"ચોમેર છાઈ રહેલી નિરાશાની રાત્રિમાં આપણે ભૂલા ન
પડીએ.આશાનાં કિરણને સારુ આપણે બાહ્યાકાશ ભણી નજર ન નાખીએ, પણ અંતરાકાશ તપાસીએ.જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ છે, જેણે ભયનો ત્યાગ કર્યો છે,
જે
પોતાના કર્તવ્યમાં પરાયણ રહે છે, જે કર્તવ્યપરાયણતામાં જ
પોતાના હકોને છુપાયેલા જુએ છે તે વિદ્યાર્થી બહાર વ્યાપી રહેલા અંધકારથી ભયભીત
નહીં થાય, પણ જાણશે કે એ અંધકાર
ક્ષણિક છે, પ્રકાશ નજીક છે."
કુલપતિ ગાંધીજી
( ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે ૦૫-૧૨-૧૯૨૫ના રોજ યોજાયેલા પદવીદાન સમારંભમાં રજૂ કરેલા ભાષણમાંથી )
મૂળ અંગ્રેજી : 'યંગ ઇન્ડિયા', ૧૦-૧૨-૧૯૨૫
અનુવાદ : 'નવજીવન', ૧૩-૧૨-૧૯૨૫
No comments:
Post a Comment