'ઇલા'નો અર્થ ભલે 'પૃથ્વી' થાય, પરંતુ પૃથ્વીલોકમાં ઇલા ભટ્ટ ('સેવા'), ઇલા પાઠક ('અવાજ'), ઇલા મહેતા (સાહિત્યકાર), ઇલા નાયક (લેખક), ઇલા નાયક (પ્રાધ્યાપક), ઇલા જોશી (સંશોધક) નોખાં પોત અને પ્રતિભા ધરાવે છે!
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, April 13, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 361
સંસ્કૃત ભાષામાં 'ઇલા' શબ્દનો અર્થ 'પૃથ્વી' એવો થાય છે.
જયારે, અરબીમાં 'ઇલા' અર્થાત 'ઇલાહી' એટલે 'યા ખુદા!'.
ભાષાની મજા, મજાની ભાષા - 360
કેવળ 'રવિશંકર' લખશો તો ગોટાળા થશે.કારણ કે, રવિશંકર મહારાજ, રવિશંકર રાવળ, પંડિત રવિશંકર, શ્રી શ્રી રવિશંકરનાં અસ્તિત્વ અને ઓળખ નોખાં છે!
ભાષાની મજા, મજાની ભાષા - 358
લખતી વખતે જગ્યા છોડવાની આવે ત્યારે સાવધાની રાખો :
'એમનાં જય સ્વામીનારાયણ સ્વીકારજો'
'એમનાં જયસ્વામીના રાયણ સ્વીકારજો'
Friday, April 12, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 40
What is 'GOD'? :
'G' એટલે 'Generator' (સર્જક) અર્થાત બ્રહ્મા.
'O' એટલે 'Operator' (પાલક) અર્થાત વિષ્ણુ.
'D' એટલે 'Destroyer' (સંહારક) અર્થાત મહેશ. (!!!)
ભાષાની મજા, મજાની ભાષા - 354
નોંધી રાખો : એક જોજન એટલે ચાર ગાઉ અને એક ગાઉ એટલે દોઢેક માઈલ.
આથી, એક જોજન એટલે આશરે છ માઈલ એટલે કે લગભગ દસ કિલોમિટર!
ભાષાની મજા, મજાની ભાષા - 353
યાદ રાખો : 'એક માઈલ'ની જગ્યાએ '1.6 કિલોમિટર' અથવા 'આશરે દોઢ કિલોમિટર' લખવું.
ભાષાની મજા, મજાની ભાષા - 351
વજનની વાત કરો તો,
એક પાઉંડ એટલે 38.91 રૂપિયાભારનો અંગ્રેજી તોલ.
દેશી ભાષામાં કહીએ તો એક પાઉંડ એટલે એક રતલ.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 39
જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ :
આગળથી વાંચશો તો 'GOD' ભાસશે.
પાછળથી વાંચશો તો 'DOG' ભસશે!
પાછળથી વાંચશો તો 'DOG' ભસશે!
ભાષાની મજા, મજાની ભાષા - 350
સરેરાશ વાચકોને 'એક મિલિયન' એટલે કેટલા થાય એ ખબર નહીં પડે.આથી 'એક મિલિયન'ની જગ્યાએ 'દસ લાખ' લખવું વધારે હિતાવહ છે.અમદાવાદની વસ્તી 'આશરે પાંચ મિલિયન'ની જગ્યાએ 'આશરે પચાસ લાખ' જણાવવી!
ભાષાની મજા, મજાની ભાષા - 349
આંકડામાં '50000000' ની જગ્યાએ શબ્દોમાં 'પાંચ કરોડ' લખવું.આમ કરવાથી વાચકો " એકમ, દશક, શતક, હજાર, દસ હજાર, કરોડ ... " એમ મીંડાં ગણવામાંથી બચી જશે.આ ઉપરાંત અક્ષરાંકન(કમ્પોઝિંગ) કરવામાં અનુકૂળતા રહેશે અને એકાદ મીંડું વધશે-ઘટશે નહીં.આવા કિસ્સામાં દર વખતે આ રીતે આંકડાની જગ્યાએ શબ્દોમાં લખવાથી ઘણી બધી જગ્યા અને વખત પણ બચી જશે!
ભાષાની મજા, મજાની ભાષા - 348
'અક્ષૌહિણી સેના' સેના કોને કહેવાય?
એક અક્ષૌહિણી એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ ઘોડા તથા ૧,૦૯,૩૫૦ પાયદળ - એટલી સેનાનો સમૂહ !
ભાષાની મજા, મજાની ભાષા - 346
'brother-in-law'(સાળા)ના 'father'(પિતા)ની 'daughter-in -law'(પુત્રવધૂ)ને ગુજરાતીમાં શું કહેવાય?!
'સાળાવેલી' (!)
અંગ્રેજી ભાષા, દેશી મજા : 38
'child'નું બહુવચન 'childs' ન થાય, પણ 'children' જ થાય.
ગમે એટલાં બાળકો હોય તો પણ 'children'નું બહુવચન 'childrens' ન થાય.
ઘણાં ઘણાં બાળકો હોય તો 'ચિલ્ડ્રન્સ'નું પણ બહુવચન 'ચિલ્ડ્રન્સો' કરનારા વીર બહુવચન મળી રહે છે!
ગમે એટલાં બાળકો હોય તો પણ 'children'નું બહુવચન 'childrens' ન થાય.
ઘણાં ઘણાં બાળકો હોય તો 'ચિલ્ડ્રન્સ'નું પણ બહુવચન 'ચિલ્ડ્રન્સો' કરનારા વીર બહુવચન મળી રહે છે!
Thursday, April 11, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 37
સવાલ : જેમાં એકપણ વખત 'a' ન આવતો હોય તેવા, એક હજાર અંગ્રેજી શબ્દોની યાદી બનાવવાની હોય તો તમારે કેટલો સમય લાગશે?
જવાબ : ઝાઝી વાર ન લાગે!
સાચો અને ઝડપી ઉત્તર છે : 0 અને 1 to 999!
કારણ કે, 'Zero'થી માંડીને 'Nine Hundred Ninety Nine' સુધીના આ એક હજાર શબ્દોમાં ક્યાંય 'a' શોધ્યો જડે એમ નથી!
ભાષાની મજા, મજાની ભાષા - 340
સાચો શબ્દ કયો? :
'મીડું' કે 'મીંડું'?
બન્ને શબ્દો સાચા છે. એક વખત આવે કે બે વખત આવે, મીડું મીંડું જ રહે છે !
ભાષાની મજા, મજાની ભાષા - 339
'સાથિયો' એ મંગળ રૂપ ચિહ્ણ છે. એક કાળે આપણા સમાજમાં અભણ સ્ત્રીઓ કોઈ કાગળ-પત્ર કે લખાણ-દસ્તાવેજમાં પોતાના હસ્તાક્ષરની જગ્યાએ સાથિયો એટલે કે સ્વસ્તિકની આકૃતિ કરતી હતી! આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે, અભણ પણ હોય અને વિધવા પણ હોય તેવી સ્ત્રીઓએ સાથિયો નહીં પણ મીંડું કરવું પડતું!
