીઝ વિદ્યાર્થિની કાઓરીએ ભૂદાન અંગેનું ગીત ગાયું ત્યારે તેઓએ હાથના થોડાં હલનચલન સાથે પ્રતિભાવ આપવાની કોશિશ કરી. તેઓ  પોતાની શક્તિ અને ઇન્દ્રિયો પાછી  મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાય છે. તેઓ આંખ ખોલવાનો પ્રયાસ કરે છે, પણ ખોલી શકતા નથી. એવું જણાય છે કે તેઓ સાંભળી શકે છે અને જે સાંભળે છે તેનો પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપણે તેમની કુશળતા માટે સતત પ્રાર્થી રહ્યા છીએ.


સમાચાર-સૌજન્ય : 
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૧-૧૨-૨૦૧૪
વખત : બપોરના ૨:૦૦

No comments:

Post a Comment