- અશ્વિનકુમાર
શ્રમરૂપે આ
ભાલે ચળક્યાં, મોતી
ખારાં પાણીનાં
*
ભર ઉનાળે,
મજૂરે તગારામાં
ઊંચક્યો સૂર્ય
*
પનિહારીના
ભાલેથી
કૂવો ખેંચે
પ્રસ્વેદબુંદ
*
શેરડી
નહીં,
શ્રમ પણ
પિસાય
સંચા
અંદર
*
બરફવાળો
નીતરી
રહ્યો, લારી
ખેંચી
ખેંચીને
*
--------------------------------------------------------------------------------------
સૌજન્ય :
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 11
પુનર્મુદ્રણ : 'આપણું વિચારવલોણું', સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 22
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 11
પુનર્મુદ્રણ : 'આપણું વિચારવલોણું', સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 22
No comments:
Post a Comment