ભાષાની મજા, મજાની ભાષા - 335
કોણ મોટું છે? : ' બિંદુ કે રેખા ? '
'ભૂમિતિની વાત કરો તો રેખા,'
'અભિનેત્રીની વાત કરો તો બિંદુ.' (!)
તા.ક. : બિંદુ (17-01-1951) અને રેખા (10-10-1954) વચ્ચે લગભગ ચાર વર્ષનું અંતર છે!
ભાષાની મજા, મજાની ભાષા - 334
નામ હશે ટુકડામાં,
ગુણ હસે મુખડામાં!
ગુણ હસે મુખડામાં!
મોહનદાસ કરમચંદ ગાંધી
મોહ ન, દાસ કરમ, ચંદ ગાંધી (!)
ભાષાની મજા, મજાની ભાષા - 332
પાટણનાં પટોળાં સામે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી.
પાટણનાં પ ટોળાં સામે કોઈ ટક્કર લઈ શકે તેમ નથી.(!)
Wednesday, April 10, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 330
રાજકીય સમાચારોમાં આપણા નેતાઓ માટે 'ઘટના' એટલે 'વખોડી કાઢવી' !
નેતાઓ માટે પોતાને પ્રતિકૂળ હોય એવાં નિવેદનો એટલે 'રદિયો આપવો' !
ભાષાની મજા, મજાની ભાષા - 329
આત્મહત્યા વિષયક સમાચારમાં સ્ત્રી અને એ પણ પરિણીતાનું મોત 'પ્રાયમસ' ફાટવાથી થતું હોય છે! ખરેખર તો 'પ્રાયમસ' એ એક કંપનીનું નામ છે જે સ્ટવની દુનિયાનું જાણીતું નામ છે!
અંગ્રેજી ભાષા, દેશી મજા : 34
'Woman : With out her man, is nothing.'
'Woman : With out her, man is nothing.' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 323
રાષ્ટ્રે શહીદોને દીર્ઘ કાળ સુધી યાદ રાખવા જોઈએ.
આટલું યાદ રાખીએ તો એ પણ યાદ રહે કે 'શહીદ'માં દીર્ઘ 'ઈ' આવે!
ભાષાની મજા, મજાની ભાષા - 322
મો.ક.ગાંધી ઓક્ટોમ્બર માસમાં જન્મ્યા નહોતા.
તેઓનો જન્મ તો ઓક્ટોબર માસમાં થયો હતો !
Tuesday, April 9, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 319
આ ત્રણમાંથી કયું સમાચાર-શીર્ષક સાચું હશે?
યુવતીની સૌથી લાંબી આત્મહત્યાની કોશિશ
યુવતીની આત્મહત્યાની સૌથી લાંબી કોશિશ
સૌથી લાંબી યુવતીની આત્મહત્યાની કોશિશ
ભાષાની મજા, મજાની ભાષા - 317
બે અક્ષરો વચ્ચે થોડીક જ જગ્યા છૂટી જાય તો સમાચારનું શીર્ષક જુદો જ અર્થ ધારણ કરશે :
શીતલહેરથી વાતાવરણ ખુશનુમા
શીતલ હેરથી વાતાવરણ ખુશનુમા
ભાષાની મજા, મજાની ભાષા - 316
એક જ અક્ષર ઉમેરશો તો મૃત્યુનો પ્રકાર બદલાઈ જશે :
આઘાતથી મૃત્યુ
આપઘાતથી મૃત્યુ
Monday, April 8, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 315
આપણું 'ધોળકા' રાષ્ટ્રીય વીજાણુ-માધ્યમોમાં પહોંચતાં-પહોંચતાં 'ઢોલકા' થઈ જાય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 311
શિક્ષિકા : " હું સુંદર છું " - આ વાક્યનો કાળ જણાવો.
ઢપુ (ટપુનો માતરાઈ ) : "પૂર્ણ ભૂતકાળ"!
અંગ્રેજી ભાષા, દેશી મજા : 31
દરેક નાનું બાળક 'Baby' જ કહેવાય.હા, તે 'baby girl' કે 'baby boy' હોઈ શકે !
ભાષાની મજા, મજાની ભાષા - 306
પિતાનાં ભાઈ-બહેનનાં સંતાનોને 'પિતરાઈ' કહીએ અને માતાનાં ભાઈ-બહેનનાં સંતાનોને 'માતરાઈ ' કહીએ તો કેવું?!
ભાષાની મજા, મજાની ભાષા - 305
બે શબ્દો વચ્ચે જગ્યા છોડો, પણ જરા સાચવીને !
'મનમાં કડું છે.'
'મન માંકડું છે.'
ભાષાની મજા, મજાની ભાષા - 303
બહાર મહેરબાની કરીને પગરખાં ઉતારશો.
મહેરબાની કરીને બહાર પગરખાં ઉતારશો.
મહેરબાની કરીને પગરખાં બહાર ઉતારશો.
આમાં આપણે ક્યાં ઊતરવું અને પગરખાં ક્યાં ઉતારવાં ?!
ભાષાની મજા, મજાની ભાષા - 302
તમારી ઉપર 'પીએમઓઓફિસ'માંથી પત્ર નહીં જ આવે.
હા, તમારી ઉપર 'પીએમઓ'માંથી કે 'પીએમઓફિસ'માંથી પત્ર આવી શકે !
ભાષાની મજા, મજાની ભાષા - 301
વિપ્રના વિદ્યાર્થીઓ અને વિ.પ્ર.ના વિદ્યાર્થીઓ ભિન્ન છે?!
સામાજિક સંદર્ભમાં વિપ્ર એટલે બ્રાહ્મણ.
શૈક્ષણિક સંદર્ભમાં વિ.પ્ર.એટલે વિજ્ઞાન પ્રવાહ.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 30
કેટલાક લોકો 'રિસ્ક'ની જગ્યાએ 'રિક્સ' બોલે છે.અંગ્રેજી ભાષા માટે આ પણ એક પ્રકારનું 'જોખમ' જ કહી શકાય!
ભાષાની મજા, મજાની ભાષા - 300
" તમારો પરિવાર બધો વખત કેવળ પરિવાદ જ કરે છે?! "
'પરિવાર' એટલે કુટુંબકબીલો.
'પરિવાદ' એટલે નિંદા.
