જ્યાં અને ત્યાં 'જ' લખવાની ટેવ સારી ન કહેવાય!
દા.ત. : તમારે તમારા પાડોશીને ચાહવા જોઈએ.
હવે આ વાક્યમાં જુઓ 'જ'ની હયાતી અને હસ્તક્ષેપ!
તમારે જ તમારા પાડોશીને ચાહવા જોઈએ.
તમારે તમારા જ પાડોશીને ચાહવા જોઈએ.
તમારે તમારા પાડોશીને જ ચાહવા જોઈએ.
તમારે તમારા પાડોશીને ચાહવા જ જોઈએ.
તમારે તમારા પાડોશીને ચાહવા જોઈએ જ.
No comments:
Post a Comment