અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, January 27, 2026
Friday, January 23, 2026
Tuesday, January 20, 2026
તમારી સર્જનાત્મકતાને 'કવચ'ની જરૂર છે!
માહિતી-સૌજન્ય :
રણજિત મકવાણા, પૂર્વ વિદ્યાર્થી (વર્ષ : ૨૦૨૩-૨૦૨૫), પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ
Monday, January 19, 2026
વતન-વાપસીએ બાપુની ઝાંખી | 'નવજીવનનો અક્ષરદેહ' | ડૉ. અશ્વિનકુમાર
ડૉ. અશ્વિનકુમાર
'નવજીવનનો અક્ષરદેહ'
ડિસેમ્બર, ૨૦૨૫
પૃષ્ઠ : ૪૪૬-૪૪૭
ડિસેમ્બર, ૨૦૨૫
પૃષ્ઠ : ૪૪૬-૪૪૭
Sunday, January 18, 2026
ભાષાની મજા, મજાની ભાષા - 1617
ગુજરાતી અખબારોમાં 'કમબેક' માટે 'પુનરાગમન' કે 'વાપસી' શબ્દને પરત બોલાવવા જેવા છે!
Saturday, January 17, 2026
Friday, January 16, 2026
Thursday, January 15, 2026
માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)ના જન્મદિન નિમિત્તે વ્યાખ્યાન
માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)ના જન્મદિન (૧૫-૦૧-૧૯૨૯) નિમિત્તે વ્યાખ્યાન
વિષય : માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) : જીવન અને ઉદ્દેશદિનાંક : ૧૫-૦૧-૨૦૨૬, ગુરુવાર
સ્થળ : મોરારજી મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Tuesday, January 13, 2026
પૂર્વ વિદ્યાર્થીનો વર્તમાન વિદ્યાર્થી સાથે વાર્તાલાપ
મીત સોની, પત્રકાર, વીટીવી ડિજિટલ
સંવાદનો વિષય : પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશતા નવસ્નાતકો સામેના પડકારો અને તેના ઉકેલો
Monday, January 12, 2026
'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે વ્યાખ્યાન
વિષય : સ્વામી વિવેકાનંદ : જીવન અને કાર્ય
દિનાંક : ૧૨-૦૧-૨૦૨૬, સોમવાર
સ્થળ : મોરારજી મંડપમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Sunday, January 11, 2026
'વૈષ્ણવજન' પૉડકાસ્ટમાં જીવદયા-કર્મશીલ અને પક્ષીવિદ કાર્તિક શાસ્ત્રી સાથે સંવાદ
વિષય-નિષ્ણાત : જીવદયા-કર્મશીલ અને પક્ષીવિદ કાર્તિક શાસ્ત્રી
Friday, January 9, 2026
વતન-વાપસીએ બાપુની ઝાંખી || ડૉ. અશ્વિનકુમાર
ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જોકે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ, અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું?... ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?!... આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.
કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.
ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ. ૩૪૫)માં કહે છે : “જયારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.”
દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એકવાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું.
.................................................................................................................................
અક્ષર-આકાશિકા(બ્લોગ) : https://ashwinningstroke.blogspot.com
Thursday, January 1, 2026
મહાદેવ દેસાઈ જન્મજયંતી
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પૂર્વ સ્નાતકો રમેશ તન્ના અને ગોપી મણિયારનું સન્માન
256010446006 સમૂહ માધ્યમોનો વિકાસ (Development of Mass Media)
256010446006
સમૂહ માધ્યમોનો વિકાસ
(Development of Mass Media)
Unit 1 એકમ : ૧
૧.૧ આઝાદી પહેલાનું ભારતીય પત્રકારત્વ
૧.૨ આઝાદી પહેલાનું ગુજરાતી પત્રકારત્વ
૧.૩ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હસ્તલિખિત પત્રિકાઓ
૧.૪ આઝાદી પછીનું ભારતીય પત્રકારત્વ
૧.૫ આઝાદી પછીનું ગુજરાતી પત્રકારત્વ
Unit 2 એકમ : ૨
૨.૧ દેશપારનું ગુજરાતી પત્રકારત્વ
૨.૨ વંચિતો માટેનું પત્રકારત્વ
૨.૩ મહિલાઓ માટેનું પત્રકારત્વ
૨.૪ ગુજરાતી સામયિકોનો ઇતિહાસ અને વર્તમાન
૨.૫ ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ અને વર્તમાન
Unit 3 એકમ : ૩
૩.૧ ચલચિત્રની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૨ રેડિયોની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૩ ટેલિવિઝનની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૪ નૂતન માધ્યમોની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૫ પ્રસારભારતી
Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક
૪.૧ દૈનિકોની સમાચાર-સામગ્રી
૪.૨ ટેલિવિઝન ચેનલ્સની સમાચાર-સામગ્રી
૪.૩ રેડિયો ચેનલ્સની સમાચાર-સામગ્રી
૪.૪ વેબ-પોર્ટલ્સની સમાચાર-સામગ્રી
૪.૫ ચલચિત્રોની સમીક્ષા
Unit 1 એકમ : ૧
૧.૧ આઝાદી પહેલાનું ભારતીય પત્રકારત્વ
૧.૨ આઝાદી પહેલાનું ગુજરાતી પત્રકારત્વ
૧.૩ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હસ્તલિખિત પત્રિકાઓ
૧.૪ આઝાદી પછીનું ભારતીય પત્રકારત્વ
૧.૫ આઝાદી પછીનું ગુજરાતી પત્રકારત્વ
Unit 2 એકમ : ૨
૨.૧ દેશપારનું ગુજરાતી પત્રકારત્વ
૨.૨ વંચિતો માટેનું પત્રકારત્વ
૨.૩ મહિલાઓ માટેનું પત્રકારત્વ
૨.૪ ગુજરાતી સામયિકોનો ઇતિહાસ અને વર્તમાન
૨.૫ ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ અને વર્તમાન
Unit 3 એકમ : ૩
૩.૧ ચલચિત્રની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૨ રેડિયોની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૩ ટેલિવિઝનની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૪ નૂતન માધ્યમોની વિશેષતાઓ, ઉદ્દભવ, અને વિકાસ
૩.૫ પ્રસારભારતી
Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક
૪.૧ દૈનિકોની સમાચાર-સામગ્રી
૪.૨ ટેલિવિઝન ચેનલ્સની સમાચાર-સામગ્રી
૪.૩ રેડિયો ચેનલ્સની સમાચાર-સામગ્રી
૪.૪ વેબ-પોર્ટલ્સની સમાચાર-સામગ્રી
૪.૫ ચલચિત્રોની સમીક્ષા
|| સને ૨૦૨૬માં કરેલા પ્રવાસની સૂચિ || ડૉ. અશ્વિનકુમાર
૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ : માતર, નડીઆદ તાલુકો, ખેડા જિલ્લો
શબ્દલોકના યાત્રીઓ : ભાગ ૧ - ૨ || રમણલાલ જોશી
https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93_%E2%80%93_%E0%AB%A8
Subscribe to:
Comments (Atom)