ભાષાની મજા, મજાની ભાષા - 297
દસ્તાવેજ કરનારી વ્યક્તિએ અને સાક્ષી રહેનારી વ્યક્તિએ,
દસ્તાવેજમાં ક્યાં હસ્તાક્ષર કરવાના છે તે જગ્યા જણાવતો શબ્દ-પ્રયોગ એટલે
દસ્તાવેજમાં ક્યાં હસ્તાક્ષર કરવાના છે તે જગ્યા જણાવતો શબ્દ-પ્રયોગ એટલે
'અત્ર મતુ તત્ર સાખ'.
Saturday, April 6, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 291
ઈશ્વરભાઈની દીકરી લીલાને જન્મથી જ બંને હાથ નથી.
એને જોઈને રસ્તે જતાં એક માણસે કહ્યું : " ઈશ્વરની લીલા અકર છે!"
આ માણસ 'ળ'નો 'લ' બોલતો હતો છતાં એણે જે કહ્યું તે સાચું જ માનવું પડે!
ભાષાની મજા, મજાની ભાષા - 286
વ્યક્તિનું નામ પહેલાં લખવું, અટક પછી લખી શકાય.
કોઈ છોકરાનું નામ મૃગ અને અટક શાહ હોય તો, એ છોકરો કયો વિકલ્પ પસંદ કરશે?
'મૃગ શાહ' કે 'શાહ મૃગ'?!
Friday, April 5, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 285
સંતાનો વિદેશમાં રહેતાં હોય, પતિ-પત્ની દેશમાં એકલાં રહેતાં હોય, તેઓ સાથે રહેતાં હોય છતાં, મન-કર્મ-વચનથી એકબીજાથી એકલાપણું અનુભવતાં હોય તો, આ બે માણસોને કોરી ખાતી એકબીજાની એકલતાને 'બેકલતા' કહેવાય?!
ભાષાની મજા, મજાની ભાષા - 284
આમ, ઘટના અને આમ, દુર્ઘટના કહેવાય :
'બે મહિલાઓ મોતે મરી.'
'મહિલાઓ બેમોતે મરી.'
ભાષાની મજા, મજાની ભાષા - 283
ધ્યાન ધરો નહીં, પણ ધ્યાન રાખો :
'તમારી સમક્ષ રજૂઆત થઈ છે.'
'તમારી સક્ષમ રજૂઆત થઈ છે.'
ભાષાની મજા, મજાની ભાષા - 282
અક્ષરો સાવધાનીપૂર્વક હંકારો :
'આ સુધારો છેલ્લા દાયકામાં થયો હતો.'
'આ સુધારો છેલ્લા કાયદામાં થયો હતો.'
ભાષાની મજા, મજાની ભાષા - 280
અક્ષરોની ફેર-બદલી થાય તો 'વાઈરસ'નું 'વાઈસર' થઈ જાય!
" એમને ડૉકટરે કહ્યું કે, " તમારા શરીરમાં 'વાઈસર' છે? "
" અરે રે! તો તો પેટ ચીરવું પડશે! "
ભાષાની મજા, મજાની ભાષા - 279
આ બંને વાક્યો જુદા-જુદા અર્થ ધરાવે છે? :
એમની પત્નીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો.
એમની પત્નીએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો (!)
ભાષાની મજા, મજાની ભાષા - 278
કેવળ બે જ અક્ષરો આઘા-પાછા થાય તો ?!
'સાથી હાથ બઢાના'
'હાથી સાથ બઢાના' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 277
'મંદબુદ્ધિ' શબ્દ ન વાપરવો.
એના બદલે 'માનસિક ભિન્ન' શબ્દ વાપરીને આપણી પરિપકવ બુદ્ધિનો પરિચય કરાવીએ!
એના બદલે 'માનસિક ભિન્ન' શબ્દ વાપરીને આપણી પરિપકવ બુદ્ધિનો પરિચય કરાવીએ!
ભાષાની મજા, મજાની ભાષા - 276
પતિ-પત્ની બંને સાઠ વર્ષનાં થયાં.ગુજરાતી કહેવત પ્રમાણે 'સાઠે બુદ્ધિ નાઠે'!
પરંતુ, એમના કિસ્સામાં આ પ્રમાણે કહી શકાય :
'પતિ અને પત્નીની સાઠે બુદ્ધિ નાઠી.'
'પતિ અને પત્નીની સાથે બુદ્ધિ નાઠી.'(!)
Thursday, April 4, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 271
'ય'ની જગ્યાએ 'ચ' વાંચશો તો અર્થ બદલાઈ જશે!
'વિક્રમરાજા નગરચર્યા કરવા નીકળ્યા.'
'વિક્રમરાજા નગરચર્ચા કરવા નીકળ્યા.'
Wednesday, April 3, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 24
વિશ્વનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ કયું?
Taumatawhakatangihangakoauauotamateaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu
તમારામાં હોય એટલી તાકાત ખર્ચીને આ નામ વાંચી બતાવો !
ભાષાની મજા, મજાની ભાષા - 270
સવાલ : ઓગણીસમી સદીનું પહેલું અને છેલ્લું વર્ષ કયું આવે?
જવાબ : 1801 અને 1900
તમારા સિવાયના લોકો એવું પણ માની લે કે ઓગણીસમી સદી હોય એટલે 1901થી શરૂ થાય!
ભાષાની મજા, મજાની ભાષા - 269
સવાલ : જે સાલમાં છપ્પનિયો દુકાળ પડ્યો એ સાલ 'વિક્રમ સંવત' અને 'ઈ.સ.'માં લખશો?
જવાબ : વિક્રમ સંવત 1956 પરંતુ ઈ.સ. 1900
ભાષાની મજા, મજાની ભાષા - 265
તમે કોરિયાનો ઉલ્લેખ કરો ત્યારે શક્ય હોય તો સ્પષ્ટ કરો કે એ ઉત્તર કોરિયા છે કે દક્ષિણ કોરિયા?
ભાષાની મજા, મજાની ભાષા - 264
આપણા એ સાહિત્યકારનું નામ ચૂનીલાલ મડિયા હતું. ભૂલથી પણ ચૂનીલાલ મીડિયા ન લખવું-વાંચવું-સાંભળવું!
ભાષાની મજા, મજાની ભાષા - 262
જન્મ આપે એ જ જનેતા કહેવાય તો 'સગી જનેતા'ની જગ્યાએ 'જનેતા' લખો તો ન ચાલે?!
'મા' ઓરમાન હોઈ શકે, પણ 'જનેતા' તો સગી જ હોય!
Tuesday, April 2, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 258
તેમના વતી ચાબાઈ કરે તો અમને વાંધો છે.
તેમના વતી ચા બાઈ કરે તો અમને વાંધો નથી.(!)
તા.ક. : ચાબાઈ એટલે ચાવળાપણું
ભાષાની મજા, મજાની ભાષા - 257
આત્મહત્યા માટે વ્યક્તિ ગળે જ ફાંસો ખાય છે, ઘૂંટણ, કોણી, કાંડા કે કમરે ફાંસો ખાતો નથી!
ફાંસો ખાવો એટલે જ ગળાને ગાળામાં ભેરવીને આપઘાત કરવો.
'બેકાર યુવકે ગળે ફાંસો ખાધો' એમ શીર્ષક ન આપવું.
'બેકાર યુવકે ફાંસો ખાધો' એ વધારે યોગ્ય શીર્ષક છે.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 21
'Nature'ની જોડણીને કંઠસ્થ રાખવા માટે 'નટુ રે' ( Natu re ) એમ યાદ રાખવું પડે!
ભાષાની મજા, મજાની ભાષા - 254
સાચો શબ્દ કયો? : 'અજરામર' કે 'અજરાઅમર'?!
'અજરામર' એટલે જ 'અજર અને અમર'!
ભાષાની મજા, મજાની ભાષા - 251
પરોણો પરાણો લઈને પરાણે પહોંચ્યા.
'પરાણો' એટલે આર(લોઢાની અણી)વાળી લાંબી લાકડી.
'પરોણો' એટલે 'મહેમાન'.
'પરાણે' એટલે 'માંડ-માંડ'.
'પરાણે' એટલે 'માંડ-માંડ'.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 20
Don't read it like this : 'A dish war'.
Read it like this : 'Adishwar' (!)Monday, April 1, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 245
જે તે વિશ્વવિદ્યાલયનું ઉચ્ચ પદ કોઈ મહિલા શોભાવે તો તેમનાં માટે 'કુલાધિપતિ'ની જગ્યાએ 'કુલાધિમાતા' અને 'કુલપતિ'ની જગ્યાએ 'કુલમાતા' જેવો શબ્દ-પ્રયોગ કરવો વધુ યોગ્ય લાગે છે.
ભાષાની મજા, મજાની ભાષા - 244
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Chancellor'નું ગુજરાતી 'કુલાધિપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Chancellor'નું ગુજરાતી 'કુલપતિ' કરવું.
ભાષાની મજા, મજાની ભાષા - 243
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Vice-Chancellor'નું ગુજરાતી 'કુલપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Vice-Chancellor'નું ગુજરાતી 'કુલનાયક' કરવું.
ભાષાની મજા, મજાની ભાષા - 242
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Pro Vice-Chancellor'નું ગુજરાતી 'ઉપ કુલપતિ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Pro Vice-Chancellor'નું ગુજરાતી તો શું, કશું જ ન કરવું ! કારણ કે, ગૂજરાત વિદ્યાપીઠમાં હાલમાં આવી કોઈ જ પદ-સગવડ અસ્તિત્વમાં નથી!
ભાષાની મજા, મજાની ભાષા - 241
ગુજરાત યુનિવર્સિટી વિષયક સમાચાર લખો તો 'Registrar'નું ગુજરાતી 'કુલસચિવ' કરવું.
ગૂજરાત વિદ્યાપીઠ વિષયક સમાચાર લખો તો 'Registrar'નું ગુજરાતી 'કુલસચિવ' જ કરવું.
ગૂજરાત વિદ્યાપીઠના 'Registrar' માટે આજે 'કુલસચિવ' શબ્દ વપરાય છે.
જૂના વખતમાં કાકાસાહેબ કાલેલકરે 'Registrar' માટે 'મહામાત્ર' શબ્દ ચલણી કર્યો હતો.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 18
'ACDT' નહીં પણ 'Acidity' બોલો-લખો !
'એસિડિટી' એ એક એવી 'અંગ્રેજી' તકલીફ છે, જેનું 'ગુજરાતી' ભાષાંતર 'અમ્લપિત્ત' થાય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 239
મોરારજી દેસાઈ અને મોરારિ બાપુ એ બંને ભિન્ન વ્યક્તિત્વ છે. છતાં, કેટલાક લોકો 'મોરારજી બાપુ' એવો નોખો નામ-પ્રયોગ કરે છે!
ભાષાની મજા, મજાની ભાષા - 238
તમારા સાહેબનું નામ 'યશ' હોય તો તમે એમને શું કહેશો?
'યશ સર' કે 'યસ સર'?!
ભાષાની મજા, મજાની ભાષા - 236
'બાળ-કેળવણી અંગે તારાં બહેન શું કહે છે?'
'મારે કોઈ બહેન જ નથી.' (!)
'બાળ-કેળવણી અંગે તારાબહેન શું કહે છે?'
'મને એમની ખબર નથી.' (!)
અંગ્રેજી ભાષા, દેશી મજા : 17
'Ten horses have twenty four legs.'
'Something is wrong!'
'Ten horses have twenty fore legs.'
'It's absolutely right!'
લેખન-સંશોધન : ૦૧-૦૪-૨૦૧૨ થી ૩૧-૦૩-૨૦૧૩
ડૉ. અશ્વિનકુમાર
મદદનીશ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને
સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત
વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦
૦૧૪
-------------------------------------------------------------------------------------------------------
લેખન-સૂચિ : ૦૧-૦૪-૨૦૧૨ થી ૩૧-૦૩-૨૦૧૩
-------------------------------------------------------------------------------------------------------
* પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), એપ્રિલ, ૨૦૧૨, પૃ.૧૫-૧૮
* ગાંધીના ટપાલી, સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ', સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ, પ્રથમ આવૃત્તિ, ; મે, ૨૦૧૨, ; પૃષ્ઠ : ૧૦૭-૧૦૮ (પ્રકાશક : નવજીવન
પ્રકાશન મંદિર, અમદાવાદ)
* વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા'
અને
વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા' !, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), જુલાઈ, ૨૦૧૨, પૃ.૨૫-૨૬
* ગૂજરાત વિદ્યાપીઠ :
કેળવણી વડે ક્રાંતિ, મેળવણી વડે
શાંતિ ; 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), જુલાઈ, ૨૦૧૨, પૃષ્ઠ : ૦૬-૦૮
પુનર્મુદ્રણ : 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), દીપોત્સવી અંક, અંક : 8, નવેમ્બર, 2012, પૃ. 59-61
* મોહનદાસ ગાંધી, વતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ ; માતૃભાષા ભાષાપ્રબોધ (પત્રિકા), ; સંપાદક : પિંકી
યજ્ઞેશ પંડ્યા, 21-07-2012, પૃ. 29-30
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012, પૃ.28-29
* શકીરા,શકરી અને સમૂહ માધ્યમો,
પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭
પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭
* કુલપતિ ગાંધીજીનું
ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ,
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44
-------------------------------------------------------------------------------------------------------
સંશોધનપત્રો : ૦૧-૦૪-૨૦૧૨ થી ૩૧-૦૩-૨૦૧૩
-------------------------------------------------------------------------------------------------------
* 'કાકાસાહેબ કા કલાદર્શન'
21-08-2012, આચાર્ય કાકાસાહેબ કાલેલકર સ્મૃતિ વ્યાખ્યાન
'સંનિધિ', નવી દિલ્હી
* 'પુત્રીજન્મ અને રાષ્ટ્રપિતા'
રાજ્ય સ્તરીય પરિસંવાદ, ૧૯-૦૯-૨૦૧૨,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
* 'દુષ્કર્મ અને માધ્યમો : વાસ્તવિકતા અને આચારસંહિતા'
રાષ્ટ્રીય પરિસંવાદ, 20-01-2013,
સ્કૂલ ઓફ લોં, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ : 380 009
* દસ્તાવેજી ચલચિત્ર ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી
દસ્તાવેજી ચલચિત્ર માટે લેખન : અશ્વિનકુમાર // ચોવીસ ડિસેંબર, બે હજાર બાર
સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ.૨૦૧૨
જાન્યુઆરી, ૨૦૧૨થી ડિસેમ્બર, ૨૦૧૨
- અશ્વિનકુમાર, અધ્યાપક, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------
સદાબહાર નીરુભાઈ દેસાઈની શતાબ્દી, 'નિરીક્ષક', ૦૧-૦૧-૨૦૧૨, પૃષ્ઠ : ૧૧
તિલક કરું રઘુવીરને, 'સ્મરણ-વંદન વિશેષાંક', 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ફેબ્રુઆરી, ૨૦૧૨, પૃ.૪૨-૪૪
પુનર્મુદ્રણ : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9), સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪; પૃષ્ઠ : ૪૨૦-૪૨૩ (પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯)
પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), એપ્રિલ,૨૦૧૨, પૃ.૧૫-૧૮
પુનર્મુદ્રણ : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9), સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪; પૃષ્ઠ : ૪૨૦-૪૨૩ (પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯)
પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), એપ્રિલ,૨૦૧૨, પૃ.૧૫-૧૮
ગાંધીના ટપાલી, સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ', સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ, પ્રથમ આવૃત્તિ, ; મે, ૨૦૧૨ ; પૃષ્ઠ : ૧૦૭-૧૦૮ (પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)
વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા' અને વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા' !, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), જુલાઈ, ૨૦૧૨, પૃ.૨૫-૨૬
ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ, મેળવણી વડે શાંતિ ; 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), જુલાઈ,૨૦૧૨,પૃષ્ઠ : ૦૬-૦૮
પુનર્મુદ્રણ : 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), દીપોત્સવી અંક, અંક : 8, નવેમ્બર, 2012, પૃ. 59-61
મોહનદાસ ગાંધી, વતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ ; માતૃભાષા ભાષાપ્રબોધ (પત્રિકા), ; સંપાદક : પિંકી યજ્ઞેશ પંડ્યા, 21-07-2012, પૃ. 29-30
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012 , પૃ.28-29
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012 , પૃ.28-29
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની', જાન્યુઆરી-એપ્રિલ, 2013 (ISSN 0975-8046), પૃષ્ઠ : 32-33
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫
--------------------------------------------------------------------------
દસ્તાવેજી ચલચિત્ર માટે લેખન :
ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી
ચોવીસ ડિસેંબર, બે હજાર બાર
દસ્તાવેજી ચલચિત્ર માટે લેખન :
ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી
ચોવીસ ડિસેંબર, બે હજાર બાર
સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ.૨૦૧૧
જાન્યુઆરી, ૨૦૧૧થી ડિસેમ્બર, ૨૦૧૧
- અશ્વિનકુમાર, અધ્યાપક, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------
આપણા બોરીસાગરસાહેબ ! પુસ્તક : 'અમારા બોરીસાગરસાહેબ' સંપાદક : ભિખેશ ભટ્ટ, પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૦૭-૦૮ (પ્રકાશક : વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન, સાવરકુંડલા - ૩૬૪ ૫૧૫, જિલ્લો : અમરેલી)
કેદારનાથ, રામદાસી સંશોધન અને આપણે બધાં, 'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૦૬-૦૭
મહાત્મા ગાંધી : હાઈકુ પંચમ, 'નયા માર્ગ'(પાક્ષિક), ૧૬-૦૧-૨૦૧૧, પૃષ્ઠ : ૩૬
ડૉ. રતન રુસ્તમજી માર્શલ, 'બુદ્ધિપ્રકાશ', ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦
સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં, પુસ્તક : ' 'ડૉ.ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ ',
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ, ૨૦૧૧, પૃષ્ઠ : ૧૧૮- ૧૧૯ (પ્રકાશક : ડૉ.ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ )
'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ (ગ્રંથસમીક્ષા),
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011, પૃષ્ઠ : 127-133
ઉપવાસ, ગાંધીજી અને આપણે બધાં, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ (ગ્રંથસમીક્ષા),
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011, પૃષ્ઠ : 127-133
ઉપવાસ, ગાંધીજી અને આપણે બધાં, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ,' અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44
પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૦૬-૧૩
રાવણને શરદી ! 'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૧૨૪-૧૨૫
ચર્ચાપત્રો : અખબારોમાં અભિવ્યક્તિનો ઓટલો (પુસ્તક : માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ ; સંપાદક : યોગેન્દ્ર વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, પિંકી યજ્ઞેશ પંડ્યા ; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ; પહેલી આવૃત્તિ, ડિસેમ્બર, ૨૦૧૧, પૃ.૧૨૪-૧૨૬ )
સંપાદન : ગાંધીચિંતન વિશેષાંક, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૩૨
--------------------------------------------------------------------------------------------------
સંપાદકીય કામગીરી
*માનદ :
સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું માસિક ; પૂર્વ નામ 'દૃષ્ટિ' )
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)
*સંસ્થાકીય :
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
----------------------------------------------------------------------------------------------------
* સ્વયં-સર્જન સૂચિ * (ફેબ્રુઆરી- ૨૦૦૨ થી ફેબ્રુઆરી-૨૦૦૭)
- અશ્વિનકુમાર
વ્યાખ્યાતા, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-----------
-----------
૨૦૦૨
*સંપાદન : 'સ્વનિર્ભર ઉચ્ચ શિક્ષણ' વિશેષાંક, 'દૃષ્ટિ', જુલાઈ, ૨૦૦૨, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*કુદરતી આપત્તિઓમાં અખબારોની ભૂમિકા, 'પરબ', એપ્રિલ, ૨૦૦૨, પૃષ્ઠ : ૮૫-૮૬
-----------
૨૦૦૩
*સીમરી : ઉપેક્ષાની ડમરીથી ઢંકાયેલું ગામ, 'આસ્થા', જાન્યુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ : ૩૬-૩૭
*વર્ગખંડોની બહાર વિદ્યાર્થીઓનું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ', ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૧-૧૪
*વિદ્યાર્થીઓએ જે અનુભવ્યું તે સાચું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ', માર્ચ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૩-૨૪
લોકશિક્ષણમાં પત્રકારત્વની ભૂમિકા, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૩
*રૂપેણ તારાં રોકાતાં પાણી, 'આસ્થા', જૂન, ૨૦૦૩, પૃષ્ઠ : ૦૪-૦૫
*સમૂહ માધ્યમોમાં સ્ત્રીઓ પર થતી સૂક્ષ્મ હિંસા, (પુસ્તક : 'શક્તિ', સંપાદક : રંજના હરીશ, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ : ૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૯૩-૨૦૧)
-----------
૨૦૦૪
*એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!, 'દૃષ્ટિ' ( 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક ), સપ્ટેમ્બર , ૨૦૦૪, પૃષ્ઠ : ૦૩-૦૪
*ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે, 'દૃષ્ટિ' ( 'ગાંધીવિચાર' વિશેષાંક ), ઓક્ટોબર, ૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦
પહેલી નજરે જ ગમી જાય તેવું પુસ્તક : 'ચાલો, એકબીજાને ગમીએ' (ગ્રંથ-આસ્વાદ), 'અવાજ સચ્ચાઈનો', ૧૧-૧૦-૨૦૦૪
*ગામડાંમાં રેડિયો અને રેડિયોમાં ગામડાં!, 'આસ્થા', ડિસેમ્બર, ૨૦૦૪, પૃષ્ઠ : ૧૬-૧૮
*સંપાદન : 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, 'દૃષ્ટિ', સપ્ટેમ્બર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*સંપાદન : 'ગાંધીવિચાર' વિશેષાંક, 'દૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*સંપાદન : 'કોમન યુનિવર્સિટી એક્ટ' વિશેષાંક,'દૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
*સંપાદન : 'વિજ્ઞાન પત્રકારત્વ' વિશેષાંક, 'દૃષ્ટિ', ડિસેમ્બર, ૨૦૦૪(વિજ્ઞાન જાગ્રતિ વર્ષ : ઈ.સ.૨૦૦૪), કુલ પૃષ્ઠ : ૦૪+૩૨
-----------
૨૦૦૫
આદિવાસીઓ ક્યાં સુધી રાહ જોશે?, 'નયા માર્ગ', ૦૧-૦૨-૨૦૦૫,
પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના' , ૧૫-૦૩-૨૦૦૫; 'જલસેવા', ૦૩-૦૯-૨૦૦૭, પૃષ્ઠ : ૦૨
*માનવઅધિકાર માટે ફરજનિષ્ઠ પીટર બેનેન્સનને શબ્દાંજલિ, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૫, પૃષ્ઠ : ૦૯
*ભાષામાં 'પાણી' અને ભાષાનું 'પાણી', 'જીવન શિક્ષણ', ઓગસ્ટ, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧;
પુનર્મુદ્રણ : 'જલસેવા'
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ'
પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', માર્ચ, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૪-૧૫; 'ઓપિનિયન' (યુ.કે.), ૨૬-૦૮-૨૦૦૬, પૃષ્ઠ : ૨૬-૨૭
*એઇડ્સ જાગ્રતિ : સૂત્રોના સથવારે સમજણ ..., 'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧
પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના' , ૧૫-૦૩-૨૦૦૫; 'જલસેવા', ૦૩-૦૯-૨૦૦૭, પૃષ્ઠ : ૦૨
*માનવઅધિકાર માટે ફરજનિષ્ઠ પીટર બેનેન્સનને શબ્દાંજલિ, 'ભૂમિપુત્ર', ૦૧-૦૪-૨૦૦૫, પૃષ્ઠ : ૦૯
*ભાષામાં 'પાણી' અને ભાષાનું 'પાણી', 'જીવન શિક્ષણ', ઓગસ્ટ, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧;
પુનર્મુદ્રણ : 'જલસેવા'
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ'
પુનર્મુદ્રણ : 'લોકસંવાદ', માર્ચ, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૪-૧૫; 'ઓપિનિયન' (યુ.કે.), ૨૬-૦૮-૨૦૦૬, પૃષ્ઠ : ૨૬-૨૭
*એઇડ્સ જાગ્રતિ : સૂત્રોના સથવારે સમજણ ..., 'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૫, પૃષ્ઠ : ૧૯-૨૧
-----------
૨૦૦૬
*વિદ્યાર્થીઓનો ભારોભાર પ્રેમ મેળવનાર હળવાફૂલ શિક્ષક : બુચદાદા,'દૃષ્ટિ', જાન્યુઆરી, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૪-૧૬
*શિક્ષણ : કોણ ભાંગે? કોણ ભાગે? કોના ભોગે? કોના ભાગે?, 'કદમ', જાન્યુઆરીથી માર્ચ, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧ -૦૨ ;
પુનર્મુદ્રણ : 'અભિદૃષ્ટિ', જાન્યુઆરી, ૨૦૦૭, પૃષ્ઠ : ૦૯-૧૦
*એક તક પુસ્તકને તો આપી જુઓ... ( પુસ્તક : 'પુસ્તક અને પુસ્તકાલય', સંકલન : નિશા શાહ, પ્રકાશક : રાષ્ટ્રીય એકતા કેન્દ્ર, અમદાવાદ : ૩૮૦ ૦૧૩, પ્રથમ આવૃત્તિ, ૨૯-૦૭-૨૦૦૬ (પુસ્તક યાત્રા નિમિત્તે), પૃષ્ઠ : ૦૯)
*રબારી બહેનોની રુઆબદાર બાની, 'વલોણું', નવેમ્બર, ૨૦૦૬, પૃ. ૦3-૦૪
*રવિને અજવાળતી મુન્નાભાઈની 'ગાંધીગીરી', 'અભિદૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧-૦૨
*નાની પાલખીવાળાના મોટી પાયરીવાળા શિક્ષક : નસરવાનજી પાવરી, 'અભિદૃષ્ટિ', ડિસેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૧૨-૧૪
*'હિંદ સ્વરાજ', મો. ક. ગાંધી અને ચર્ચા એક શબ્દ માટેની!,'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૬, પૃ.૦૩-૦૫
ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ, મેળવણી વડે શાંતિ (દસ્તાવેજી ચલચિત્ર), ઈ.સ. ૨૦૦૬
-----------
૨૦૦૭
હળવી દારૂબંધી : ભારે વિરોધ (દસ્તાવેજી ચલચિત્ર), ઈ.સ. ૨૦૦૭
ગ્રામજીવનયાત્રા : સાચું ભારત, સાચું શિક્ષણ (દસ્તાવેજી ચલચિત્ર), ઈ.સ. ૨૦૦૭
-----------
-----------------------
સંપાદકીય કામગીરી
*માનદ :
*સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું માસિક) (મે,૨૦૦૨થી)
*તંત્રી : 'મારગ-મિત્ર' (સ્વૈચ્છિક પ્રવૃત્તિઓની દસ્તાવેજ-પત્રિકા) ( મે,૨૦૦૩થી)
*સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક) (ડિસેમ્બર,૨૦૦૫થી)
*તંત્રી : 'કદમ' (સમાનતામૂલક સમાજ-નિર્માણ કાજેનું પ્રયાસ-પત્ર) (જાન્યુઆરી,૨૦૦૬થી)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર) (૨૦૦૭થી)
*સંસ્થાકીય :
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
------------------------------------------------------
ભાષાની મજા, મજાની ભાષા - 232
'તમે લશ્કરમાં શેના પતિ છો?'
'કોઈના પણ નહીં'!
'તમે લશ્કરમાં સેનાપતિ છો?'
'હા'.
અંગ્રેજી ભાષા, દેશી મજા : 16
A police commissioner has lost his wig. Now the police constables are combing that area!
ભાષાની મજા, મજાની ભાષા - 226
એ યુવા અભિનેત્રીની ચિર-વિદાયના સમાચાર સાંભળીને સહુ ચોંકી ગયા.
એ યુવા અભિનેત્રીની ચીર-વિદાયના સમાચાર સાંભળીને સહુ ચોંકી ગયા!
* સ્વયં-સર્જન સૂચિ * (ફેબ્રુઆરી-૧૯૯૬થી ફેબ્રુઆરી-૨૦૦૨)
-અશ્વિનકુમાર
વ્યાખ્યાતા, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-----------
૧૯૯૬
*વાચક રાજાઓ લખે છે કે ..., 'ગ્રામગર્જના', 0૧-૦૬-૧૯૯૬, પૃષ્ઠ : ૦૩
*કાંકરીચાળો (કાર્ટૂન), 'સુઘોષ'(સાપ્તાહિક), ૧૯-૦૯-૧૯૯૬, પૃષ્ઠ : ૦૧
-----------
૧૯૯૭
*હાઈકુ, 'અવસર' (સાપ્તાહિક), ૧૪-૦૪-૧૯૯૭, પૃષ્ઠ : ૨૮
*સ્વપ્નાંની વાસ્તવિકતા (કાવ્ય), 'ચાહના' (સમાજ સુરક્ષા વિશેષાંક), જૂન , ૧૯૯૭, પૃષ્ઠ : ૧૬-૧૭
*કાર્ટૂન, 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૭, પૃષ્ઠ : ૦૨
*પચાસ પૈસા (કાવ્ય), 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૭, પૃષ્ઠ : ૧૯
*ગુજરાતી ચલચિત્ર-ઉદ્યાનમાં પાંગરી રહેલું પ્રતિભા-પુષ્પ : અભિનેત્રી પ્રીતિ ટી., 'સમાજમિત્ર' (દલિત નારી વિશેષાંક), ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૯૭, પૃષ્ઠ : ૪૦
*ગ્રાહક શિક્ષણમાં પત્રકારત્વની ભૂમિકા, 'ગ્રાહક સેવા' (દીપોત્સવી અંક), ઓક્ટોબર ,૧૯૯૭, પૃષ્ઠ : ૧૨-૧૩ અને 'ગ્રાહક સેવા', નવેમ્બર, ૧૯૯૭, પૃષ્ઠ : ૦૪-૦૫
*કાર્ટૂન, 'સંવાદ', ડિસેમ્બર, ૧૯૯૭,પૃષ્ઠ : ૦૨
*આખરે... (કાવ્ય), 'સંવાદ', ડિસેમ્બર, ૧૯૯૭, પૃષ્ઠ : ૧૯
*' લ્યા,સેક્સને નામે આ તો સેક્સી...!', 'નિરીક્ષક', ૧૬-૧૨-૧૯૯૭, પૃષ્ઠ : ૨૪-૨૬
*એક દૃષ્ટિ આકાશ તરફ (કાવ્ય) , 'નયા માર્ગ' (પાક્ષિક), ૧૬-૧૨-૧૯૯૭, પૃષ્ઠ : ૩૨
-----------
૧૯૯૮
*એકવીસમી સદીનું પત્રકારત્વ, 'સહજ' (યુવા પત્રકારો-લેખકોનું મુખપત્ર), જાન્યુઆરી, ૧૯૯૮, પૃષ્ઠ : ૦૬-૧૦
*પાંચ હાઈકુ, 'સહજ' (યુવા પત્રકારો-લેખકોનું મુખપત્ર) ,જાન્યુઆરી, ૧૯૯૮, પૃષ્ઠ : ૨૧
*કારણ (કાવ્ય), 'નિરીક્ષક', ૧૬-૦૨-૧૯૯૮, પૃષ્ઠ : ૩૨
*જોરથી બોલો ગુજરાતી, પ્રેમથી લખો ગુજરાતી, 'સમકાલીન' દૈનિક, મુંબઈ, ૩૧-૦૩-૧૯૯૮, પૃષ્ઠ : તંત્રીપાનું
*પરિવર્તન (કાવ્ય), 'અમદાવાદ ટુડે ' (ગ્રામીણ પત્રકારત્વ વિશેષાંક), સપ્ટેમ્બર, ૧૯૯૮, પૃષ્ઠ : ૪૮
*અકુદરતી...(કાવ્ય), 'નયા માર્ગ' , ઓક્ટોબર, ૧૯૯૮, પૃષ્ઠ : ૩૨ , પુનર્મુદ્રણ : 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૯, પૃષ્ઠ : ૦૪
*આ 'ચોથી જાગીર' છે, 'બાપની જાગીર' નહીં!, 'સમકાલીન' દૈનિક, મુંબઈ, ૧૦-૧૧-૧૯૯૮, પૃષ્ઠ : ૦૪ (તંત્રીપાનું),
પુનર્મુદ્રણ (કાશ્મીરમાં પત્રકારો બની બેઠેલા આતંકવાદીઓ) : 'સાધના', ૨૫-૦૩-૨૦૦૦, પૃષ્ઠ : ૩૨-૩૩
-----------
૧૯૯૯
*અબળાઓ પર ચોથો બળાત્કાર અખબારો કરે છે, 'સમકાલીન' દૈનિક, મુંબઈ ('વરાઈટી' પૂર્તિ, રવિવાર) ૨૧-૦૩-૧૯૯૯, પૃષ્ઠ : ૦૧
*પરસ્પર, 'સંવાદ', ઓગસ્ટ, ૧૯૯૯, પૃષ્ઠ : ૨૧
*'માનવ વિકાસ' પર ડૉ. રિચર્ડ જોલીનું વ્યાખ્યાન, 'વિદ્યાપીઠ', સળંગ અંક-૨૦૪, સપ્ટેમ્બર-ડિસેમ્બર, ૧૯૯૯, પૃષ્ઠ : ૬૬-૬૭
*રુપાલની પલ્લી અને માધ્યમોનાં પલ્લાં, 'નિરીક્ષક', ૧૬-૦૯-૧૯૯૯, પૃષ્ઠ : ૨૦-૨૨
-----------
૨૦૦૦
*પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા હજુ નથી મરી પરવારી!, 'સાધના', ૨૨-૦૧-૨૦૦૦, પૃષ્ઠ : ૨૬-૨૮
*'નયા માર્ગ' ... જેનું છેલ્લું પાનું પહેલું વંચાય છે!, 'નિરીક્ષક' ,૦૧-૦૬-૨૦૦૦, પૃષ્ઠ : ૨૦-૨૧
*જયારે એ 'ભૂમિપુત્ર'ના સો ગ્રાહકો બનાવીને જ જમતાં..., 'નિરીક્ષક', ૦૧-૦૭-૨૦૦૦, પૃષ્ઠ : ૧૮
*'નિરીક્ષક' : ધણીને ધાકમાં રાખો, 'નિરીક્ષક', ૦૧-૦૭-૨૦૦૦, પૃષ્ઠ : ૧૮-૨૦
*'કુમાર' ... જેના જૂના અંકો આજે પણ વાચકોએ સાચવી રાખ્યા છે !, 'નિરીક્ષક' ,૦૧-૦૮-૨૦૦૦, પૃષ્ઠ : ૧૬
*અનુપારંગત(એમ.ફિલ.) સંશોધન-નિબંધ (ઈ.સ. ૨૦૦૦)
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ ( પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક,અમદાવાદ આવૃત્તિ )
-----------
૨૦૦૧
*અઢી માસ બાદનું ભૂકંપીય કચ્છ : "આ તંબુને તાળાં કેમ દેવાં?, 'આસ્થા', એપ્રિલ, ૨૦૦૧, પૃષ્ઠ : ૦૫-૦૭
*અભિમુખતાવર્ગ, આયોજકો, અધ્યાપકો અને આઘાતજનક અવલોકનો, 'દૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૧ પૃષ્ઠ : ૧૮થી ૨૩
*ગાંધીજી : જાહેર જીવનમાં મોડેલ, જાહેર ખબરમાં મોડેલ, 'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૦૧, પૃષ્ઠ : ૧૪
-----------
૨૦૦૨
-----------
-----------------------
સંપાદકીય કામગીરી
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
------------------------------------------------------
* સ્વયં-સર્જન સૂચિ * (ફેબ્રુઆરી-૨૦૦૭થી ડિસેંબર-૨૦૦૯)
-અશ્વિનકુમાર
વ્યાખ્યાતા, પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-----------
૨૦૦૭
*પત્નીનો માસિકધર્મ, પતિનો શિક્ષણધર્મ !, 'અભિદૃષ્ટિ', માર્ચ, ૨૦૦૭, પૃષ્ઠ : ૦૧-૦૪
વારિની વરવી વાસ્તવિકતા વિશેની વાત, 'વલોણું', માર્ચ, ૨૦૦૭, પૃષ્ઠ : ૦૯
ડાબા પગની કમનસીબી (વાર્તા), 'વલોણું', માર્ચ, ૨૦૦૭, પૃષ્ઠ : ૧૪
છોકરા કાજે(કાવ્ય), 'વલોણું', ઓક્ટોબર, ૨૦૦૭, પૃષ્ઠ : ૧૬
'દલિતો અને માનવ અધિકારો' વિશે સ્મિતા નરુલાનું અધિકારપૂર્ણ વ્યાખ્યાન, 'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૦૭, પૃષ્ઠ : ૧૯-૨૦
-----------
૨૦૦૮
પ્રામાણિકતાના 'શિક્ષકો' : 'ભણેલો' વિદ્યાર્થી અને 'અભણ' ગ્રામનારી,'વલોણું', જાન્યુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૦૩-૦૪
ધાબળા સાથે હૂંફ ઓઢાડે તેનું નામ કેળવણી, 'અભિદૃષ્ટિ', ૨૦૦૮
પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના', ૧૫-૦૧-૨૦૦૮, પૃષ્ઠ : ૦૨
યુદ્ધવિરોધી સત્યાગ્રહ(અનુવાદ), 'વિનોબાની વાણી', સંપાદક : રમેશ બી.શાહ, ઇમેજ પબ્લિકેશન, અમદાવાદ, ફેબ્રુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૨૧૭-૨૨૬
ભાષામાં 'પાણી' અને ભાષાનું 'પાણી', 'અભિવ્યક્તિ સંવેદનાની', જુલાઈ ૨૦૦૮ (જળમહિમા વિશેષાંક), પૃષ્ઠ : ૧૦૬-૧૦૯
-----------
૨૦૦૯
શકીરા, શકરી અને સમૂહ માધ્યમો, 'દલિત અધિકાર', ૦૧ -૦૮-૨૦૦૯, પૃષ્ઠ : ૦૭
પુનર્મુદ્રણ : 'નિરીક્ષક'
પુનર્મુદ્રણ : પુસ્તક : 'વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ : મારી નજરે' સંપાદક : ઉત્તમ પરમાર
પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ : ૫૫-૫૭ (પ્રકાશક : કીમ એજ્યુકેશન સોસાયટી, કીમ - ૩૯૪ ૧૧૦ , જિલ્લો : સૂરત )
પુનર્મુદ્રણ : 'કૃત સંકલ્પ', ૨૫-૦૭-૨૦૧૧, પૃષ્ઠ : ૧૩-૧૪, 'લોકસંવાદ', નવેમ્બર, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬-૨૭
વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) મહાનિબંધ પ્રસ્તુતિ :
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે )
માર્ગદર્શક : ડૉ.રઘુવીર ચૌધરી(પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)
--------------------------------------------------------------------------------------------------
સંપાદકીય કામગીરી
*માનદ :
સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું માસિક ; પૂર્વ નામ 'દૃષ્ટિ' )
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)
*સંસ્થાકીય :
સ્થાપનાકાલીન સંપાદક : 'વિદ્યાપીઠ સેતુ'
સંપાદક : વાર્ષિક અહેવાલ, ગૂજરાત વિદ્યાપીઠ
----------------------------------------------------------------------------------------------------
દસ્તાવેજી ચલચિત્રો માટે સંશોધન અને લેખન
હળવી દારૂબંધી : ભારે વિરોધ , ઈ.સ.૨૦૦૭
ગ્રામજીવનયાત્રા : સાચું ભારત,સાચું શિક્ષણ , ઈ.સ.૨૦૦૭
ગ્રામજીવન પદયાત્રા : સમાજદર્શનથી સમજદર્શન, ઈ.સ.૨૦૦૮
----------------------------------------------------------------------------------------------------
Subscribe to:
Posts (Atom)